Haitian Boat Capsized: હૈતી પરપ્રાંતીયોને લઈ જતી બોટ બહામાસના સમુદ્રમાં પલટી, 17 લોકોના મોત જ્યારે 25નો થયો બચાવ

|

Jul 25, 2022 | 7:42 AM

બહામાસમાં હૈતી માઈગ્રન્ટ્સને લઈ જતી બોટ પલટી ગઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ ઘટનામાં 17 લોકોના મોત થયા છે. જ્યારે 25 જેટલા પ્રવાસીઓને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે.

Haitian Boat Capsized: હૈતી પરપ્રાંતીયોને લઈ જતી બોટ બહામાસના સમુદ્રમાં પલટી, 17 લોકોના મોત જ્યારે 25નો થયો બચાવ
Image Credit source: AP

Follow us on

બહામાસમાં (Bahamas) હૈતી માઈગ્રન્ટ્સને લઈ જતી બોટ પલટી ગઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ ઘટનામાં 17 લોકોના મોત થયા છે. જ્યારે 25 જેટલા પ્રવાસીઓને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે. આ ઘટના અંગે માહિતી આપતા બહામાસના સુરક્ષા દળોએ જણાવ્યું હતું કે, આ ઘટના રવિવારે વહેલી સવારે બની હતી. મિયામી જઈ રહેલી બોટમાં 60 લોકો સવાર હતા. આ દરમિયાન બોટનું સંતુલન ખોરવાઈ ગયું હતું અને તમામ પ્રવાસીઓ દરિયામાં ખાબક્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, બોટ ન્યુ પ્રોવિડન્સથી લગભગ 7 માઈલ દૂર ડૂબી ગઈ હતી. ઓછામાં ઓછા 18 લોકો હજુ પણ ગુમ છે, જેમની શોધ ચાલુ છે.

તે જ સમયે, વડા પ્રધાન ફિલિપ બ્રેવ ડેવિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મૃતકોમાં 15 મહિલાઓ, એક પુરુષ અને એક નવજાત બાળકનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે, બચાવાયેલા લોકોને આરોગ્ય કર્મચારીઓ દ્વારા દેખરેખ માટે લઈ જવામાં આવ્યા છે. તેમની સારી સારવાર કરવામાં આવી રહી છે. ડેવિસે જણાવ્યું હતું કે, ટ્વિન એન્જિન સાથેની સ્પીડ બોટ 60 માઇગ્રન્ટ્સને લઈને સવારે 1 વાગ્યે બહામાસથી નીકળી હતી. આ તમામ માઈગ્રન્ટ્સ મિયામી જઈ રહ્યા હતા. આ મામલામાં શંકાસ્પદ માનવ તસ્કરી ઓપરેશનની ગુનાહિત તપાસ પણ શરૂ કરવામાં આવી છે.

હૈતીના વડા પ્રધાને દુઃખ વ્યક્ત કર્યું

સ્થળાંતર કરનારાઓના મૃત્યુ પર શોક વ્યક્ત કરતા ડેવિસે કહ્યું, ‘હું મારી સરકાર અને બહામાસના નાગરિકો વતી આ દુર્ઘટનામાં માર્યા ગયેલા સ્થળાંતર કરનારાઓના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.’ તે જ સમયે, હૈતીના વડા પ્રધાન એરિયલ હેનરીએ પણ ઘટના અંગે દુઃખ પણ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે, તેમને પીડિત પરિવારો પ્રત્યે સહાનુભૂતિ છે.

Next Article