કોરોના રહ્યો નિયંત્રણમાં, તો PM મોદી ટૂંક સમયમાં જશે અમેરિકાની યાત્રા પર! જાણો વિગત

|

Jun 15, 2021 | 11:37 AM

કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં રહેશે તો વડાપ્રધાનની અમેરિકા મુલાકાત અંગે નિર્ણય લેવામાં આવશે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર UNGA ની બેઠક સપ્ટેમ્બરમાં યોજાય તેવી શક્યતા છે.

કોરોના રહ્યો નિયંત્રણમાં, તો PM મોદી ટૂંક સમયમાં જશે અમેરિકાની યાત્રા પર! જાણો વિગત
PM Modi (File Image)

Follow us on

PM મોદીની વિદેશ યાત્રાને લઈને અહેવાલ સામે આવ્યા છે. ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર વિદેશ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદીની યુએસ મુલાકાત અંગે ટૂંક સમયમાં જ નિર્ણય લેવામાં આવી શકે એમ છે. અહેવાલમાં જણાવ્યા અનુસાર સૂત્રોએ કહ્યું કે સંદર્ભે આવતા મહિને સમીક્ષા બેઠક યોજાવાની છે.

UNGA ની બેઠક સપ્ટેમ્બરમાં યોજાય તેવી શક્યતા

મળતી માહિતી મુજબ કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં રહેશે તો વડાપ્રધાનની અમેરિકા મુલાકાત અંગે નિર્ણય લેવામાં આવશે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર UNGA ની બેઠક સપ્ટેમ્બરમાં યોજાય તેવી શક્યતા છે, જ્યારે QUAD ની બેઠક સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં યોજાવાની છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

નિર્ણય આવતા મહીને લેવામાં આવશે

આ બેઠક માટે PM મોદી US ના પ્રવાસ પર જશે કે નહીં તેનો નિર્ણય આવતા મહીને લેવામાં આવશે. શક્યતા છે કે જો PM મોદી અમેરિકાના પ્રવાસે જાય છે તો જો બાઈડન સાથે મૂલાકાત પણ કરી શકે છે. આ ઉપરાંત અમેરિકામાં ભારતના રાજદૂત તરનજીત સિંહ સંધૂએ પણ એવા સંકેત આપ્યા છે કે ભારત અને અમેરિકાના સંબંધોને મજબુત કરવા માટે PM મોદી અમેરિકાની મુલાકાત લઇ શકે છે.

વર્ષના અંત સુધીમાં બધા નેતાઓની વ્યક્તિગત રૂપે બેઠક

તમને જણાવી દઈએ કે બાઈડનના રાષ્ટ્રપતિ બન્યા બાદ PM મોદી સાથે 3 વાર ફોન પર વાત કરી ચૂક્યા છે. તાજેતરમાં PM મોદી એ G7 સમિતની બેઠકમાં વર્ચ્યુઅર્લ ભાગ પણ લીધો હતો. PM મોદી અણી અમેરિકાના રાષ્ટ્રપતિ સતત સંપર્કમાં રહે છે. તેમજ તરનજીત સિંહ સંધૂનું પણ કહેવું છે કે ક્વાડની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે આ વર્ષના અંત સુધીમાં બધા નેતાઓ વ્યક્તિગત રૂપે બેઠક કરે.

2020 થી બાંગ્લાદેશ સિવાય અન્ય કોઈ મોટો પ્રવાસ નહીં

વિદેશ પ્રધાન એસ જયશંકરે તાજેતરમાં જ અમેરિકાની મુલાકાત લીધી હતી. બંને દેશોના નેતાઓએ વિવિધ મુદ્દાઓ અંગે સતત વાતચીત કરી. પીએમ મોદીએ યુએસ રાષ્ટ્રપતિ બાઈડન તેમજ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે વાત કરી હતી.પીએમ મોદીના વિદેશ પ્રવાસની વાત કરીએ તો વર્ષ 2020 થી બાંગ્લાદેશની મુલાકાત સિવાય અન્ય કોઈ મોટો પ્રવાસ થયો નથી. પીએમ મોદીની બાંગ્લાદેશ યાત્રા એવા સમયે થઈ હતી જ્યારે દેશમાં કોરોના નિયંત્રણમાં હતો. કોરોનાથી સ્થિતિ વધુ વણસ્યા પછી દેશમાં હવે સંક્રમણ ધીમે ધીમે નિયંત્રણમાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં પીએમ મોદીની અમેરિકા મુલાકાતની સંભાવના વધી ગઈ છે.

 

આ પણ વાંચો: Corona New Variant ‘Delta Plus’: કોરોનાનો નવો પ્રકાર આવ્યો સામે, વૈજ્ઞાનિકોએ કહી આ વાત

આ પણ વાંચો: ખુશખબર: અમેરિકા નહીં પરંતુ સૌથી પહેલા ભારતમાં લોન્ચ થશે 90 % અસરકારક આ વેક્સિન!

Next Article