સીરિયા એક સમયે હતો ખ્રિસ્તીઓનો ગઢ, તો પછી કેવી રીતે બન્યો ઈસ્લામ દેશ ? 

આજના સીરિયાને આરબ ઇસ્લામિક દેશ તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં મોટાભાગની વસ્તી સુન્ની મુસ્લિમોની છે. આ ઉપરાંત શિયાઓ, ખ્રિસ્તીઓ, અને અન્ય જાતિના લોકો પણ આ દેશનો ભાગ છે. પરંતુ શું તમે જાણો છો કે આ એ જ સીરિયા છે જે એક સમયે ખ્રિસ્તી ધર્મનો ગઢ માનવામાં આવતું હતું. ત્યારે આ લેખમાં જાણીશું કે, સીરિયા કેવી રીતે બન્યો મુસ્લિમ દેશ.

સીરિયા એક સમયે હતો ખ્રિસ્તીઓનો ગઢ, તો પછી કેવી રીતે બન્યો ઈસ્લામ દેશ ? 
Syria
| Updated on: Dec 15, 2024 | 4:21 PM

સીરિયામાં બશર અલ-અસદની સરકારનો અંત આવી ગયો છે. છેલ્લા બે-ત્રણ અઠવાડિયામાં બનેલી ઘટનાઓએ ઈતિહાસ બદલી નાખ્યો છે, કારણ કે બળવાખોરોએ રાજધાની દમાસ્કસ પર કબજો કરી લીધો છે. આ સાથે હયાત તહરીર અલ-શામ (HTS) જૂથે બશર અલ-અસદના 24 વર્ષ લાંબા શાસનનો અંત લાવ્યો છે. આજના સીરિયાને આરબ ઇસ્લામિક દેશ તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં મોટાભાગની વસ્તી સુન્ની મુસ્લિમોની છે. આ ઉપરાંત શિયાઓ, ખ્રિસ્તીઓ, દ્રુઝ અને અન્ય જાતિના જૂથો પણ આ દેશનો ભાગ છે. પરંતુ શું તમે જાણો છો કે આ એ જ સીરિયા છે જે એક સમયે ખ્રિસ્તી ધર્મનો ગઢ માનવામાં આવતું હતું. ત્યારે આ લેખમાં જાણીશું કે, સીરિયા કેવી રીતે બન્યો મુસ્લિમ દેશ. ભૂમધ્ય સમુદ્રના પૂર્વ કિનારા પર સ્થિત સીરિયા પ્રાચીન સમયથી ધર્મ અને સંસ્કૃતિનું કેન્દ્ર રહ્યું છે. શરૂઆતના સમયમાં આ વિસ્તાર ખ્રિસ્તી ધર્મનો ગઢ હતો. દમાસ્કસ જેવા શહેરોમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી વસાહતો હતી. રોમન સામ્રાજ્યના શાસન દરમિયાન ખ્રિસ્તી ધર્મને સત્તાવાર માન્યતા મળી હતી અને સીરિયામાં ચર્ચ અને મઠો બાંધવામાં આવી હતી....

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો