એવું તો શું છે એક ટી-શર્ટને કારણે CHINA અને CANADA વચ્ચે વધી ગયો તણાવ? વાંચો આ પોસ્ટ

|

Feb 03, 2021 | 4:50 PM

ચીન(CHINA) અને કેનેડા (CANADA) વચ્ચે ટી-શર્ટને કારણે હવે તણાવમાં વધારો થયો છે. કેનેડિયન દૂતાવાસના કર્મચારી દ્વારા કોરોના વાયરસ સાથેના વ્યવહારને લઈને ચીનની મજાક ઉડાવતી તસ્વીરવાળી ટી-શર્ટના ઓર્ડર પર ચીન ભડક્યું છે.

એવું તો શું છે એક ટી-શર્ટને કારણે CHINA અને CANADA વચ્ચે વધી ગયો તણાવ? વાંચો આ પોસ્ટ

Follow us on

ચીન(CHINA) અને કેનેડા (CANADA) વચ્ચે ટી-શર્ટને(T-SHIRT) કારણે હવે તણાવમાં વધારો થયો છે. કેનેડિયન દૂતાવાસના કર્મચારી દ્વારા કોરોના વાયરસ સાથેના વ્યવહારને લઈને ચીનની મજાક ઉડાવતી તસ્વીરવાળી ટી-શર્ટના ઓર્ડર પર ચીન ભડક્યું છે. ચીને કહ્યું હતું કે, બેઇજિંગ સ્થિત દૂતાવાસના એક કર્મચારી દ્વારા થોડા ટી-શર્ટનો ઓર્ડર આપવા બદલ કેનેડામાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને મંગળવારે કહ્યું કે ચીને કેનેડાને ઘટનાની તપાસ કરવા અને આ મામલે સ્પષ્ટતા કરવા જણાવ્યું છે. આ કેસ ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે ટી-શર્ટ બનાવતી કંપનીએ ચીની સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે કેનેડિયન એમ્બેસીના કર્મચારીએ ચામાચીડિયા પ્રિન્ટવાળી ટીશર્ટનો ઓર્ડર આપ્યો હતો.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

નોંધપાત્ર વાત એ છે કે, ચીન પર અત્યાર સુધી ઘણા આરોપ લગાવ્યા છે કે, ચામાચીડિયાથી ચીનમાં વાયરસની શરૂઆત થઇ હતી અને આ સંક્ર્મણ વુહાન શહેરથી માણસમાં ફેલાયો હતો. પરંતુ હજુ સુધી તેની પૃષ્ટિ થઇ નથી. કેનેડિયન મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે લોગો ન્યૂયોર્કના હિપ-હોપ ગ્રુપ વુ તાંગ ક્લાનના હોમપેજ પર હતો. કેનેડાએ આ ગેરસમજ બદલ માફી માંગી. ચીનની સરકારે આ મહામારીને ફેલાવવા માટે પહેલાથી જ કોઈ પગલાં ભરવામાં આવ્યા ના હતા.

Next Article