ફ્રાન્સના વડા પ્રધાન કોરોના સંક્રમિત, 75 ટકા વસ્તીને રસીકરણ પછી પણ કોરોનાના કેસ વધતા ચિંતા વ્યાપી

|

Nov 23, 2021 | 7:20 AM

ફ્રાન્સની (France) 75 ટકા વસ્તીને રસી આપવામાં આવી છે. પરંતુ આ બધા પછી પણ તાજેતરના અઠવાડિયામાં સંક્ર્મણના કેસોમાં વધારો થયો છે. જેના કારણે અધિકારીઓની ચિંતા વધી ગઈ છે.

ફ્રાન્સના વડા પ્રધાન કોરોના સંક્રમિત, 75 ટકા વસ્તીને રસીકરણ પછી પણ કોરોનાના કેસ વધતા ચિંતા વ્યાપી
Jean Castex

Follow us on

ફ્રાન્સના (France) વડા પ્રધાન જીન કાસ્ટેક્સ (Jean Castex) સોમવારે કોરોના (Corona) રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પાડોશી દેશ બેલ્જિયમથી પરત ફર્યા બાદ તેમને કોરોનાની ઝપેટમાં આવ્યા હોવાની માહિતી મળી હતી. વડાપ્રધાન કાર્યાલયે આ જાણકારી આપી છે. તે જ સમયે, યુરોપના ઘણા દેશોની જેમ ફ્રાન્સમાં દેશવ્યાપી કોરોનાવાયરસની નવી લહેર જોવા મળી રહી છે.

સોમવારે, ફ્રાન્સના વડા પ્રધાન બ્રસેલ્સમાં તેમના બેલ્જિયન સમકક્ષ એલેક્ઝાંડર ડી ક્રૂ અને અન્ય ચાર પ્રધાનોને મળ્યા હતા. આ સ્થિતિમાં આ લોકો હવે સાવચેતીના ભાગરૂપે ક્વોરેન્ટાઇન થઇ ગયા છે.

વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે, ફ્રાન્સના વડા પ્રધાન જીન કાસ્ટેક્સ આગામી 10 દિવસ માટે આઇસોલેશનમાં રહીને તેમનું નિર્ધારિત કાર્ય કરશે. કાસ્ટેક્સમાં વાયરસના કોઈ લક્ષણો જોવા મળ્યા હતા કે કેમ તે અંગે અધિકારીઓએ કોઈ વાત કરી ન હતી. ઓફિસ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, કાસ્ટેક્સ બેલ્જિયમના વડા પ્રધાન એલેક્ઝાન્ડર ડી ક્રુ સાથેની બેઠકમાંથી પરત ફર્યા ત્યારે સોમવારે તેમની એક દીકરીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ પછી કેસ્ટેક્સે પોતાનો ટેસ્ટ કરાવ્યો અને તેનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તે જ સમયે, ડી ક્રૂના કાર્યાલયે કહ્યું છે કે બુધવારે તેનો રિપોર્ટ કરવામાં આવશે અને તે વિદેશ પ્રધાન, સંરક્ષણ પ્રધાન, ન્યાય પ્રધાન અને ગૃહ પ્રધાન સાથે આઇસોલેશનમાં છે.

75 ટકા વસ્તીનું રસીકરણ પૂર્ણ છતાં સંક્ર્મણ વધ્યું
બેલ્જિયમના વડા પ્રધાન કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વડા પ્રધાન ડી ક્રુએ સુરક્ષા વાટાઘાટો માટે ફ્રાન્સના વડા પ્રધાનને મળ્યા હતા. આ સ્થિતિમાં તેણે તરત જ તેની પ્રવૃત્તિઓ મર્યાદિત કરી દીધી છે. અત્રે નોંધનીય છે કે ફ્રાન્સની 75 ટકા વસ્તીને રસી આપવામાં આવી છે. પરંતુ આ બધા પછી પણ તાજેતરના અઠવાડિયામાં સંક્ર્મણના કેસોમાં વધારો થયો છે. કોરોનાને કારણે મૃત્યુ અને હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યામાં પણ વધારો થયો છે.

જો કે, અહીં થોડી રાહત એ છે કે આ વખતે ગત વખતે જોવા મળેલી વાયરસ સંકટમાંથી થોડી રાહત મળી છે. છેલ્લી વખત કરતા ઓછા લોકો વાયરસનો શિકાર બની રહ્યા છે.

યુરોપિયન દેશોમાં લોકડાઉન લાગુ કરવાની ચર્ચાએ જોર પકડ્યું છે
ઉલ્લેખનીય છે કે, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન ગયા વર્ષે ડિસેમ્બરમાં કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. આ સિવાય ઘણા ફ્રાન્સના મંત્રીઓ પણ વાયરસનો શિકાર બન્યા છે. તાજેતરના દિવસોમાં સમગ્ર યુરોપમાં વાયરસના કેસોમાં વધારો થયો છે.

આ જ કારણ છે કે ઘણા દેશોમાં ફરીથી લોકડાઉન લાગુ કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે અને ઘણા દેશોમાં લોકડાઉન પણ લાગુ કરવામાં આવ્યું છે. તે જ સમયે, ઓસ્ટ્રિયા, નેધરલેન્ડ જેવા દેશોમાં લોકડાઉન વિરુદ્ધ ઉગ્ર પ્રદર્શનો થઈ રહ્યા છે. વાયરસથી બચવા માટે યુરોપના ઘણા દેશોમાં ઝડપી રસીકરણ પણ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : Ramayana Circuit Train: સાધુ-સંતોની ચેતવણી બાદ IRCTCએ વેઈટરોના ભગવા ડ્રેસ બદલ્યા, હવે પહેરશે આવા કપડાં

 આ પણ વાંચો : Boeing 737 Max : અઢી વર્ષ બાદ Boeing 737 Maxની પહેલી ફ્લાઇટ દિલ્હીથી ગ્વાલિયર ઉડાન ભરશે

Next Article