
Jeddah: સાઉદી અરેબિયાના ગૃહ મંત્રાલયે જેદ્દાહમાં તેના પ્રવાસ પ્રદર્શનનું સમાપન કર્યું છે જેનો હેતુ ડ્રગ્સને લઈને જાગૃતતા લાવવાનો તેમજ, શ્રમ અને સરહદ સુરક્ષા અંગેના નિયમો વિશે લોકોને જાગૃત કરવાનો હતો. જેનું સમાપન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન શરુ કરવા પાછળ મંત્રાલયનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં જાગૃતતા લાવવાનો હતો.
આ પ્રદર્શનમાં નાગરિકો, રહેવાસીઓ અને મુલાકાતીઓને એ નેશન વિધાઆઉટ વાયોલેટર્સ નામના અભિયાનમાં મંત્રાલયના પ્રયાસો વિશે શિક્ષિત કરવા પર ધ્યાન આપવામાં આવ્યું હતું, જેને શહેરના મોટાભાગના લોકોએ નિહાળ્યો હતો અને તેના ઉદ્દેશ્યને સમજ્યો હતો.
આ પહેલ ડ્રગ સ્મગલર્સ અને ડીલરોના રિપોર્ટ કરવાની રીત વિશે લોકોને માહિતગાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમાં રહેઠાણ, શ્રમ અને સરહદ સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ માટે દંડ, અપરાધીઓ સાથે વ્યવહાર અને તેના પરિણામ સ્વરુપ જોખમો અને તેમનો સામનો કરવામાં ઉપયોગમાં લેવાતી આધુનિક તકનીકોની ભૂમિકા વીશે સમજાવવાનો હતો.
વધુમાં, તે પ્રદર્શન એવા લોકો માટે દંડ પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે કે જેમણે રાજ્યની અંદર ઉલ્લંઘનકારોના પ્રવેશ અથવા પરિવહનની સુવિધા આપી હતી, અથવા તેમને આશ્રય, અથવા કોઈપણ સહાય અથવા સેવા પૂરી પાડી હતી અને આવા દેશ વિરોધી પ્રવૃતિ કરનાર લોકોને ગેરમાર્ગે દોરનાર લોકોને સજા અને તેમને આસરો આપનારને સજા અંગે જાગૃતતા લાવવાની વાત કરવામાં આવી હતી. આ યોજાયેલ કાર્યક્રમમાં બોર્ડર ગાર્ડના જનરલ ડિરેક્ટરોએ પણ યાત્રા પ્રદર્શનમાં ભાગ લીધો હતો.
સુરક્ષા અધિકારીઓએ નાગરિકો અને રહેવાસીઓને મક્કા, રિયાધ અને પૂર્વીય પ્રાંતમાં કે કોઈ પણ સ્થળે ડ્રગ્સ સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગેની કોઈ પણ જાણકારી મળે તો 911 પર કૉલ કરીને જાણકારી આપવા વિનંતી કરી છે. લોકોએ રાજ્યના બાકીના પ્રદેશોમાં 999 પર ફોન કરવો જોઈએ અને 995 પર જનરલ ડિરેક્ટોરેટ ઑફ નાર્કોટિક્સ કંટ્રોલને જાણ કરવી જોઈએ. અધિકારીઓનો સંપર્ક 995@gdnc.gov.sa પર ઈમેલ દ્વારા પણ થઈ શકે છે. તમામ રિપોર્ટ ગોપનીય રીતે હેન્ડલ કરવામાં આવશેનું પણ મંત્રાલયે જણાવ્યું હતુ. આ ગૃહ મંત્રાલયના ડ્રગ જાગૃતિના સમાચારની વિગતો હતી, જેદ્દાહમાં આ દિવસ માટે ઉલ્લંઘન પ્રદર્શનનું સમાપન કર્યુ છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો