Parachinar Shooting: પાકિસ્તાન-અફઘાન સરહદ પર સ્કૂલમાં ફાયરિંગ, 7 શિક્ષકના મોત

|

May 04, 2023 | 6:01 PM

આ ઘટનામાં 7 શિક્ષકોના મોત થયાના સમાચાર છે. અત્યાર સુધીની માહિતી મુજબ કેટલાક હથિયારધારી માણસો સ્ટાફ રૂમમાં ઘૂસી ગયા અને અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું.

Parachinar Shooting: પાકિસ્તાન-અફઘાન સરહદ પર સ્કૂલમાં ફાયરિંગ, 7 શિક્ષકના મોત
File Image

Follow us on

આજે કેટલાક આતંકવાદીઓએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સરહદ પર આવેલી પારાચિનારની શાળામાં ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં 7 શિક્ષકોના મોત થયાના સમાચાર છે. અત્યાર સુધીની માહિતી મુજબ કેટલાક હથિયારધારી માણસો સ્ટાફ રૂમમાં ઘૂસી ગયા અને અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું. જો કે હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. આ મામલે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

આ પણ વાંચો: પથ્થરબાજે પીએમ મોદીને પત્ર લખી માફી માંગી, કહ્યું- માતાના અંતિમ સંસ્કાર માટે ભારત આવવાની પરવાનગી આપો

 

એવું કહેવામાં આવી રહ્યું છે કે મૃત્યુ પામેલા સાત શિક્ષકોમાંથી ચાર શિયા સમુદાયના છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સુન્ની આતંકવાદીઓએ આ ઘટનાને અંજામ આપ્યો છે. જે જગ્યાએ ગોળીબાર થયો તે અફઘાન સરહદને અડીને છે. પારાચિનાર દાયકાઓથી સૈન્યના નેતૃત્વમાં શિયા નરસંહારનું સ્થળ છે.

હક્કાની નેટવર્કે પરચિનાર વિસ્તારમાં તબાહી મચાવી છે. અહીંના લોકોએ આ નેટવર્કથી ઘણી હિંસાનો સામનો કરવો પડ્યો છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 5:19 pm, Thu, 4 May 23

Next Article