Chinaનાં ઉદ્યોગપતિ Jack Ma સામે સરકારનો ગુસ્સો યથાવત, ટેકગુરૂઓની યાદીમાંથી નામ હટાવ્યું

|

Feb 03, 2021 | 12:35 PM

Chinaના ઉદ્યોગપતિ jack Ma સામે સરકારનો ગુસ્સો યથાવત છે. ચીનના દિગ્ગજ ટેકગુરૂઓની યાદીમાંથી હવે જેક માનું નામ હટાવી લેવાયું છે. શાંઘાઈ સિક્યોરિટીઝ ન્યૂઝના પહેલા પાને ચીનના ટેક્નોલોજી ક્ષેત્રના દિગ્ગજ બિઝનેસમેનની યાદી પ્રકાશિત કરાઈ છે.

Chinaના ઉદ્યોગપતિ jack Ma સામે સરકારનો ગુસ્સો યથાવત છે. ચીનના દિગ્ગજ ટેકગુરૂઓની યાદીમાંથી હવે જેક માનું નામ હટાવી લેવાયું છે. શાંઘાઈ સિક્યોરિટીઝ ન્યૂઝના પહેલા પાને ચીનના ટેક્નોલોજી ક્ષેત્રના દિગ્ગજ બિઝનેસમેનની યાદી પ્રકાશિત કરાઈ છે. જેમાથી બહુરાષ્ટ્રીય કંપની ‘અલીબાબા’ના સ્થાપક જેક માનું નામ ગાયબ છે. ચીનના સરકારી અખબાર ‘ગ્લોબલ ટાઈમ્સ’એ પણ તંત્રી લેખમાં આ યાદી જાહેર કરી છે. મહત્વનું છે કે, એક વર્ષ પહેલાં જેક માએ ચીનની નાણાકીય નિયામક સંસ્થાઓ અને બેન્કિંગ સિસ્ટમ સામે સવાલ ઉઠાવ્યા હતા. જેક માએ જાહેર કહ્યું હતું કે આ બંને ક્ષેત્રમાં ચીન સરકારે ઘણા સુધારા કરવા જરૂરી છે. જેક માની આ ટીપ્પણીથી જીનપિંગ સરકાર ગુસ્સામાં છે. થોડા સમય અગાઉ જેક માને નજરકેદ કર્યા હોવાની પણ વાત સામે આવી હતી. જોકે ગત મહિને તેઓ ફરી જાહેરમાં દેખાતા આ સમાચારો પર પૂર્ણવિરામ લાગ્યું હતુ. પરંતુ ચીને અલીબાબા જૂથ વિરુદ્ધ અનેક મામલામાં તપાસ શરૂ કરી છે. આમ તેમની સામે ચીન દ્વારા કડક પગલાં લેવાનું હજુ ચાલુ છે.

 

Next Video