Iceland : મચ્છર, કીડી અને મકોડા વગરનો દુનિયાનો એકમાત્ર દેશ, જાણો મચ્છર ન હોવાનું પાછળનું કારણ

|

Jun 04, 2021 | 4:51 PM

આઇસલેન્ડિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેચરલ હિસ્ટ્રીની પ્રયોગશાળામાં આઇસલેન્ડ (Iceland) ના એકમાત્ર મચ્છરને સાચવીને રાખવામાં આવ્યું છે.

Iceland : મચ્છર, કીડી અને મકોડા વગરનો દુનિયાનો એકમાત્ર દેશ, જાણો મચ્છર ન હોવાનું પાછળનું કારણ
સાંકેતિક તસ્વીર

Follow us on

Iceland : દુનિયાભરના લોકો મચ્છર (Mosquitoes) ના ત્રાસથી હેરાન થઇ રહ્યાં છે. વિવિધ ગંભીર રોગોને જન્મ આપનાર આ મચ્છરથી બચવા માટે લોકો ઘણાં પગલાં લેતા જોવા મળે છે, પરંતુ અમે તમને એવા દેશ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં ગોતવા છતાં પણ મચ્છરો મળતા નથી. દુનિયાનો આ એક માત્ર એવો દેશ છે જ્યાં મચ્છર, કીડી અને મકોડાનું અસ્તિત્વ નથી.

મચ્છર વગરનો દુનિયાનો એકમાત્ર દેશ
આ દેશ ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં સ્થિત આઇસલેન્ડ (Iceland) છે. વર્લ્ડ એટલાસ મુજબ, છૂટાછવાયા વસ્તીવાળા આ દેશમાં આશરે 1300 પ્રકારના જીવો વસેલા છે, પરંતુ તેમાં એક પણ મચ્છર (Mosquitoes) નથી. ગ્રીનલેન્ડ, સ્કોટલેન્ડ અને ડેનમાર્ક જેવા પડોશી દેશોમાં મચ્છર ભરપૂર પ્રમાણમાં હોવા છતાં, આઇસલેન્ડમાં મચ્છરોની ગેરહાજરી ઘણા સંશોધકો માટે રસપ્રદ બની છે.

આ કારણથી મચ્છરોનો જન્મ જ નથી થતો
આઇસલેન્ડ (Iceland) માં મચ્છરો (Mosquitoes) ના આ રહસ્ય વિશે સંશોધકો દ્વારા અનેક પ્રકારના ખુલાસા કરવામાં આવ્યાં છે. એવું કહેવામાં આવે છે કે મચ્છરોના ઉછેર માટે છીછરા તળાવ અને અન્ય જળસ્રોતોમાં સ્થિર પાણીની જરૂર હોય છે, જ્યાં મચ્છરોએ મુકેલા ઇંડા લાર્વામાં ફેરવાય છે અને લાર્વાને વિકસિત થવા માટે ચોક્કસ સમયગાળા માટે ચોક્કસ તાપમાને સ્થિર પાણીની જરૂર પડે છે. આ સમગ્ર ચક્ર માટે, આઇસલેન્ડમાં મચ્છરોના સંવર્ધન માટે પુરતા પ્રમાણમાં અને લાંબા સમય સુધી સ્થિર રહેનારું જળ નથી.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

-38 ડીગ્રી પહોચી જાય છે તાપમાન
બીજી બાજુ, એવું પણ કહેવામાં આવે છે કે આઇસલેન્ડ (Iceland) નું તાપમાન ખૂબ ઓછું છે, જે -38 ડીગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. અહીં પાણી ખૂબ જ સરળતાથી થીજી જાય છે, જે મચ્છરોનું સંવર્ધન અશક્ય બનાવે છે.

 

મચ્છર સહીતના જીવો માટે પ્રતિકૂળ ભૌગોલિક સ્થિતિ
બીજો સિદ્ધાંત એ છે કે આઇસલેન્ડના પાણી, માટી અને સામાન્ય ઇકોસિસ્ટમની રાસાયણિક રચના મચ્છરના જીવ માટે અનુકુળ નથી. આ એક તર્ક છે. જો કે, અહીંનું વાતાવરણ સાપ અને અન્ય જંતુઓ માટે પણ અનુકૂળ નથી, જેના કારણે તેઓ પણ અહીં જોવા મળતા નથી.

દેશના એક માત્ર મચ્છરને સાચવીને રાખવામાં આવ્યું
આઇસલેન્ડિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેચરલ હિસ્ટ્રીની પ્રયોગશાળામાં આઇસલેન્ડ (Iceland) ના એકમાત્ર મચ્છરને સાચવીને રાખવામાં આવ્યું છે. આ મચ્છર 1980 ના દાયકામાં આઇસલેન્ડના વિમાનના કેબિનમાંથી આઇસલેન્ડના જીવ વૈજ્ઞાનિક ગિલસી માર ગ્લાસલોને પકડ્યો હતો, જેને એક બોટલમાં રાખવામાં આવ્યું છે.

Published On - 11:56 pm, Thu, 3 June 21

Next Article