Scripps Spelling Bee: ભારતીય અમેરિકી દેવ શાહે 2023નો ‘નેશનલ સ્પેલિંગ બી’ ખિતાબ જીત્યો, આ સ્પેલિંગથી જીત્યું ટાઈટલ

|

Jun 02, 2023 | 1:33 PM

14 વર્ષની વયના અને આઠમા ધોરણમાં અભ્યાસ કરતા દેવ શાહે યુએસએના ફ્લોરિડામાં 95મી સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બીમાં સાચી જોડણી દ્વારા $50,000 જીત્યા છે. ભારતીય રૂપિયામાં આ રકમ લગભગ 41 લાખ રૂપિયા છે.

Scripps Spelling Bee: ભારતીય અમેરિકી દેવ શાહે 2023નો નેશનલ સ્પેલિંગ બી ખિતાબ જીત્યો, આ સ્પેલિંગથી જીત્યું ટાઈટલ
National Spelling Bee 2023

Follow us on

અમેરિકાના ફ્લોરિડામાં રહેતા 14 વર્ષના દેવ શાહે ‘નેશનલ સ્પેલિંગ બી’નો ખિતાબ જીત્યો છે. ગુરુવારે રાત્રે 2023 સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બી ટાઇટલ જીતનાર દેવ શાહને ઇનામ તરીકે $50,000 (આશરે રૂ. 41 લાખ) મળ્યા હતા. દેવ શાહે Psammophileનો સ્પેલિંગ સાચો કરીને આ ખિતાબ જીત્યો છે. આ પ્રસંગે દેવ શાહે જણાવ્યું હતું કે તેમના પગ હજુ પણ ધ્રૂજી રહ્યા છે. તે માની શકતો નથી કે આ ટાઇટલ ખરેખર તેના નામે થઈ ગયુ છે. તમને જણાવી દઈએ કે દેવ શાહ માટે નેશનલ સ્પેલિંગ બી ટાઈટલ જીતવાની આ ત્રીજો અને છેલ્લો અવસર હતો.

14 વર્ષના દેવ શાહે નેશનલ સ્પેલિંગની સ્પર્ધામાં મેળવી જીત

14 વર્ષની વયના અને આઠમા ધોરણમાં અભ્યાસ કરતા દેવ શાહે યુએસએના ફ્લોરિડામાં 95મી સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બીમાં સાચી જોડણી દ્વારા $50,000 જીત્યા છે. ભારતીય રૂપિયામાં આ રકમ લગભગ 41 લાખ રૂપિયા છે. મેરીલેન્ડમાં આ સ્પર્ધા જીત્યા બાદ દેવ શાહે કહ્યું, “શું તે સાચું છે! મારા પગ હજુ પણ ધ્રૂજી રહ્યા છે.” દેવ શાહે જણાવ્યું કે ગયા વર્ષે કોરોના મહામારીને કારણે તે પ્રાદેશિક ‘સ્પેલિંગ બી’ સ્પર્ધામાં ભાગ લઈ શક્યો ન હતો. પરંતુ સખત મહેનતથી તેણે આ વર્ષે ‘સ્ક્રીપ્સ નેશનલ સ્પેલિંગ બી’નો ખિતાબ જીત્યો છે.

https://twitter.com/ScrippsBee/status/1664454698256986113?s=20

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

Psammophile શબ્દનો શું છે અર્થ?

દેવ શાહે આ સ્પર્ધામાં Psammophileનો સ્પેલિંગ સાચો કરીને ખિતાબ તેના નામ કર્યો હતો. ત્યારે આ શબ્દ Psammophile (Sammophile) તેનો અર્થ શું થાય છે તે અંગે દેવ શાહે સ્પર્ધા જીત્યા બાદ જણાવ્યું હતુ. તેણે કહ્યું, “ગ્રીકમાં સામો એટલે રેતી? અને ગ્રીકમાં ફાઈલ એટલે પ્રેમ.” તેવો અર્થ થાય છે.

11 લોકોમાંથી દેવ બન્યો વિજેતા

આ સ્પેલિંગ સ્પર્ધામાં વિશ્વભરમાંથી 11 મિલિયન લોકોએ ભાગ લીધો હતો, જેમાંથી માત્ર અગિયાર વિદ્યાર્થીઓ જ ફાઇનલમાં પ્રવેશી શક્યા હતા. આ સ્પર્ધાની પ્રારંભિક મેચ મંગળવારથી શરૂ થઈ હતી, જ્યારે ક્વાર્ટર ફાઈનલ અને સેમિફાઈનલ બુધવારે શરૂ થઈ હતી.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article