Health News : વૈજ્ઞાનિકોનો દાવો ગાંજાથી થઇ શકે છે મગજ સંબંધી બીમારીઓનો ઇલાજ

|

Jun 20, 2021 | 4:13 PM

Health News : એક નવા અભ્યાસમાં વાત સામે આવી છે કે ગાંજાની નાની નાની કેપ્સૂલ જો ડોક્ટરની દેખરેખ હેઠળ આપવામાં આવે તો મગજ સંબંધી કેટલીક બીમારીઓનો ઇલાજ થઇ શકે છે.

Health News : વૈજ્ઞાનિકોનો દાવો ગાંજાથી થઇ શકે છે મગજ સંબંધી બીમારીઓનો ઇલાજ
સાંકેતિક તસ્વીર

Follow us on

Health News : એક નવા અભ્યાસમાં વાત સામે આવી છે કે, ગાંજાની (Ganja) નાની નાની કેપ્સૂલ જો ડોક્ટરની દેખરેખ હેઠળ આપવામાં આવે તો, મગજ સંબંધી કેટલીક બીમારીઓનો ઇલાજ થઇ શકે છે. ગાંજાનો ઉપયોગ હમેશા નશો કરવા માટે નથી થતો. તેના કેટલાક ચિકિત્સીય ફાયદા પણ છે.

કેટલાક દેશોમાં તેનુ સેવન કાનૂની રીતે માન્ય છે. જેરિલા થેરાપ્યૂટિક્સ નામની દવા કંપનીએ ગાંજાની (Ganja) નાની નાની કેપ્સુલ બનાવી છે. આ કેપ્સુલમાં કૈનાબિનૉયડ્સ હોય છે. જેને તમે ખાઇ શકો છો. તે શરીરમાં ઝડપથી પીગળી જાય છે અને મગજને રાહત આપે છે.

તેનુ પરીક્ષણ ઉંદર પર કરવામાં આવ્યુ તો ઘણું સફળ રહ્યુ છે. જ્યારે લિક્વિડ એટલે કે તરલ રુપ એટલું ફાયદાકારક નથી. કર્ટિન યૂનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર અને કર્ટિન હેલ્થ ઇનોવેશન રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટના શોધકર્તા રિયૂ તાકેચીએ કહ્યુ કે, કૈબનાબિડિયૉલની મદદથી મગજ સંબંધી બિમારીઓના ઇલાજ માટે દુનિયાભરમાં કામ ચાલી રહ્યુ છે. આમાં એક જ સમસ્યા છે, જો આને તરલ રુપમાં શરીરમાં આપવામાં આવે તો સરળતાથી એબ્જોર્બ નથી થતું.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

પેટમાં એસિડિટી પેદા કરે છે. એટલે અમે નવી રીતે આને શરીરમાં સરળતાથી કામ કરવા લાયક બનાવ્યું છે. રિયૂ તાકેચીએ જણાવ્યું છે કે અમે આની એબ્જોર્બ કરવાની ક્ષમતાને વધારી દીધી છે. સાથે જ મગજ પર થનારી અસરને તેજ કરવામાં આવી છે. જેમાં પ્રાકૃતિક બાઇલ એસિડ પણ મળ્યું છે. આ કેપ્સુલ શરીરમાં જતાની સાથે જ ઝડપથી ઓગળી જાય છે અને તાત્કાલિક મગજને આરામ આપવાનુ શરુ કરે છે. આ સિવાય ખાવાથી એસિડિટીની પણ મુશ્કેલી થતી નથી.

આ દાવો 40 ગણો વધારે તેજ અને પ્રભાવી છે. ઉંદર પર આનો પ્રયોગ સંપૂર્ણ રીતે સફળ રહ્યો છે. હવે રિયૂ તાકેચી આનુ ક્લીનિકલ ટ્રાયલ માણસો પર કરવા ઇચ્છે છે. જેથી આની અસર વિશે જાણકારી મળી શકે. જેરિલા થેરાપ્યૂટિક્સ દવા કંપનીના સીઇઓ ડૉ. ઓલૂડેઅર ઓડૂમોસૂએ કહ્યુ કે, રિયૂ સાથે કામ કરીને ઘણા સારા પરિણામ જોવા મળ્યા છે.

ગાંજાની કેપ્સૂલનો ફાયદો ઝડપથી થાય છે. આ મગજની બિમારીઓને સારી કરવામાં મદદ કરી શકે છે. ગાંજામાં એવા મેડિસિન રસાયણ હોય છે, જે અલ્જાઇમર્સ, મલ્ટીપલ સ્કલેરોસિસ અને ટ્રોમેટિક બ્રેઇન ઇન્જરી જેવી મુશ્કેલીઓ સામે ઝઝૂમી રહેલા લોકોને ફાયદો પહોંચાડી શકે છે.

Next Article