ISIS એ અફઘાનિસ્તાનમાં મસ્જિદ પર હુમલાની જવાબદારી લીધી, 100 લોકોના થયા મોત થયા, જુઓ તસવીરો

|

Oct 08, 2021 | 11:39 PM

Afghanistan Mosque Blast: અફઘાનિસ્તાનના કુન્દુઝ શહેરમાં એક મસ્જિદ પર આત્મઘાતી હુમલો થયો છે. જેમાં ઓછામાં ઓછા 100 લોકોના મોત થયા છે અને ડઝનબંધ લોકો ઘાયલ થયા છે.

1 / 5
અફઘાનિસ્તાનમાં વારંવાર મોટા બોમ્બ હુમલા થાય છે. જેમાં મસ્જિદો અને શિયા મુસ્લિમોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. શુક્રવારે દેશના ઉત્તરીય ભાગમાં એક મસ્જિદની અંદર આત્મઘાતી હુમલો થયો (Mosque Bombing in Afghanistan). જેમાં ઓછામાં ઓછા 100 લોકોના મોત થયા છે. જ્યારે ડઝનબંધ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.

2 / 5
તાલિબાન પોલીસે આ માહિતી આપી છે. મસ્જિદ પર હુમલા બાદની તસવીરો ચોંકાવનારી છે. દરેક જગ્યાએ લોહી છલકાઈ રહ્યું છે. વૈશ્વિક આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટે આ ઘટનાની જવાબદારી સ્વીકારી છે (Afghanistan Bomb Blast Latest News). ઇસ્લામિક સ્ટેટ ખોરાસન એટલે કે ISIS-K અફઘાનિસ્તાનમાં ઇસ્લામિક સ્ટેટની એક શાખા છે.

3 / 5
કુન્દુઝ પ્રાંતના નાયબ પોલીસ વડા દોસ્ત મોહમ્મદ ઓબૈદાએ કહ્યું કે, મોટાભાગના લોકો માર્યા ગયા છે. ઇસ્લામિક સ્ટેટ જૂથના આતંકવાદીઓનો અફઘાનિસ્તાનમાં શિયા મુસ્લિમ લઘુમતી પર હુમલો કરવાનો લાંબો ઇતિહાસ છે (Mosque Explosion in Afghanistan). આ હુમલામાં શિયા મુસ્લિમોને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. નાયબ પોલીસ વડાએ કહ્યું કે, આ હુમલો આત્મઘાતી હુમલાખોરે કર્યો હોઇ શકે છે, જે પૂજારીઓ સાથે ભળી ગયો હતો.

4 / 5
તેમણે કહ્યું કે, "હું મારા શિયા ભાઈઓને ખાતરી આપું છું કે તાલિબાન તેમની સલામતી સુનિશ્ચિત કરવા માટે તૈયાર છે," તેમણે કહ્યું કે, આ ઘટનાની તપાસ ચાલુ છે. મૃત્યુઆંકની પુષ્ટિ સાથે, શુક્રવારનો હુમલો ઓગસ્ટના અંતમાં અફઘાનિસ્તાનમાંથી યુએસ અને નાટો સૈનિકોની પાછી ખેંચી લેવા અને દેશ પર તાલિબાનના કબજા (Blast in Mosque in Afghanistan) પછીનો સૌથી ખરાબ હુમલો છે અને તેમાં સૌથી વધુ મોત થયા છે.

5 / 5
આશરે પાંચ દિવસ પહેલા કાબુલની એક મસ્જિદના ગેટ પર જીવલેણ બોમ્બ વિસ્ફોટ થયો હતો. જેમાં ઘણા નાગરિકો માર્યા ગયા હતા. આ હુમલાની જવાબદારી ISIS-K હુમલાઓ એટલે કે ઈસ્લામિક સ્ટેટ-ખોરાસન દ્વારા લેવામાં આવી હતી. તે વૈશ્વિક આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટની અફઘાનિસ્તાન શાખા છે. આ હુમલો તાલિબાનને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. કારણ કે પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદની માતાના મૃત્યુના લગભગ એક સપ્તાહ બાદ અહીં એક શોક સભા યોજાઈ હતી.

Next Photo Gallery