LAC પર તહેનાત સૈન્ય જવાનોમાં હાઈ જોશ, મોદીની મુલાકાત બાદ જવાનોમાં અદમ્ય ઉત્સાહ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લેહ-લદ્દાખ પરની સરહદ મુલાકાત, સૈન્ય જવાનોમાં અદમ્ય ઉત્સાહનો સંચાર કરનારી સાબિત થઈ છે. વડાપ્રધાનની મુલાકાત અને સૈન્ય જવાનોને સંબોધન બાદ સેનામાં એક પ્રકારનો તરવળાટ જોવા મળે છે. સીમા ઉપર તહેનાત સૈનિકોનો જોશ હાઈ છે. દેશ માટે બલિદાન આપવા તૈયાર હોવાનું ઈન્ડો તિબેટ બોર્ડર પોલીસ (આઈટીબીપી)ના મહાનિર્દેશકે જણાવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લેહ-લદ્દાખના નિમુમાં […]

LAC પર તહેનાત સૈન્ય જવાનોમાં હાઈ જોશ, મોદીની મુલાકાત બાદ જવાનોમાં અદમ્ય ઉત્સાહ
| Updated on: Jul 05, 2020 | 10:16 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લેહ-લદ્દાખ પરની સરહદ મુલાકાત, સૈન્ય જવાનોમાં અદમ્ય ઉત્સાહનો સંચાર કરનારી સાબિત થઈ છે. વડાપ્રધાનની મુલાકાત અને સૈન્ય જવાનોને સંબોધન બાદ સેનામાં એક પ્રકારનો તરવળાટ જોવા મળે છે. સીમા ઉપર તહેનાત સૈનિકોનો જોશ હાઈ છે. દેશ માટે બલિદાન આપવા તૈયાર હોવાનું ઈન્ડો તિબેટ બોર્ડર પોલીસ (આઈટીબીપી)ના મહાનિર્દેશકે જણાવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લેહ-લદ્દાખના નિમુમાં સૈન્ય જવાનોને કરેલા સંબોધન અને ઈજાગ્રસ્ત સૈન્ય જવાનોની ખબર અંતર પુછ્યા બાદ, ચીનની સરહદ ઉપર ચોકી પહેરો ભરતા સૈન્ય જવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે.


વડાપ્રધાને સૈન્ય જવાનોની કામગીરીને બિરદાવતા કહ્યું હતું કે તમે જેટલી ઉચાઈએ ફરજ બજાવો છો એનાથી પણ વધુ ઉચાઈએ તમારુ સાહસ પહોચ્યું છે. વડાપ્રધાનના સંબોધનથી માત્ર આઈટીબીપી જ નહી, વાયુસેના અને નૌસેનાના જવાનોમાં પણ હાઈ જોશ છે.
ચીન સાથે જોડાયેલી 3400 કિલોમીટરથી વધુ લાંબી વાસ્તવિક નિયત્રણ રેખા ઉપર દેખરેખ રાખવાની જવાબદારી ઈન્ડો તિબેટ બોર્ડર પોલીસને સોપવામાં આવેલ છે. ગલવાન ખીણ પ્રદેશમાં ચીનના પીએલએ અને ભારતીય સૈન્ય વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ વઘેલી તંગદીલીથી, આઈટીબીપીએ વધારાની કંપનીઓને વાસ્તવિક નિયત્રણ રેખા ઉપર તહેનાત કરી છે..