ભારત અને અમેરિકાએ તાલિબાનને આગ્રહ કર્યો કે આતંકીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન ના બને અફઘાનિસ્તાન

|

Oct 29, 2021 | 7:07 AM

તાલિબાને (Taliban) 15 ઓગસ્ટના રોજ સમગ્ર અફઘાનિસ્તાન (Afghanistan) પર કબ્જો કરી લીધો હતો. સપ્ટેમ્બરમાં તાલિબાનોએ વચગાળાની સરકારની રચના કરી હતી. આ વચ્ચે અફઘાનિસ્તાનમાં આતંકવાદનો સૌથી વધુ ભય છે. જેના માટે ભારત અને અમેરિકાએ તાલિબાનને અપીલ કરી છે.

ભારત અને અમેરિકાએ તાલિબાનને આગ્રહ કર્યો કે આતંકીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન ના બને અફઘાનિસ્તાન
File photo

Follow us on

ભારત (india) અને અમેરિકાએ (america) અફઘાનિસ્તાનને (afghanistan) લઈને તાલિબાનને (taliban) અપીલ કરી છે. બંને દેશોએ તાલિબાનને એ સુનિશ્ચિત કરવા કહ્યું છે કે અફઘાનિસ્તાનનો ઉપયોગ આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન તરીકે ન થાય. ભારત અને અમેરિકા વચ્ચે 26 અને 27 ઓક્ટોબરે આતંકવાદ વિરુદ્ધ સંયુક્ત સંવાદ યોજાયો હતો.

બંને દેશોએ તમામ આતંકવાદી જૂથો સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. તેમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા અલ-કાયદા, ISIS/Daesh, લશ્કર-એ-તૈયબા (LeT) અને જૈશ-એ-મોહમ્મદ (JeM) તરીકે નિયુક્ત કરાયેલા આતંકવાદી જૂથોનો પણ સમાવેશ થાય છે. યુએનએસસી ઠરાવ 2593 (2021) ને ટાંકીને બંને પક્ષોએ તાલિબાનને ખાતરી કરવા કહ્યું છે કે અફઘાનિસ્તાનનો ઉપયોગ અન્ય કોઈ દેશને ડરાવવા અથવા ધમકાવવા માટે ન થાય.

તેમણે કહ્યું કે આ ક્ષેત્રમાં સ્થિરતાનો અભાવ કોરોના રોગચાળાને નિયંત્રણમાં લાવવાના સામૂહિક પ્રયાસોને નબળો પાડશે. તેમણે કહ્યું કે અફઘાનિસ્તાન(Afghnistan)ની સ્થિતિ ગંભીર છે અને ચિંતાનો વિષય છે. તેમણે ટ્વિટર પર કહ્યું કે તેમણે આતંકવાદ, રોગચાળો અને વૈશ્વિક જનતાની સલામતી જેવા પડકારોનો સામનો કરવા માટે સીઆઈસીએ(CICA) ની સુસંગતતા પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે “અફઘાનિસ્તાનની ઘટનાઓએ સમજી શકાય તેવી ચિંતા ઊભી કરી છે”. વૈશ્વિક પ્રતિભાવને આકાર આપવા માટે CICA હકારાત્મક પરિબળ બની શકે છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

તો G20 સમિટ દરમિયાન વડાપ્રધાન મોદીએ અફઘાનિસ્તાન પર આંતરરાષ્ટ્રીય સમુદાયને એકીકૃત આંતરરાષ્ટ્રીય પ્રતિસાદ તૈયાર કરવા હાકલ કરી હતી, જેના વગર અફઘાનિસ્તાનની પરિસ્થિતિમાં ઇચ્છિત પરિવર્તન લાવવું મુશ્કેલ બનશે.

UNGA ના 76 માં સત્રમાં પણ વાત કરવામાં આવી હતી કે,  બંને દેશો (ભારત-અમેરિકા) એ અફઘાનિસ્તાન (Afghanistan) માં આતંકવાદ સામે લડવાના મહત્વ પર ચર્ચા કરી. તેમણે કહ્યું કે તાલિબાનોએ UNSC ઠરાવ 2593 પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા રાખવી જોઈએ અને અફઘાન ભૂમિનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ન કરવો જોઈએ.

નોંધનીય છે કે, થોડા સમય પહેલા તાલિબાન સાથેની બેઠક દરમિયાન અમેરિકન પ્રતિનિધિ મંડળે અમેરિકન નાગરિકોને સલામત માર્ગ પ્રદાન કરવા ઉપરાંત સુરક્ષા અને આતંકવાદ અંગે ચર્ચા કરી હતી. તેમજ વિદેશી નાગરિકો અને અફઘાન નાગરિકો, માનવ અધિકારો અને અફઘાન સમાજમાં મહિલાઓ અને છોકરીઓની સલામત અને સંપૂર્ણ ભાગીદારી પણ આ બેઠકનું કેન્દ્રબિંદુ હતું.

આ પણ વાંચો : Aryan Khan Case: દર શુક્રવારે NCBની સામે હાજર થવું પડશે, પાસપોર્ટ જમા કરવો પડશે, આ શરતો પર આર્યન ખાનને મળશે જામીન

આ પણ વાંચો : UP Assembly Election: અમિત શાહ ચૂંટણીની વ્યૂહરચના પર કરશે ચર્ચા, 100 ધારાસભ્યોની કપાઈ શકે છે ટિકિટ

 

Next Article