સાઉદીના હુમલા બાદ યમનમાં તબાહીના દ્રશ્યો સર્જાયા, 100 થી 200 લોકોના મોત

|

Jan 23, 2022 | 3:10 PM

Saudi Attack on Yemen: સાઉદી અરેબિયાની આગેવાની હેઠળના લશ્કરી ગઠબંધને યમન પર હવાઈ હુમલો કર્યો છે. જેમાં સેંકડો લોકોના મોત થયા છે.

સાઉદીના હુમલા બાદ યમનમાં તબાહીના દ્રશ્યો સર્જાયા, 100 થી 200 લોકોના મોત
hundreds killed after Saudi Arabia's Air Strike in Yemen

Follow us on

સંયુક્ત રાષ્ટ્રના (United Nations Chief) વડાએ યમનના સાદા શહેર પર સાઉદી ગઠબંધનના હવાઈ હુમલાની (Saudi Attack on Yemen) સખત નિંદા કરી છે. અને આ ઘટનાની તપાસની વિનંતી કરી છે. આ હુમલામાં 70થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે રેડ ક્રોસે 100 થી વધુ લોકોના મોતની જાણ કરી છે. યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુતેરેસના (Antonio Guterres)  પ્રવક્તા સ્ટેફન ડુજારિકે જણાવ્યું હતું કે, “સચિવ-જનરલએ જવાબદારી સુનિશ્ચિત કરવા માટે આ ઘટનાઓની ત્વરિત, અસરકારક અને પારદર્શક તપાસની હાકલ કરી છે.”

યમનમાં રેડ ક્રોસના પ્રવક્તા બશીર ઓમરે જણાવ્યું હતું કે બચાવકર્તા પીડિતોની શોધ ચાલુ રાખી રહ્યા છે. રેડ ક્રોસના જણાવ્યા અનુસાર આ હુમલામાં 100થી વધુ લોકોના મોત થયા છે. યમનના હુથી બળવાખોરો અને એક સહાય જૂથે શનિવારે દાવો કર્યો હતો કે ઓછામાં ઓછા 82 લોકો માર્યા ગયા છે. જોકે, હુમલાને કારણે કેટલા લોકોના મોત થયા છે તેની અમે સ્વતંત્ર રીતે પુષ્ટિ કરી શકતા નથી. ડોક્ટર્સ વિધાઉટ બોર્ડર્સે કહ્યું છે કે લગભગ 200 લોકોના મોત થયા છે.

યમનમાં એમએસએફના મિશનના વડા અહેમદ મહતે જણાવ્યું હતું કે તેમની પાસે ઘણા અહેવાલો છે જે દર્શાવે છે કે ઘટનાસ્થળે હજુ પણ ઘણા મૃતદેહો છે. સાઉદી અરેબિયાએ શનિવારે બંદર શહેર હુદાયદાહ પર બીજો હવાઈ હુમલો કર્યો. આ હુમલા સાથે જોડાયેલી માહિતી બાદમાં સેટેલાઇટ તસવીરોમાં સામે આવી હતી. હુમલામાં એક ટેલિકોમ્યુનિકેશન સેન્ટરને નુકસાન થયું છે. જેના કારણે યમનમાં ઈન્ટરનેટ કનેક્શન ઠપ્પ થઈ ગયું હતું. શનિવારે સવારે પણ ઈન્ટરનેટ બંધ રહ્યું હતું.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

યમનના હુથી બળવાખોરોના આરોગ્ય પ્રધાન તાહા અલ-મોતાવકીલે વૈશ્વિક સમુદાયને તબીબી સહાય પૂરી પાડવા અપીલ કરી છે. તેણે સાઉદી ગઠબંધન પર નાગરિકોને જાણી જોઈને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો. તેણે કહ્યું, ‘અમે તેને માનવતા વિરુદ્ધ યુદ્ધ અપરાધ માનીએ છીએ. માનવ ઇતિહાસના આ નિર્ણાયક સમયે વિશ્વએ તેની જવાબદારી લેવી જ જોઇએ. ઘટનાસ્થળની કેટલીક તસવીરો પણ સામે આવી છે, જેમાં લોકો લોહીથી લથપથ હાલતમાં કાટમાળ નીચે દટાયેલા જોવા મળ્યા હતા. દરેક જગ્યાએ લાશો પડેલી જોવા મળે છે. સેવ ધ ચિલ્ડ્રનનું કહેવું છે કે હુદાયદાહમાં થયેલા હુમલામાં ઓછામાં ઓછા ત્રણ બાળકોના પણ મોત થયા છે.

આ પણ વાંચો –

અમેરિકાના આઈડિયા ચોરીને ચીને તૈયાર કર્યું દુનિયાનું પહેલું ‘બોડી શિલ્ડ’ ટેન્કને તબાહ કરતી ગોળીઓને સામનો કરવા સક્ષમ

આ પણ વાંચો –

અંતરિક્ષ યાત્રા માટે બની રહ્યું છે ‘સ્પેસ્પ્લેન’ જે સામાન્ય પ્લેનની જેમ ભરશે ઉડાન, જાણો તેની ખાસિયતો

Next Article