બાંગ્લાદેશમાં ઈસ્કોન મંદીરમા થયેલા હુમલાને લઈને ઈસ્કોન પ્રમુખે ઉઠાવ્યા સવાલો, કહ્યુ- શા માટે ચુપ છે યુએન?

રાધારમણ દાસે લખ્યું છે કે, થોડા દિવસો પહેલા સંયુક્ત રાષ્ટ્રએ ઇસ્લામોફોબિયા સામે લડવા માટે 15 માર્ચને આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે જાહેર કરવાનો ઠરાવ પસાર કર્યો હતો. નવાઈની વાત એ છે કે એ જ યુએન હજારો લાચાર બાંગ્લાદેશી અને પાકિસ્તાની લઘુમતીઓની વેદના પર મૌન છે.

બાંગ્લાદેશમાં ઈસ્કોન મંદીરમા થયેલા હુમલાને લઈને ઈસ્કોન પ્રમુખે ઉઠાવ્યા સવાલો, કહ્યુ- શા માટે ચુપ છે યુએન?
ISKCON temple vandalized in Bangladesh
| Edited By: | Updated on: Mar 18, 2022 | 8:48 PM

બાંગ્લાદેશમાં (Bangladesh) ઉગ્રવાદીઓએ ફરી એકવાર હિન્દુ મંદિરને નિશાન બનાવ્યું છે. હોળીના તહેવાર દરમિયાન ગુરુવારે સાંજે, 200 લોકોના ટોળાએ ઢાકા સ્થિત ઇસ્કોન રાધાકાંતા મંદિર પર હુમલો કરીને તોડફોડ કરી અને લૂંટ ચલાવી. આ હુમલામાં ત્રણ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. હાજી શફીઉલ્લાહ હુમલાખોરોના ટોળાનું નેતૃત્વ કરી રહ્યો હતો. આ કિસ્સામાં, હિંદુ અમેરિકન ફાઉન્ડેશન (HAF) દ્વારા સત્તાવાર વેબસાઇટ પર એક પ્રેસ રિલીઝ પણ જાહેર કરવામાં આવી છે. તેમજ દેશમાં લઘુમતી હિન્દુ સમુદાયના કલ્યાણ માટે કામ કરતી સંસ્થા વોઈસ ઓફ બાંગ્લાદેશી હિન્દુએ (Hindus in Bangladesh) હુમલા બાદ કેટલીક તસવીરો શેર કરી હતી. તેમજ મદદ માટે અપીલ કરી હતી.

ઈસ્કોન પ્રમુખે ઉઠાવ્યા સવાલો

ઈસ્કોન ઈન્ડિયાના ઉપાધ્યક્ષ રાધારમણ દાસે ટ્વિટર પર લખ્યું છે કે ડોલ યાત્રા અને હોળીની ઉજવણીની પૂર્વ સંધ્યાએ આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. તેમણે લખ્યું, “અમને આશ્ચર્ય થાય છે કે સંયુક્ત રાષ્ટ્ર હજારો લાચાર બાંગ્લાદેશી અને પાકિસ્તાની લઘુમતીઓની વેદના પર મૌન સેવી રહ્યું છે. આટલા હિંદુ લઘુમતીઓએ પોતાનો જીવ, સંપત્તિ ગુમાવી દીધી છે, પરંતુ અફસોસ, સંયુક્ત રાષ્ટ્ર ચૂપ છે.

રાધારમણ દાસે લખ્યું છે કે, થોડા દિવસો પહેલા સંયુક્ત રાષ્ટ્રએ ઇસ્લામોફોબિયા સામે લડવા માટે 15 માર્ચને આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે જાહેર કરવાનો ઠરાવ પસાર કર્યો હતો. નવાઈની વાત એ છે કે એ જ યુએન હજારો લાચાર બાંગ્લાદેશી અને પાકિસ્તાની લઘુમતીઓની વેદના પર મૌન છે.

શિવસેના સાંસદે પણ આપી પ્રતિક્રિયા

શિવસેનાના રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ બાંગ્લાદેશમાં હિંદુ લઘુમતી અને પૂજા સ્થાનો પ્રત્યે આ વધતી અસહિષ્ણુતાને શરમજનક ગણાવી છે. તેમણે ભારતીય વિદેશ મંત્રાલયને અપીલ કરી છે કે તેઓ આ મુદ્દાને બાંગ્લાદેશ સામે મજબૂત રીતે ઉઠાવે.

પહેલા પણ હીંદુ મંદીરો પર થઈ ચુક્યા છે હુમલાઓ

બાંગ્લાદેશમાં હિંદુ લઘુમતીઓ પરના હુમલાનો લાંબો ઈતિહાસ છે. ભારતમાં બાબરી મસ્જિદના ધ્વંસ પહેલા, 29 ઓક્ટોબર 1990ના રોજ, બાંગ્લાદેશમાં જમાત-એ-ઈસ્લામી રાજકીય સંગઠને બાબરી મસ્જિદના ધ્વંસ અંગે અફવા ફેલાવી, જેના કારણે 30 ઓક્ટોબરે હિંસા થઈ, જે 2 નવેમ્બર 1990 સુધી ચાલુ રહી હતી. આ હિંસામાં ઘણા હિંદુઓ માર્યા ગયા હતા.

ગત વર્ષે પણ ચાંદપુર જિલ્લામાં દુર્ગા પૂજા દરમિયાન એક હિંદુ મંદિર પર ટોળાએ હુમલો કર્યો હતો. આ દરમિયાન 3 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ પછી બાંગ્લાદેશ હિંદુ એકતા પરિષદે વડાપ્રધાન શેખ હસીના પાસે હિંદુઓને સુરક્ષા આપવાની માગ કરી હતી.

આ પણ વાંચો : Russia-Ukraine War: યુક્રેનિયન શહેરોને તબાહ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે રશિયા, કિવ અને લ્વિવની બહારના વિસ્તારો પર છોડી મિસાઇલો

Published On - 7:38 pm, Fri, 18 March 22