કેનેડા જવા માંગતા ભારતીયો માટે ગુડ ન્યૂઝ, હવે દર વર્ષે 5 લાખ લોકોને આપશે વિઝા

છેલ્લા કેટલાક મહિનાઓથી ભારત અને કેનેડા વચ્ચે સંબંધો ખરાબ થયા છે. ત્યારે ભારત સામે ફરી એકવાર કેનેડા ઝુક્યુ છે. કેનેડાએ જાહેરાત કરી છે કે દર વર્ષે 5 લાખ લોકોને તેમના દેશમાં બોલાવવામાં આવશે.

કેનેડા જવા માંગતા ભારતીયો માટે ગુડ ન્યૂઝ, હવે દર વર્ષે 5 લાખ લોકોને આપશે વિઝા
Canada (File Image)
| Updated on: Nov 03, 2023 | 11:38 AM

ભારત અને કેનેડા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તણાવભર્યુ વાતાવરણ ચાલી રહ્યું છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના એક નિવેદન બાદ ભારતે પણ વળતો જવાબ આપ્યો હતો. ત્યારબાદ કેનેડાના વડાપ્રધાન પોતાના જ દેશમાં ઘેરાઈ ચૂક્યા હતા. ત્યારે હવે ભારત માટે કેનેડાએ મોટુ પગલુ ઉઠાવ્યુ છે. કેનેડાએ 2024માં પણ 4,85,000 નવા ઇમિગ્રન્ટ્સને એન્ટ્રી આપશે. આ યોજનામાં 2025 સુધી આ સંખ્યા 5,00,000 લાખ સુધી વધારવાની છે. કેનેડાના મંત્રી માર્ક મિલરે 2024-26 માટે ઈમિગ્રેશન યોજનાઓ શરૂ કરતા કહ્યું કે 2026થી ઈમિગ્રેશન સ્તર વધારીને 500,000 કરવામાં આવશે.

ભારત દ્વારા કેનેડા કરે છે મોટી કમાણી

તમને જણાવી દઈએ કે ભારત કેનેડામાં ઈમિગ્રેશન અને વિદ્યાર્થીનો સૌથી મોટો સોર્સ છે. ભારતીય વિદ્યાર્થી પાસેથી કેનેડાને મોટી કમાણી થાય છે. ગયા વર્ષે 1,18,000થી વધારે ભારતીયઓએ કેનેડામાં પીઆર મેળવ્યા. જે કેનેડામાં આવતા તમામ 4,37,120 નવા લોકોનો ચોથો ભાગ છે. નવા ઈમિગ્રેશન ટાર્ગેટથી કેનેડાની જનસંખ્યામાં દર વર્ષે 1.3 ટકા વધશે.

કેનેડામાં આવાસની ભારે અછત

જણાવી દઈએ કે કેનેડા આવાસની ભારે અછતનો સામનો કરી રહ્યુ છે. ત્યારે મિલરે કહ્યું કે કેનેડા નવા લોકોને બોલાવવાનું ચાલુ રાખશે. તેમણે સ્વીકાર્યું કે ઈમિગ્રેશન લેવલને 5,00,000 સુધી મર્યાદિત કરવામાં આવી રહ્યું છે કારણ કે અમે માનીએ છીએ કે હાઉસિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ અને સ્થાયી જનસંખ્યા વૃદ્ધિને યોગ્ય રીતે ધ્યાનમાં લેવી જરૂરી છે.

અમેરિકાએ પણ વિઝાના નિયમોમાં કર્યા ફેરફાર

ઉલ્લેખનીય છે કે અમેરિકાએ પણ ભારતીયોને મળનારા વિઝામાં ઘણા ફેરફાર કર્યા છે, જેનાથી ભારતીયોને મોટો ફાયદો થશે. અમેરિકન કંપનીઓએ AI ટેક્નોલોજી પર કામ કરવા માટે વિદેશી લોકોને બોલાવવાની જોગવાઈ કરી છે, જેથી ભારત અને અન્ય દેશના લોકો અમેરિકામાં કામ કરવા જઈ શકશે અને તેનાથી અમેરિકા AIમાં પોતાને મજબૂત કરશે. આ નિર્ણય IT પ્રોફેશનલને મોટો ફાયદો થશે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:33 am, Fri, 3 November 23