ઇઝરાયેલના (Israel) અતિ-રાષ્ટ્રવાદીઓના જૂથે જણાવ્યું હતું કે તેઓ બુધવારે જેરૂસલેમના જૂના શહેરના મુખ્યત્વે પેલેસ્ટિનિયન વિસ્તારોમાં ધ્વજ લહેરાવતા કૂચ સાથે આગળ વધશે. પછી ભલે પોલીસે આ કાર્યક્રમ પર પ્રતિબંધ મૂક્યો હોય. ગયા વર્ષે આવા જ એક કાર્યક્રમે ઈઝરાયેલ-ગાઝા યુદ્ધ (Israel Gaza War) ને વેગ આપ્યો હતો. જે 11 દિવસ સુધી ચાલ્યું હતું. ઇઝરાયેલ પોલીસે કહ્યું કે યહૂદીઓ, ખ્રિસ્તીઓ અને મુસ્લિમોના ધાર્મિક સ્થળો માટે જેરુસલેમના (Jerusalem) ઐતિહાસિક જૂના શહેરની આસપાસ મોટી સંખ્યામાં અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા.
પેલેસ્ટિનિયન ઉગ્રવાદી જૂથોએ જેરુસલેમમાં ફ્લેગ માર્ચ યોજી રહેલા ઇઝરાયેલી ઉગ્રવાદીઓ સામે ચેતવણી આપી છે. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘આ તબક્કે, પોલીસ વિનંતી કરેલા કાર્યક્રમ મુજબ વિરોધ કૂચને મંજૂરી આપી રહી નથી.’ બુધવારે ટિપ્પણી માટે તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો કે, શું કૂચ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે, અથવા માત્ર દમાસ્કસ ગેટ પાસે સૂચિત માર્ગ પર જ પ્રતિબંધ મૂકવામાં આવશે. નોંધનીય છે કે આવી જ પરિસ્થિતિમાં ગત મે મહીનામાં ગાઝા પટ્ટીમાં, પેલેસ્ટિનિયન આતંકવાદીઓએ જેરુસલેમ તરફ રોકેટ છોડ્યા હતા કારણ કે ઇઝરાયેલી રાષ્ટ્રવાદીઓ ફ્લેગ માર્ચ સાથે જૂના શહેરમાં કૂચ કરી રહ્યા હતા.
લગભગ ત્રણ દિવસ પહેલા, એવા અહેવાલ મળ્યા હતા કે જેરુસલેમમાં સંવેદનશીલ અલ-અક્સા મસ્જિદ સંકુલમાં પ્રવેશ્યા પછી ઇઝરાયેલી પોલીસે ઓછામાં ઓછા બે પેલેસ્ટિનિયનોની ધરપકડ કરી હતી. અહીં પોલીસે રવિવારે સવારે મસ્જિદની બહારના વિસ્તારમાં હાજર પેલેસ્ટાઈનીઓને પણ ભગાડી દીધા હતા. જોકે, ડઝનબંધ પેલેસ્ટિનિયનો બિલ્ડિંગની અંદર જ રહ્યા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. પોલીસે કહ્યું હતું કે તેઓ યહૂદીઓની નિયમિત મુલાકાતને સુવિધાજનક બનાવવા માટે મસ્જિદના પરિસરમાં પ્રવેશ્યા હતા.
આ સાથે અધિકારીઓએ એવો પણ દાવો કર્યો હતો કે પેલેસ્ટિનિયનોએ હિંસાના ડરથી પથ્થરોનો સંગ્રહ કર્યો હતો. તેઓએ અહીં અવરોધો પણ મૂક્યા હતા. અલ-અક્સા મસ્જિદ ઇસ્લામમાં ત્રીજું સૌથી પવિત્ર સ્થળ છે. આ ઉપરાંત, તે યહૂદીઓનું પણ સૌથી પવિત્ર સ્થળ છે. જેને આ સમુદાયના લોકો ટેમ્પલ માઉન્ટ કહે છે. અલ-અક્સા મસ્જિદની સાથે આ સ્થળ લાંબા સમયથી ઈઝરાયેલ અને પેલેસ્ટિનિયન વિવાદનું કેન્દ્ર રહ્યું છે. આ જગ્યાએ અથડામણ થઈ હતી જ્યારે પેલેસ્ટિનિયનોએ યહૂદી મંદિરની નજીક સ્થિત પશ્ચિમી દિવાલની દિશામાં પથ્થરમારો કર્યો હતો.
આ પણ વાંચો : Julian Assange: યુકે કોર્ટનો મોટો નિર્ણય, ‘જુલિયન અસાંજે’નું અમેરિકા પ્રત્યાર્પણ થશે, 175 વર્ષની સજા ભોગવવી પડશે