બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સને (Boris Johnson) કહ્યું હતું કે જો રશિયા યુક્રેન પર હુમલો કરે છે તો દસમાંથી નવ યુક્રેનિયનો અંત સુધી લડવા માટે તૈયાર છે. તેમણે આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે અમેરિકાએ પોતાના 3000 સૈનિકો પૂર્વ યુરોપ મોકલવાની જાહેરાત કરી છે. બ્રિટિશ પીએમએ કહ્યું કે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ તેમને કહ્યું હતું કે જો રશિયન હુમલો થશે તો તેનું પરિણામ લોહિયાળ ત્રાસદી હશે. રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ (Russia-Ukraine Tensions) સતત વધી રહ્યો છે.
જોન્સને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પણ ફોન પર વાત કરી છે. બ્રિટીશ પીએમએ રશિયન રાષ્ટ્રપતિને વિનાશક સંઘર્ષને રોકવા માટે સરહદ પરથી તેમના સૈનિકો પાછા ખેંચવા વિનંતી કરી છે. યુક્રેનની રાજધાની કિવથી પરત આવ્યા બાદ બોરિસ જોન્સને કહ્યું કે, અમને એક વાત સ્પષ્ટ કહેવામાં આવી હતી કે 90 ટકા યુક્રેનિયનો લડવા માટે તૈયાર છે. તેમની પાસે પોતાના 2,60,000 સૈનિકો અને 160,000 સૈનિકો કરાર પર છે.
આ સૈનિકોએ પ્રતિજ્ઞા લીધી છે કે આ એક સંપૂર્ણ યુદ્ધ હશે. જોન્સને કહ્યું કે, લશ્કરી કાર્યવાહી વાસ્તવમાં અત્યંત બેજવાબદારીભરી લાગે છે. પરંતુ તેઓ હુમલા માટે ઝીણવટભરી તૈયારીઓ કરી રહ્યા છે.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાડેનના લશ્કરી વડાઓએ કહ્યું કે તેમના 2,000 સૈનિકોને ઉત્તર કેરોલિનાથી પોલેન્ડ અને જર્મની મોકલવામાં આવશે, જ્યારે 1,000 વધુ સૈનિકોને જર્મનીથી રોમાનિયા મોકલવામાં આવશે. પુતિને નકારી કાઢ્યું કે તેઓ યુક્રેન પર આક્રમણ કરવા તૈયાર છે. પરંતુ યુક્રેન સાથેની સરહદો પાસે બે લાખથી વધુ સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. જેના કારણે અમેરિકાએ પોતાના સૈનિકોને આ તરફ મોકલ્યા છે. યુક્રેનને જાણવા મળ્યું છે કે ચેર્નોબિલ પરમાણુ દુર્ઘટના વિસ્તારમાં રશિયન સૈનિકો હાજર છે. આ વિસ્તાર હુમલા માટે ખુલ્લો દરવાજો આપી શકે છે.
રશિયાએ અમેરિકન સૈનિકો સામે વાંધો ઉઠાવ્યો અને આ જમાવટને પાયાવિહોણી અને વિનાશક ગણાવી. બાયડેન વહીવટીતંત્ર હવે કટોકટીનો રાજદ્વારી ઉકેલ શોધવાના પ્રયત્નોને નબળો પાડ્યા વિના યુએસ પ્રતિબદ્ધતા બતાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જોકે, નાટોની પૂર્વ બાજુએ એસ્ટોનિયા, લાતવિયા અને લિથુઆનિયાના બાલ્ટિક દેશોમાં સૈનિકો મોકલ્યા નથી. પેન્ટાગોનના પ્રેસ સેક્રેટરી જ્હોન કિર્બીએ જણાવ્યું હતું કે અમેરિકી દળોની તાત્કાલિક તૈનાતીનો હેતુ અમેરિકા અને સહયોગી દેશોનું મનોબળ વધારવાનો છે.
આ પણ વાંચો –
આ પણ વાંચો –