ISCON Temple Attack: બાંગ્લાદેશમાં ‘ઈસ્કોન મંદિર’ પર હુમલો, ભક્તો સાથે કરી મારપીટ

|

Oct 16, 2021 | 6:53 PM

Bangladesh ISKCON temple attack: બાંગ્લાદેશમાં દુર્ગા પંડાલો પર હુમલા બાદ શુક્રવારે ફરી એકવાર લઘુમતી હિન્દુ સમુદાય અને તેમના મુખ્ય ધાર્મિક સ્થળને નિશાન બનાવવામાં આવ્યા હતા.

ISCON Temple Attack: બાંગ્લાદેશમાં ઈસ્કોન મંદિર પર હુમલો, ભક્તો સાથે કરી મારપીટ
ISKCON Temple Attack

Follow us on

બાંગ્લાદેશમાં (Bangladesh) બદમાશોએ ફરી એકવાર હિન્દુઓના મંદિરને નિશાન બનાવ્યું છે. નોઆખલીમાં ટોળાએ ઈસ્કોન મંદિર (Iscon temple) પર હુમલો કર્યો અને તોડફોડ કરી હતી. ઈસ્કોન મંદિરે (Iscon temple) બાંગ્લાદેશ સરકાર પાસેથી સુરક્ષા માંગી છે, ઈસ્કોન તરફથી એક ટ્વીટમાં હુમલાની માહિતી આપતા ભયાનક તસવીરો પણ શેર કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટોળાએ પાર્થ દાસ નામના ઈસ્કોનના સભ્યની પણ હત્યા કરી હતી, તેનો મૃતદેહ મંદિર નજીકથી મળી આવ્યો હતો.

 

ટ્વિટમાં લખવામાં આવ્યું હતું કે, ‘બાંગ્લાદેશના નોઆખાલીમાં ઈસ્કોન મંદિર અને ભક્તો પર હિંસક હુમલો કર્યો હતો. આ હુમલામાં મંદિરને ઘણું નુકસાન થયું છે અને ઘણા ભક્તોની સ્થિતિ નાજુક છે. અમે બાંગ્લાદેશ સરકારને હિન્દુઓની સલામતી સુનિશ્ચિત કરવા અને દોષિતોને ન્યાય આપવાની માંગ કરીએ છીએ.’

આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા

 

બુધવારે રાત્રે બાંગ્લાદેશના ચાંદપુરના હાજીગંજ ઉપજીલ્લામાં દુર્ગા પૂજા મંડપ પર હુમલો અને પોલીસ-ટોળા વચ્ચે થયેલી અથડામણના સંદર્ભમાં ચાંદપુર અને ચિત્તાગોંગમાં કુલ 16 લોકોની અટકાયત કરવામાં આવી છે. જેમાં ચાર લોકોના મોત થયા હતા. પોલીસકર્મીઓ પર હુમલા બાદ સ્થાનિક વહીવટીતંત્રે હાજીગંજ બજાર વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દીધી છે.

 

બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ અહીંના સૌથી મોટા હિન્દુ તહેવાર દુર્ગા પૂજા દરમિયાન કુમિલા મંદિરમાં હિન્દુ દેવતાના ચરણોમાં કુરાનના નકલી ચિત્રો ફેલાવીને કોમી અશાંતિ ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહીનું વચન આપ્યું છે. ચાંદપુરમાં પોલીસ ગોળીબારમાં ચાર તોફાનીઓ માર્યા ગયા હતા, જ્યારે તેઓ મંદિરો પર હુમલો કરવા ગયા હતા અને દુર્ગા પૂજા પંડાલોમાં તોડફોડ કરી હતી. કટ્ટરપંથી ઈસ્લામીઓએ દુર્ગા પૂજાની ઉજવણી બંધ કરવાની માંગ કરીને ‘ઈસ્લામનું અપમાન’ કર્યું હોવાનો મોટો અવાજ ઉઠાવ્યો હતો.

 

હસીનાએ કહ્યું, “કેટલાક લોકો ધાર્મિક રીતે અંધ છે અને તેઓ હંમેશા કોમી સંઘર્ષ ઉભો કરવા માંગે છે. આ લોકો માત્ર મુસ્લિમ સમુદાયના જ નથી, પરંતુ અન્ય તમામ ધર્મોના પણ છે. જો આપણે બધા સાથે મળીને કામ કરીશું તો તેઓ કોઈ નુકસાન નહીં કરી શકે.

 

બાંગ્લાદેશના ગૃહમંત્રી અસદુઝમાન ખાન કમાલે ગુરુવારે જણાવ્યું હતું કે આ ઘટનાની તપાસ માટે બે અલગ અલગ તપાસ સંસ્થાઓની રચના કરવામાં આવી છે, એક સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા અને બીજી જિલ્લા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે છે.

 

આ પણ વાંચો : Cruise Drug Case : ડ્રગ્સ કેસને લઈને NCB એક્શનમાં, મુંબઈમાં એક સાથે ત્રણ સ્થળોએ દરોડા પાડી શરૂ કરી તપાસ

 

આ પણ વાંચો : IPLના 14 માં Emerging Player બન્યો ઋતુરાજ ગાયકવાડ, જાણો આ એવોર્ડ કોને મળે છે, છેલ્લા 13 ખેલાડીઓની કારકિર્દી કેવી રહી ?

Next Article