ભારતના વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રુંગલા (Harsh Vardhan Shringla) એ ગુરુવારે અમેરિકાના નાયબ વિદેશ મંત્રી વેન્ડી શેરમન (Wendy Sherman) સાથે મુલાકાત કરી. આ દરમિયાન, અફઘાનિસ્તાન (Afghanistan) માં ચાલી રહેલા પ્રકરણ પર સતત સંકલન પર ચર્ચા થઈ. આ સિવાય, ક્વાડ દ્વારા ઇન્ડો-પેસિફિક સહયોગને મજબૂત કરવા, જળવાયુ સંકટ અને કોરોના રોગચાળાની સમીક્ષા, 2+2 મંત્રીઓની બેઠક જેવી આગામી બેઠકોની તૈયારી સહિતના ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઇસે ગુરુવારે જણાવ્યું હતું કે, “નાયબ સચિવ શેરમન અને વિદેશ સચિવ શ્રુંગલાાએ યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારત વચ્ચે સબંધોને વધુ મજબૂત બનાવવા માટે સહિયારા લક્ષ્યો અને પ્રાથમિકતાઓ પર સંકલન જાળવવા સંમત થયા હતા.
શેરમને ટ્વિટ કર્યું, “મેં ભારતીય વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રુંગલાા સાથે અફઘાનિસ્તાન પર સંકલન, ક્વોડ દ્વારા ઇન્ડો-પેસિફિક સહકારને મજબૂત કરવા અને જળવાયુ સંકટ અને કોવિડ -19 રોગચાળાની સમીક્ષા સહિતની પ્રાથમિકતાઓ પર ચર્ચા કરી.”
I met with Indian Foreign Secretary @harshvshringla to discuss shared priorities including coordination on Afghanistan, strengthening Indo-Pacific cooperation via the Quad, and addressing the climate crisis and the COVID-19 pandemic. https://t.co/LxCIKtcWeJ pic.twitter.com/pcoheGXQv1
— Wendy R. Sherman (@DeputySecState) September 2, 2021
શ્રુંગલાએ એન્ટોની બ્લિન્કેનની પણ કરી મુલાકાત
શેરમનની ટ્વીટનો જવાબ આપતા, શ્રુંગલાએ તાત્કાલિક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે યુએસ નાયબ વિદેશ મંત્રીનો આભાર માન્યો. શ્રુંગલાએ ટ્વિટ કર્યું, ‘પરસ્પર મહત્વના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવા બદલ આભાર.’ આ પહેલા હર્ષવર્ધન શ્રુંગલાએ યુએસના વિદેશ મંત્રી એન્ટોની બ્લિન્કેન (Antony Blinken) ને પણ મળ્યા હતા અને દ્વિપક્ષીય સંબંધો તેમજ અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રુંગલાએ અમેરિકાના વિદેશ મંત્રી બ્લિન્કેન સાથે મુલાકાત કરી હતી અને આ દરમિયાન દ્વિપક્ષીય સંબંધો અને અફઘાનિસ્તાનની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી.
શેરમન સાથેની બેઠક દરમિયાન, વિદેશ સચિવે આરોગ્ય-સંભાળ, સંરક્ષણ અને સુરક્ષા, વેપાર અને રોકાણ, વિજ્ઞાન અને ટેકનોલોજી, જળવાયુ પરિવર્તન અને સ્વચ્છ ઉર્જા સહિતના ક્ષેત્રોમાં ભારત-યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરી હતી.
Foreign Secretary @harshvshringla called on US Secretary of State @SecBlinken. Discussions touched on bilateral ties and the situation in Afghanistan. pic.twitter.com/pKP3zn7LvV
— Arindam Bagchi (@MEAIndia) September 2, 2021
બાગચીએ કહ્યું કે તેમણે અફઘાનિસ્તાન, ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર તેમજ કોવિડ -19 રોગચાળાની સ્થિતિની પણ સમીક્ષા કરી. સંયુક્ત રાષ્ટ્ર પર સહયોગ અને પરસ્પર હિતના અન્ય પ્રાદેશિક અને બહુપક્ષીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી.
આ પણ વાંચો: Lifestyle : રોટલી બનાવવા સિવાય પણ લોટનો આ પાંચ રીતે ઉપયોગ કરી શકાય છે !