દગાબાજ ચીનના દાંત ખાટા કરવા રાફેલથી સજ્જ થશે વાયુસેના, ચીન સાથે સીમા વિવાદને લઈને જુલાઈમાં ભારતને છ રાફેલ વિમાન સોપશે ફ્રાંસ

|

Jun 29, 2020 | 11:24 AM

ભારત અને ચીન વચ્ચે સરહદ મુદ્દે પ્રવર્તતા તણાવને ધ્યાનમાં લઈને ફ્રાંસ ગણતરીના દિવસોમાં જ અત્યાધુનિક લડાકુ વિમાન રાફેલ ભારતને સોપશે. મિડીયા રિપોર્ટ અનુસાર, જુલાઈ મહિનામાં ઓછામાં ઓછા છ જેટલા રાફેલ લડાકુ વિમાનો ભારતનો સોપી દેવાશે. જે પંજાબના અંબાલા એરબેઝમાં રાખવામાં આવશે. જ્યારે રાફેલના બીજા તબક્કાની ડિલીવરીમાં મળનારા વિમાનો પશ્ચિમ બંગાળના હસીમોરા એરબેઝમાં રખાશે. વાયુસેનામાં રાફેલ […]

દગાબાજ ચીનના દાંત ખાટા કરવા રાફેલથી સજ્જ થશે વાયુસેના, ચીન સાથે સીમા વિવાદને લઈને જુલાઈમાં ભારતને છ રાફેલ વિમાન સોપશે ફ્રાંસ

Follow us on

ભારત અને ચીન વચ્ચે સરહદ મુદ્દે પ્રવર્તતા તણાવને ધ્યાનમાં લઈને ફ્રાંસ ગણતરીના દિવસોમાં જ અત્યાધુનિક લડાકુ વિમાન રાફેલ ભારતને સોપશે. મિડીયા રિપોર્ટ અનુસાર, જુલાઈ મહિનામાં ઓછામાં ઓછા છ જેટલા રાફેલ લડાકુ વિમાનો ભારતનો સોપી દેવાશે. જે પંજાબના અંબાલા એરબેઝમાં રાખવામાં આવશે. જ્યારે રાફેલના બીજા તબક્કાની ડિલીવરીમાં મળનારા વિમાનો પશ્ચિમ બંગાળના હસીમોરા એરબેઝમાં રખાશે. વાયુસેનામાં રાફેલ સામેલ થયા બાદ, ભારતીય વાયુદળની તાકાત બમણી થઈ જશે.

ભારતે સપ્ટેમ્બર 2016માં ફ્રાસ સાથે 36 રાફેલ વિમાન માટે રૂ. 59 હજાર કરોડનો સોદો કર્યો હતો. રાફેલ વિમાન વિશ્વના આધુનિક લડાકુ વિમાનો પૈકી એક ગણાય છે. 10 રાફેલ વિમાનનો પ્રથમ જથ્થો ડિલિવરી માટે તૈયાર છે. પરંતુ તેમાંથી કેટલાક વિમાનો ફ્રાસમાં રખાશે. જેમાં ભારતીય વાયુસેનાના પાઈલટને આધુનિક રાફેલની તાલિમ અપાશે. ચીન સાથે સીમા વિવાદને લઈને ચાલતા તણાવના સમયે જ અત્યાધુનિક રાફેલ લડાકુ વિમાન ભારતીય વાયુસેનામાં સામેલ થતા જ ભારતને વધુ મજબુતાઈ મળશે. અને ચીનની સરખામણીએ ભારત હવાઈ ક્ષેત્રે હુમલા કરવામાં વધુ સક્ષમ પુરવાર થશે. રાફેલ વિમાનને ગેમ ચેન્જર તરીકે ઓળખવામાં આવે છે.  રાફેલની મિસાઈલની રેંજ 150 કિલોમીટરની ગણાય છે. તો હવાથી હવામાં માર કરતી મિસાઈલનું નિશાન અચૂક ગણાય છે.

Next Article