કુલભૂષણ મુદ્દે પાકિસ્તાનની ઈમરાન સરકાર વિરુધ્ધ ઈસ્લામાબાદ હાઈકોર્ટનો ચૂકાદો, કુલભૂષણ જાધવને વકિલ રોકવા વધુ એક તક

|

Sep 03, 2020 | 12:39 PM

પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરીક કુલભૂષણ જાધવ મુદ્દે ઈમરાનખાનની સરકાર વિરુધ્ધ ઈસ્લામાબાદ હાઈકોર્ટે ચૂકાદો આપ્યો છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટે ભારતને કુલભૂષણ માટે વકિલની નિમણૂંક કરવા માટે બીજી તક આપી છે. કુલભૂષણ જાધવના કેસમાં ભારત તરફી ચૂકાદો આપતા ઈસ્લામાબાદ હાઈકોર્ટે આ કેસની 6 ઓક્ટોબરે વધુ સુનાવણી રાખી છે. પાકિસ્તાનની ઈમરાન સરકારે જુલાઈ મહિનામાં ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં રીટ દાખલ […]

કુલભૂષણ મુદ્દે પાકિસ્તાનની ઈમરાન સરકાર વિરુધ્ધ ઈસ્લામાબાદ હાઈકોર્ટનો ચૂકાદો, કુલભૂષણ જાધવને વકિલ રોકવા વધુ એક તક

Follow us on

પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરીક કુલભૂષણ જાધવ મુદ્દે ઈમરાનખાનની સરકાર વિરુધ્ધ ઈસ્લામાબાદ હાઈકોર્ટે ચૂકાદો આપ્યો છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટે ભારતને કુલભૂષણ માટે વકિલની નિમણૂંક કરવા માટે બીજી તક આપી છે.

કુલભૂષણ જાધવના કેસમાં ભારત તરફી ચૂકાદો આપતા ઈસ્લામાબાદ હાઈકોર્ટે આ કેસની 6 ઓક્ટોબરે વધુ સુનાવણી રાખી છે. પાકિસ્તાનની ઈમરાન સરકારે જુલાઈ મહિનામાં ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં રીટ દાખલ કરી હતી. જેમાં કહ્યું કે ઈન્ટરનેશનલ કોર્ટના ચૂકાદાનો અમલ કરવા માટે એક વકિલની જરૂર છે. પાકિસ્તાન સરકાર ઈન્ટરનેશનલ કોર્ટના ચૂકાદાના અમલ માટે કુલભૂષણ જાદવને કોન્સલર એકસેસ (રાજદ્વારી મદદ) આપી હતી. અને એવુ કહ્યું હતું કે વકિલ નીમવા માટે ભારતે કોઈ પ્રતિભાવ નથી આપ્યો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

કોર્ટે પક્ષકારોની દલિલ સાંભળ્યા બાદ કુલભૂષણ જાધવના કેસમાં સુનાવણી કરતા કહ્યું કે, ભારતને આ કોર્ટનો હુકમ મોકલવામાં આવે અને વધુ સુનાવણી ઓક્ટોબરમાં રાખવામાં આવી છે. પાકિસ્તાન કુલભૂષણના કેસમાં પુનઃવિચાર કરવા અંગે ઈન્ટરનેશનલ કોર્ટે આપેલા ચુકાદા સામે ખાસ કાયદો લાવ્યું છે. ભારતે કુલભૂષણને મોતની સજા સંભળાવી તે ચૂકાદાને આતરરાષ્ટ્રિય અદાલતમાં પડકાર્યો હતો સાથોસાથ રાજનયિક પહોચ ના આપવા સામે પણ દાદ માગી હતી.

Next Article