Corona રસી નથી લીધી, તો સિમકાર્ડ કરી દેવાશે બ્લોક, જાણો કયાં લેવાયો છે આ નિર્ણય

|

Jun 11, 2021 | 4:13 PM

Corona વિરુદ્ધ રસીકરણ અભિયાનને પ્રોત્સાહન આપવા વિવિધ લાલચ આપવામાં આવી રહી છે, પરંતુ પાકિસ્તાનમાં સિમકાર્ડ બ્લોક કરવાની ધમકીઓ આપવામાં આવી રહી છે.

Corona રસી નથી લીધી, તો સિમકાર્ડ કરી દેવાશે બ્લોક, જાણો કયાં લેવાયો છે આ નિર્ણય
ફાઇલ

Follow us on

Corona વિરુદ્ધ રસીકરણ અભિયાનને પ્રોત્સાહન આપવા વિવિધ લાલચ આપવામાં આવી રહી છે, પરંતુ પાકિસ્તાનમાં સિમકાર્ડ બ્લોક કરવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. પાકિસ્તાનની પંજાબ સરકારે ગુરુવારે કોરોના વાયરસની રસી નહીં લેનારા લોકોના મોબાઇલ સિમકાર્ડ્સને બ્લૉક કરવાનો નિર્ણય કર્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનમાં પંજાબ પ્રાંતના આરોગ્ય પ્રધાન ડૉ. યાસ્મિન રશીદની અધ્યક્ષતામાં મળેલી બેઠક દરમિયાન, આ નિર્ણય લેવામાં આવ્યો હતો કે, જે લોકોને રસી ન અપાય, તેમના સિમકાર્ડ બ્લૉક કરવામાં આવશે. આ બેઠકમાં સિવિલ અને લશ્કરી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન અધિકારીઓએ નિર્ણય લીધો કે 12 જૂનથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે વૉક-ઇન રસીકરણ શરૂ કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે આ વર્ષે ડિસેમ્બરના અંત સુધીમાં પાકિસ્તાને 70 કરોડ લોકોને રસી આપવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.

પ્રાંતિય સરકાર આ પ્રાંતમાં ધાર્મિકસ્થાનોની બહાર મોબાઈલ રસીકરણ કેમ્પ સ્થાપશે અને પ્રાધાન્ય ધોરણે કેન્સર અને એઇડસ ગ્રસ્ત લોકોને રસી આપશે. સરકારે કહ્યું કે રસી મળ્યા બાદ જ લોકો સિનેમા, રેસ્ટોરાં અને લગ્નમાં ભાગ લઈ શકશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે નેશનલ કમાન્ડ એન્ડ ઓપરેશન સેંટર (એનકોસી) એ શુક્રવાર, 11 જૂનથી 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકો માટે વૉક-ઇન રસીકરણ સુવિધા ખોલવાની જાહેરાત કરી હતી. તમને જણાવી દઈએ કે આજથી 18 વર્ષથી ઉપરના લોકો વૉક-ઇન સુવિધા સાથે કેન્દ્રમાં રસી લઈ શકે છે. એટલે કે, વહેલા તે પહેલાના ધોરણે રસી આપવામાં આવશે.

Next Article