ભારત-ઈઝરાયલ સંરક્ષણ ડીલની ખાનગી ફાઈલ થઈ ગાયબ, હોટલના વેઈટરની હોંશિયારીથી મળી પરત

|

Apr 03, 2019 | 5:04 PM

ઈઝરાયલના રાષ્ટ્રીય સંરક્ષણ સલાહકારના નેતૃત્વનું એક પ્રતિનિધિમંડળની ભારત સાથે સંરક્ષણ ડીલની ખાનગી દસ્તાવેજો ગુમ થઈ ગયા હતા. પરંતુ નસીબ સારુ હતું કે, એક વેઈટરની હોંશિયારીના કારણે દસ્તાવેજ પરત મળી ગયા. સ્થાનિક મીડિયા રિપોર્ટમાં બુધવારે આ માહિતી પ્રસારીત થઈ હતી. સમાચાર એજન્સી PTIની માહિતી પ્રમાણે આ વર્ષે જાન્યુઆરીમાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના કેટલાક સભ્યો સાથે સલાહકાર મેર […]

ભારત-ઈઝરાયલ સંરક્ષણ ડીલની ખાનગી ફાઈલ થઈ ગાયબ, હોટલના વેઈટરની હોંશિયારીથી મળી પરત

Follow us on

ઈઝરાયલના રાષ્ટ્રીય સંરક્ષણ સલાહકારના નેતૃત્વનું એક પ્રતિનિધિમંડળની ભારત સાથે સંરક્ષણ ડીલની ખાનગી દસ્તાવેજો ગુમ થઈ ગયા હતા. પરંતુ નસીબ સારુ હતું કે, એક વેઈટરની હોંશિયારીના કારણે દસ્તાવેજ પરત મળી ગયા. સ્થાનિક મીડિયા રિપોર્ટમાં બુધવારે આ માહિતી પ્રસારીત થઈ હતી.

સમાચાર એજન્સી PTIની માહિતી પ્રમાણે આ વર્ષે જાન્યુઆરીમાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના કેટલાક સભ્યો સાથે સલાહકાર મેર બેન શબ્બાત ભારત આવ્યા હતાં. જેની PM મોદી તથા NSA અજિત ડોભાલ સાથે મુલાકાત થઈ હતી. ઈઝરાયલના સ્થાનીક સમાચાર પત્ર દૈનિક હરેત્ઝમાં છપાયેલા અહેવાલ અનુસાર શબ્બાતે આ બેઠકમાં બે દેશો વચ્ચે અલગ-અલગ હથિયારોના સોદા પર ચર્ચા કરી હતી.

આ પણ વાંચો : આંતરરાષ્ટ્રીય અભ્યાસમાં આવ્યું સામે, 2060 સુધીમાં ભારત મુસ્લિમોની સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

ઈઝરાયલ પોતાના સૈન્ય દ્વારા વિકસાવવામાં આવેલા હથિયાર ભારતને વેચવા માંગે છે. જેમાં ટોહી વિમાન, ટૈંક, તોપ અને રડાર સિસ્ટમનો સમાવેસ થાય છે.

TV9 Gujarati

શબ્બાતના સહયોગી આ યાત્રામાં ભારત આવે તે પહેલા પોતાની સાથે સંરક્ષણ સોદાને લગતા કેટલાક દસ્તાવેજોની પ્રિન્ટ લીધી હતી. જે તમામ દસ્તાવેજ ખાનગી હતા. તે દસ્તાવેજો પ્રતિનિધિમંડળ એરપોર્ટ પહોંચે તે પહેલા હોટલમાં જમવા રોકાયા અને ત્યાંજ ભૂલી ગયાં.

પ્રતિનિધિમંડળના હોટલથી નિકળ્યા પછી એક વેઈટરને જે કાગળો મળ્યા અને એક મિત્રને ફોન કર્યો, જેની માતા ભારતમાં ઈઝરાયલી દૂતાવાસમાં કામ કરે છે. વેઈટરનો મિત્ર વિમાન મારફતે ભારત પહોંચ્યો અને પોતાની માતાને દસ્તાવેજો સોંપી દિધા. બાદમાં તે દસ્તાવેજો સુરક્ષા અધિકારીઓને સોંપી દેવામાં આવ્યાં. તપાસ બાદ દસ્તાવેજોના કારણે ઈઝરાયલની સુરક્ષા વ્યવસ્થાને કોઈ નુકસાન ન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. તપાસ બાદ શબ્બાતના સહયોગી દસ્તાવેજ ગુમ થવા અંગે બેદરકાર સાબિત થયાં અને ચેતાવણી આપવામાં આવી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article