
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે બ્રુનેઈની મુલાકાતે ગયા ત્યારે આ દેશ ચર્ચામાં આવ્યો હતો. સૌથી વધુ ચર્ચાની વાત એ હતી કે આ દેશ કોઈની પાસેથી આવકવેરો વસૂલતો નથી, છતાં તેની અર્થવ્યવસ્થા ચાલે છે. આ દેશના સુલતાન હસનલ બોલ્કિયા ખૂબ જ ધનવાન છે. ત્યારે શું તમે જાણો છો કે આ દેશ એક સમયે હિન્દુ-બૌદ્ધ રાષ્ટ્ર હતું, પરંતુ હવે બ્રુનેઈ ઈસ્લામિક દેશ બની ગયો છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, આ દેશ કેવી રીતે હિન્દુ-બૌદ્ધ રાષ્ટ્રમાંથી ઈસ્લામિક દેશ બન્યો. બ્રુનેઈની વસ્તી લગભગ 4.49 લાખ છે. આ દેશમાં 82.1 ટકા મુસ્લિમો રહે છે. 6.3 ટકા બૌદ્ધ ધર્મના અનુયાયીઓ છે. આ સિવાય ખ્રિસ્તી અને હિન્દુ ધર્મના લોકો પણ વસવાટ કરે છે. બ્રુનેઈ સત્તાવાર રીતે મુસ્લિમ દેશ છે. આ દેશમાં મલય ભાષા બોલાય છે. બ્રુનેઈને બૌદ્ધ દેશમાંથી ઈસ્લામિક દેશમાં રૂપાંતરિત થતાં લગભગ 500 વર્ષ લાગ્યાં હતા. ઇસ્લામના આગમન પહેલા બ્રુનેઇ હિંદુ અને બૌદ્ધ સામ્રાજ્યોથી પ્રભાવિત હતું. જે દક્ષિણના શ્રીવિજય સામ્રાજ્ય સાથે સંકળાયેલું હતું. બ્રુનેઈનો ઈતિહાસ બ્રુનેઈ દક્ષિણપૂર્વ એશિયાનો...