225 વર્ષ પહેલા આ મહાન શખ્સનો જન્મ ન થયો હોત, તો તમારા હાથમાં COFFEEનો કપ ન હોત, GOOGLE પણ તેમને કરી રહ્યું છે સલામ

GOOGLE ખાસ પ્રસંગો કે જન્મ તિથિએ સ્પેશિયલ ડૂડલ બનાવી હસ્તીઓને યાદ કરે છે. આજે ગૂગલે પોતાનું DOODLE એક એવા કેમિસ્ટના નામે કર્યું છે કે જેના કારણે આજે તમે શોખથી કૉફી પીવો છો. જર્મનીના કેમિસ્ટ FRIEDLIEB FERDIANAND RUNGE તેમનું નામ છે અને રંગેની આજે 225મી જયંતી છે. રંગેના જન્મ દિવસે ગૂગલ કૉફીના રંગમાં ડૂડલ બતાવી રહ્યું […]

225 વર્ષ પહેલા આ મહાન શખ્સનો જન્મ ન થયો હોત, તો તમારા હાથમાં COFFEEનો કપ ન હોત, GOOGLE પણ તેમને કરી રહ્યું છે સલામ
| Updated on: Feb 08, 2019 | 4:15 AM

GOOGLE ખાસ પ્રસંગો કે જન્મ તિથિએ સ્પેશિયલ ડૂડલ બનાવી હસ્તીઓને યાદ કરે છે. આજે ગૂગલે પોતાનું DOODLE એક એવા કેમિસ્ટના નામે કર્યું છે કે જેના કારણે આજે તમે શોખથી કૉફી પીવો છો.

જર્મનીના કેમિસ્ટ FRIEDLIEB FERDIANAND RUNGE તેમનું નામ છે અને રંગેની આજે 225મી જયંતી છે. રંગેના જન્મ દિવસે ગૂગલ કૉફીના રંગમાં ડૂડલ બતાવી રહ્યું છે કે જેમાં ફ્રેડલીબ પોતે કૉફીનો કપ પકડેલા નજરે પડે છે. ડૂડલમાં ફ્રેડલિબ કપમાંથી કૉફી પીવે છે અને કૅફીનની અસરનો રોમાંચ અનુભવે છે. તેમની બાજુમાં એક બિલાડી પણ બેઠેલી બતાવાઈ છે.

કોણ હતા ફ્રેડલિબ ફર્નાન્ડ રંગે ?

જર્મનીમાં 8 ફેબ્રુઆરી, 1974ના રોજ જન્મેલા ફ્રેડલિબ ફર્નાન્ડ રંગેને કેમિસ્ટ્રી સાથે ખાસ લગાવો હતો અને એટલા માટે જ તેમણે કૉફીમાં રહેલા સાઇકોએક્ટિવ ડ્રગ કૅફીનની શોધ કરી. કૅફીન એક કડવી, સફેદ ક્રિસ્ટલાભ એક્સેંથાઇન એનકેલૉઇડ હોય છે કે જે એક સાઇકોએક્ટિવ (મસ્તિષ્કને પ્રભાવિત કરનાર) ઉત્તેજક ડ્રગ છે. વર્ષ 1819માં રંગેએ તેની શોધ કરી અને તેને કૅફીન નામ આપ્યું. તેના માટે જર્મન શબ્દ kaffee હતો કે જદે કૅફીન બની ગયો.

નાની વયે શરુ કર્યા પ્રયોગો

ફ્રેડલિબ ફર્નાન્ડ રંગેએ બેલાડોલાના રોપા પર પ્રયોગ શરુ કર્યો હતો. આગળ ચાલીને આ જ રોપો તેમના માટે મોટી સિદ્ધિનું કારણ બન્યો. રંગેએ તે વખતે શોધ કરી કે આ રોપામાં રહેલું કેમિકલ આંખ આંખોની પુતળીઓના ફેલાવા અને સંકોચાવા પર અસર નાખે છે. આ નવી શોધે જર્મન રાઇટર અને વિદ્વાન જ્હૉન વુલ્ફગૅંગ વોન ગોએથનું ધ્યાન ખેંચ્યું અને તેમણે રંગેને કૉફી બીન્સના કેમિકલ કંપોઝિશનનું વિશ્લેષણ કરવા કહ્યું.

મહાન કેમિસ્ટના અંતિમ દિવસો મુશ્કેલી ભર્યા

રંગેએ સફળતાપૂર્વક અરેબિક મોકા બીન્સમાંથી કૅફીન કેમિકલ જુદુ કર્યું અને તેની સોધ કરી. આ કૅફીનની રાસાયણિક સંરચના પહેલી વાર 1819માં સામે આવી. કેમિકલ હિસ્ટ્રીમાં મોટું નામ હોવા છતાં રંગેએ પોતાના જીવનના અંતિમ તબક્કામાં નોકરી કરવી પડી. 1852માં એક કેમિકલ કંપનીના મૅનેજરે તો તેમને નોકરીમાંથી હાંકી કાઢ્યા અને તેઓ ગરીબાઈમાં જીવ્યા. 73 વર્ષની વયે 25 માર્ચ, 1867ના રોજ તેમનું મૃત્યું થઈ ગયું.

[yop_poll id=1193]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 4:14 am, Fri, 8 February 19