ગર્વની વાત: મૂળ ભારતીય પત્રકારને મેઘા રાજગોપાલનને અમેરિકાનો પત્રકારત્વનો શ્રેષ્ઠ એવોર્ડ મળ્યો

|

Jun 12, 2021 | 4:47 PM

પુલિત્ઝર બોર્ડે શુક્રવારે એવોર્ડની ઘોષણા કરી હતી. મેઘાની સાથે, ઇન્ટરનેટ મીડિયા બઝફીડ ન્યૂઝના બે પત્રકારોને પણ આ સન્માનથી નવાજવામાં આવ્યા છે.

ગર્વની વાત: મૂળ ભારતીય પત્રકારને મેઘા રાજગોપાલનને અમેરિકાનો પત્રકારત્વનો શ્રેષ્ઠ એવોર્ડ મળ્યો
મેઘા રાજગોપાલન

Follow us on

મૂળ ભારતીય પત્રકાર મેઘા રાજગોપાલન (Megha Rajagopalan)ને અમેરિકાનો ટોપ જર્નાલિઝમ સમ્માન ‘પુલિત્ઝર’ (Pulitzer) એનાયત કરવામાં આવ્યો છે. ખરેખર મેઘાએ સેટેલાઇટ ટેકનોલોજીની મદદથી ચીનનો ભયંકર ચહેરો છતો કર્યો. પોતાના અહેવાલમાં મેઘાએ તે ઉઇગર મુસ્લિમોની દશા અને હાલતની વિગતો આપી હતી, જેઓ ચીનમાં અટકાયત કેન્દ્રોમાં બંધ છે.

પુલિત્ઝર બોર્ડે શુક્રવારે એવોર્ડની ઘોષણા કરી હતી. મેઘાની સાથે, ઇન્ટરનેટ મીડિયા બઝફીડ ન્યૂઝના બે પત્રકારોને પણ આ સન્માનથી નવાજવામાં આવ્યા છે. મેઘા ​​ઉપરાંત ભારતીય મૂળના પત્રકાર નીલ બેદીને (Neil Bedi) સ્થાનિક રીપોર્ટીંગની કેટેગરીમાં પુલિત્ઝર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

નીલે ટેમ્પા બે ટાઇમ્સ (Tampa Bay Times) માટે એક સંપાદક સાથે મળીને ઇન્વેસ્ટીગેશન સ્ટોરી કરી હતી. જેમાં ફ્લોરિડામાં કાયદા અમલીકરણ અધિકારીઓ દ્વારા બાળકોની તસ્કરી મુદ્દે લખ્યું હતું. કોલમ્બિયા યુનિવર્સિટીની ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ જર્નાલિઝમ ખાતે પુલિત્ઝર બોર્ડ દ્વારા રજૂ કરાયેલ પુલિટ્ઝર પ્રાઇઝનું આ 105 મુ વર્ષ છે.

મહામારીના આ સમયના કારણે આ અવોર્ડ વર્ચ્યુઅર્લ થઇ રહ્યા છે. જેમાં અશ્વેત જોર્જ ફ્લોયડ પર તૈયાર કરવામાં આવેલા રિપોર્ટને પણ સન્માન મળ્યું. બ્રેકિંગ ન્યૂઝ કેટેગરીમાં મિનીયાપોલિસ પોલીસે જ્યોર્જ ફ્લોઇડના મૃત્યુના કવરેજ માટે સ્ટાર ટ્રિબ્યુન સ્ટાફનું સન્માન કર્યું.

ઈન્વેસ્ટીગેશન રીપોર્ટીંગ સ્ટોરીમાં ખતરનાક ટ્રક ડ્રાઈવરો વિશે જાણકારી જાહેર કરવામાં નિષ્ફળ રાજ્ય સરકારોને ઉજાગર કરતી રીપોર્ટીંગ માટે ધ બોસ્ટન ગ્લોબના મેટ રોશેલ્યુ, વર્નલ કોલમેન, લૌરા ક્રિમલડી, ઇવાન એલન અને બ્રેન્ડન મૈકાર્થીને એવોર્ડ અપાયો હતો.

 

આ પણ વાંચો: ‘Taarak Mehta…’ ના કલાકાર એક સમયે દેખાતા હતા આવા, જેઠાલાલના આ લૂક પર થઇ જશો ફિદા

આ પણ વાંચો: ભગવાન શ્રી રામની ભક્તિમાં લીન થઇ ઐશ્વર્યા રાયની લાડલી, ઝૂમીને ગાયુ ભજન, જુઓ Video

Published On - 4:45 pm, Sat, 12 June 21

Next Article