પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાન પર ફાયરિંગ, 4 લોકો થયા ઘાયલ

પાકિસ્તાનથી (Pakistan) આ સમયના મોટા સમાચાર સામે આવ્યા છે. પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર ગોળીબાર થયો છે. વજીરાબાદ શહેરમાં પ્રવેશતાની સાથે જ તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. ઈમરાનના કન્ટેનર પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. તે સુરક્ષિત છે પરંતુ અન્ય 4 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાન પર ફાયરિંગ, 4 લોકો થયા ઘાયલ
Imran Khan
| Updated on: Nov 03, 2022 | 5:39 PM

પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર ગોળીબાર થયો છે. ઈમરાન ખાનના કન્ટેનર પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. જેમાં 4 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જ્યારે તેઓ પાકિસ્તાનના વજીરાબાદમાં પ્રવેશ્યા ત્યારે તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. ઈમરાન ખાન રેલી કરી રહ્યો છે. તે દરમિયાન તેના પર હુમલો થયો હતો. તેમની પાર્ટી PTI ની રેલી રવિવાર સુધીમાં ઈસ્લામાબાદ પહોંચવાની યોજના છે. પીટીઆઈ નેતા અઝહર મશવાનીએ કહ્યું છે કે ઈમરાન ખાન સુરક્ષિત છે જ્યારે ગુનેગારની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ કેટલાક એવા અહેવાલ છે કે ઈમરાન ખાનને પણ ગોળી વાગી છે. ફાયરિંગમાં પીટીઆઈના કેટલાય નેતાઓ ઘાયલ થયા છે.

આ ગોળીબારમાં સિંધના પૂર્વ ગવર્નર પણ ઘાયલ થયા છે. સ્થળ પર અફરા-તફરી થઈ ગઈ છે. ફાયરિંગ થતાં જ ઈમરાન ખાનને કારમાં બેસાડવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેને ગંભીર ઈજાઓ થઈ છે. ઈમરાન ખાન સતત સરકાર અને સેના પર શાબ્દિક પ્રહાર કરી રહ્યા છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે 4 થી 5 હુમલાખોરોએ ફાયરિંગ કર્યું છે. પાકિસ્તાની મીડિયામાં ચાલતા ફૂટેજમાં ઈમરાનને સ્થળ પર હાજર અન્ય લોકોની મદદથી એક કન્ટેનરમાંથી બીજા વાહનમાં લઈ જવામાં આવતો દેખાય છે. જેમાં તેના પગમાં પટ્ટી જોવા મળી રહી છે. ઈમરાન ખાનને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો છે.

પાર્ટીની રેલીનો આજે 7મો દિવસ છે. પ્રારંભિક યોજના મુજબ, આ સાત દિવસમાં ઈસ્લામાબાદ પહોંચવાનું હતું. આ રેલી 4 નવેમ્બરે ઈસ્લામાબાદ પહોંચવાની હતી, પરંતુ પીટીઆઈના મહાસચિવ અસદ ઉમરે કહ્યું કે હવે કાફલો 11 નવેમ્બરે રાજધાની પહોંચશે. ઈમરાન ખાન દેશમાં વહેલી તકે નવી ચૂંટણીની માંગ કરી રહ્યા છે અને તેઓ તેમની માંગણીઓ સાથે ઈસ્લામાબાદ જઈ રહ્યા છે. આ રેલીનું નેતૃત્વ ઈમરાન ખાન કરી રહ્યો છે.

નવાઝ સરકાર પર ઈમરાન ખાને કર્યો પ્રહાર

આ પહેલા ઈમરાન ખાને બુધવારે પાકિસ્તાનના લોકોને તેમના અધિકારો માટે ઊભા રહેવા અને તેમના વિરોધીઓ પર પ્રહાર કરતા કહ્યું હતું કે ગઠબંધન સરકાર તેના લોકોના ભ્રષ્ટાચારના કેસોને સમાપ્ત કરવા માટેના સોદા દ્વારા સત્તામાં આવી છે. તેમના વિરોધ રેલીના છઠ્ઠા દિવસની શરૂઆતમાં પંજાબ પ્રાંતના ગુજરાંવાલામાં તેમના સમર્થકોને સંબોધતા, તેમને કહ્યું કે ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ પાછા ફરવા માટે તૈયાર થઈ રહ્યા છે, જ્યારે તેમના ભાઈ અને વર્તમાન વડાપ્રધાન શાહબાઝ શરીફે તેમની વિરુદ્ધ ભ્રષ્ટાચારના કેસ દાખલ કર્યા છે. એક ‘ડીલ’ હેઠળ સમાધાન થયું છે. તેમને એવો પણ આક્ષેપ કર્યો હતો કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીએ પણ તેમની સામેના ભ્રષ્ટાચારના મામલાઓ પૂરા કરી દીધા છે.

Published On - 5:07 pm, Thu, 3 November 22