જ્યોર્જિયા મેલોનીને ડેટ કરી રહ્યા છે Elon Musk ? ટેસ્લાના CEOએ હવે આપ્યો આવો જવાબ

|

Sep 30, 2024 | 1:52 PM

છેલ્લા કેટલાક દિવસોથી ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક અને ઈટાલીના વડાપ્રધાન મેલોની વચ્ચેના ડેટિંગના સમાચાર સોશિયલ મીડિયા પર ફેલાઈ રહ્યા હતા અને યુઝર્સ બંનેની તસવીરો શેર કરી મજાકમાં પૂછી રહ્યા હતા કે શું મસ્ક મેલોનીને ડેટ કરી રહ્યા છે. પરંતુ ટ્વિટરના માલિકે હવે આ તમામ સવાલોના જવાબ આપ્યો છે.

જ્યોર્જિયા મેલોનીને ડેટ કરી રહ્યા છે Elon Musk ? ટેસ્લાના CEOએ હવે આપ્યો આવો જવાબ
Is Elon Musk dating Meloni

Follow us on

શું ટેસ્લાના CEO અને ઇટાલિયન વડા પ્રધાન મેલોની એકબીજાને ડેટ કરી રહ્યાં છે? છેલ્લા કેટલાક દિવસોથી આ સવાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી ઉઠી રહ્યો હતો, યુઝર્સ બંનેની તસવીરો શેર કરીને ખૂબ જ મસ્તી કરી રહ્યા હતા. પરંતુ ટ્વિટરના માલિકે હવે આ તમામ સવાલોના જવાબ આપીને સમગ્ર મામલાની સ્પષ્ટતા કરી છે.

વાસ્તવમાં, સોમવારે (23 સપ્ટેમ્બર), ઇટાલિયન વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની અને ટેસ્લાના CEO એલોન મસ્ક ન્યૂયોર્કમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં મેલોનીને એટલાન્ટિક કાઉન્સિલ તરફથી ગ્લોબલ સિટીઝન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

મસ્ક અને મેલોની સાથે જોવા મળ્યા

ખાસ વાત એ છે કે એલોન મસ્કે આ એવોર્ડ મેલોનીને આપ્યો હતો અને તે આપતા પહેલા મસ્કે મેલોનીનો પરિચય એક એવી વ્યક્તિ તરીકે કરાવ્યો હતો, જે માત્ર બહારથી જ નહીં પણ અંદરથી પણ સુંદર છે. આ સમય દરમિયાન, મસ્કે મેલોનીને વિશ્વસનીય, પ્રામાણિક અને વિચારશીલ ગણાવી હતી.

આ સમારોહ દરમિયાન, મસ્ક અને મેલોની બન્ને બ્લેક ડ્રેસમાં જોવા મળી રહ્યા છે. જે જોઈ યુઝર્સ કમેન્ટ કરી રહ્યા છે કે બંને વચ્ચેની કેમેસ્ટ્રી સ્ટેજ પર સ્પષ્ટ દેખાય રહી છે. એવોર્ડ મેળવ્યા પછી, મેલોની એલોન મસ્ક અને તેની માતા સાથે ટેબલ શેર કરતી જોવા મળી હતી.

મસ્કે ડેટિંગને લઈને આપ્યો આવો જવાબ

આ દરમિયાન બંનેની તસવીરોએ આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું. લોકો પૂછવા લાગ્યા કે શું ઈલોન મસ્ક મેલોનીને ડેટ કરી રહી છે જો કે, ઘણા યુઝર્સને જવાબ આપતા મસ્કે X પર લખ્યું છે કે તે મેલોનીને ડેટ નથી કરી રહ્યો. મસ્ક અને મેલોની વચ્ચે કોઈપણ પ્રકારનો રોમેન્ટિક સંબંધ નથી.

એક યુઝરને જવાબ આપતા મસ્કે લખ્યું કે, ‘હું મારી માતા સાથે ત્યાં હાજર હતો, ઈટાલીના વડાપ્રધાન મેલોની અને મારી વચ્ચે રોમેન્ટિક સંબંધ જેવું કંઈ નથી.’

આ કેસ પરથી સોશિયલ મીડિયા પર કોઈ સમાચાર કે અફવા કેટલી ઝડપથી ફેલાઈ છે તેનો અંદાજ તમને મળી શકે છે. લોકોએ મેલોની અને મસ્કને એટલા ટ્રોલ કર્યા કે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક એલોન મસ્કને હવે સામે આવી સ્પષ્ટતા આપવી પડી છે. તમને જણાવી દઈએ કે એલોન મસ્ક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X તેમજ SpaceX અને Tesla ના માલિક છે અને તેમની લાઈફસ્ટાઈલ હંમેશા સમાચારોમાં રહે છે.

 

Next Article