G 7 બેઠકથી ગભરાયુ ચીન, ધમકી સ્વરૂપે કહ્યું – હવે નાના જૂથો વિશ્વ પર રાજ નથી કરતા

|

Jun 13, 2021 | 6:19 PM

ચીને ગ્રુપ 7 ( G 7 ) સભ્ય દેશ સામે ધમકીભર્યો સૂર આલાપ્યો છે. લંડનમાં ચીનના દૂતાવાસના પ્રવક્તાએ કહ્યું છે કે, હવે તે દિવસો ગયા જ્યારે વિશ્વ માટે નાના જૂથના દેશ મહત્વના નિર્ણયો કરતા હતા.

G 7 બેઠકથી ગભરાયુ ચીન, ધમકી સ્વરૂપે કહ્યું - હવે નાના જૂથો વિશ્વ પર રાજ નથી કરતા
જી 7 થી ગભરાયુ ચીન, ધમકી સ્વરૂપે કહ્યું - હવે નાના જૂથો વિશ્વ પર રાજ નથી કરતા

Follow us on

ઇંગ્લેન્ડના કાર્બીઝમાં વિશ્વની સાત સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ ધરાવતા દેશની ( USA, Britain, France, Canada, Germany, Italy,
Japan,) બનેલી ગ્રુપ 7ની ( G-7 ) સમિટમાં ચીની સામે વ્યક્ત થયેલા એક સુરથી ચીન ગભરાઈ ઉઠ્યુ છે. G-7ની બેઠકને પોતાની વિરુદ્ધ જૂથવાદ ગણાવીને ચીને G-7ના સભ્ય દેશોને ખુલ્લેઆમ ધમકી આપી છે. ચીને આ દેશોના નેતાઓને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે તે દિવસો હવે જતા રહ્યાં છે જ્યારે વિશ્વ માટે નાના જૂથના દેશ મહત્વના નિર્ણયો કરતા હતા. અને વિશ્વ ઉપર તેમનો નિર્ણય થોપી દેતા હતા.

ચીનની જી -7 ને ધમકી
લંડન સ્થિત ચીન દૂતાવાસના પ્રવક્તાએ કહ્યું કે, દેશોના નાના જૂથે વૈશ્વિક નિર્ણયો લેતા હતા તે દિવસો હવે નથી રહ્યાં. અમે હંમેશાં માનીએ છીએ કે મોટા કે નાના, મજબૂત અથવા નબળા, ગરીબ કે શ્રીમંત, બધા દેશ સમાન છે. તમામ દેશની સલાહ લીધા પછી જ વૈશ્વિક મુદ્દાઓ પર નિર્ણય લેવો જોઈએ.

જિનપિંગની દાદાગીરીને રોકવાની તૈયારી
દક્ષિણ-પશ્ચિમ ઇંગ્લેંડના કાર્બીઝમાં ચાલી રહેલી જી -7 સમીટમાં, G-7ના નેતાઓ બેઠક દરમિયાન ચીનના વળતો જવાબ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. વિશ્વના સૌથી ધનિક લોકશાહી લોકો માને છે કે છેલ્લા 40 વર્ષમાં ચીનની અદભૂત આર્થિક અને લશ્કરી વૃદ્ધિ પછી રાષ્ટ્રપતિ શી જિનપિંગની દાદાગીરી વધતી જાય છે. તેને રોકવા આ તમામ દેશો વૈશ્વિક સમાધાન શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

G -7 દેશોની ચીન સામે  વ્યૂહરચના 
જી -7 નેતાઓએ ચીનના વૈશ્વિક અભિયાન સાથે સ્પર્ધા કરવા માટે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાનું અનાવરણ કર્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, હાલમાં આ મુદ્દા પર કોઈ સર્વસંમતિ નથી કે ચીનને માનવાધિકારના ઉલ્લંઘન કરવાથી કેવી રીતે રોકવું. અમેરિકી રાષ્ટ્રપતિ જો બીડેન, લોકશાહીને વરેલા દેશમાં મજૂરપ્રથાને લઈને ચીનનો બહિષ્કાર કરવા દબાણ ઊભુ કરવા માટે વિચારણા કરી રહ્યાં છે.

જિનપિગના ડ્રિમ પ્રોજેક્ટ સામે ઈન્ફ્રાસ્ટ્રકચર યોજના
જી -7 સભ્ય દેશોએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મહત્વાકાંક્ષી યોજના વન બેલ્ટ વન રોડ (ઓબીઓઆર)ની વિરુદ્ધ નવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોજના શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. અમેરિકાના વડપણ હેઠળ અમલમાં મૂકાનારી આ યોજના થકી, ચીનને ભારે આર્થિક ફટકો મારવાની તૈયારી કરી લેવાઈ છે. ચીન દ્વારા વન બેલ્ટ વન રોડ યોજનાથી, એશિયા આફ્રિકાના અનેક દેશ આર્થિક ગુલામ જેવા બની ગયા હોવાનું સુર વ્યક્ત કરાયો છે. જેમાં શ્રીલંકા, પાકિસ્તાન અને આફ્રિકાના નાના દેશોનો સમાવેશ થાય છે.

Next Article