મોદી સરકારને વધુ એક મોટી સફળતા : 257 મોતોનો ગુનેગાર અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમનો મોસ્ટ વૉંટેડ સાથી અબુ બકર દુબઈથી ઝડપાયો, ભારત લાવવાની પ્રક્રિયા શરુ

|

Feb 14, 2019 | 2:53 AM

1993ના મુંબઈ સીરિયલ બૉંબ ધડાકાના કેસમાં ભારતીય એજંસીઓને વધુ એક મોટી સફળતા મળી છે. ભારતીય સલામતી એજંસીઓએ 1993માં થયેલા મુંબઈ સીરિયલ બૉંબ ધડાકા કાંડમાં ભારતના બે મોસ્ટ વૉંટેડ આતંકીઓને દુબઈમાંથી ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આતંકીઓમાં એકની ઓળખ અબુ બકર તરીકે થઈ છે. અબુ બકર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં ટ્રેનિંગ, આરડીએક્સ લાવવા અને અંડરવર્લ્ડ ડૉન દાઉદ […]

મોદી સરકારને વધુ એક મોટી સફળતા : 257 મોતોનો ગુનેગાર અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમનો મોસ્ટ વૉંટેડ સાથી અબુ બકર દુબઈથી ઝડપાયો, ભારત લાવવાની પ્રક્રિયા શરુ

Follow us on

1993ના મુંબઈ સીરિયલ બૉંબ ધડાકાના કેસમાં ભારતીય એજંસીઓને વધુ એક મોટી સફળતા મળી છે.

ભારતીય સલામતી એજંસીઓએ 1993માં થયેલા મુંબઈ સીરિયલ બૉંબ ધડાકા કાંડમાં ભારતના બે મોસ્ટ વૉંટેડ આતંકીઓને દુબઈમાંથી ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આતંકીઓમાં એકની ઓળખ અબુ બકર તરીકે થઈ છે. અબુ બકર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં ટ્રેનિંગ, આરડીએક્સ લાવવા અને અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમના દુબઈ ખાતેના ઘરે કાવતરું રચવામાં સામેલ હતો.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

એજંસીઓના જણાવ્યા મુજબ અબુ બકર મુખ્ય કાવતરાખોરોમાંથી એક છે અને પાકિસ્તાન તથા યૂએઈમાં રહેતો હતો. ગુપ્તચર ઇનપુટના આધારે તેને પકડી પાડવામાં આવ્યો છે. અબુ બકરનું આખુ નામ અબુ બકર અબ્દુલ ગફૂર શેક છે કે જે મોહમ્મદ અને મુસ્તફા દૌસા સાથે સ્મગલિંગમાં સામેલ હતો. તેણે સોનું, કપડાં અને ઇલેક્ટ્રૉનિક ઉપકરણોનું અખાતના દેશોમાંથી મુંબઈ અને આજુબાજુના લૅંડિંગ પૉઇંટમાં સ્મલિંગ કરી આપૂર્તિ કરી હતી.

અબુ બકર વિરુદ્ધ 1997માં રેડ કૉર્નર નોટિસ ઇસ્યુ થઈ હતી અને ત્યારથી ભારતીય તપાસ એજંસીઓ તેની શોધમાં હતી, પરંતુ હવે તે દુબઈમાંથી ઝડપાઈ ગયો છે. અબુ બકરના દુબઈ સાથે ઘણા વ્યાપાર હિતો જોડાયેલા છે. તેણે ઈરાનની એક મહિલા સાથે લગ્ન કર્યા છે.

તપાસ એજંસીઓએ અબુ બકરને દુબઈથી ભારત લાવવા માટેની પ્રત્યર્પણ પ્રક્રિયા શરુ કરી દીધી છે.

નોંધનીય છે કે 12 માર્ચ, 1993ના રોજ મુંબઈમાં 12 અલગ-અલગ જગ્યાએ થયેલા શ્રેણીબદ્ધ બૉંબ ધડાકામાં 257 લોકોના મોત થયા હતાં, જ્યારે 713 જણા ઈજાગ્રસ્ત થયા હતાં.

[yop_poll id=1390]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Next Article