‘નેતન્યાહૂ રાજ’નો અંત! જાણો કોણ છે Israel ના નવા પ્રધાનમંત્રી Naftali Bennett?

|

Jun 14, 2021 | 12:46 PM

નફ્તાલી બેનેટ ઓર્થોડોક્સ યહૂદી છે અને હંમેશાં કપ્પા (યહૂદી લોકોની ધાર્મિક કેપ) પહેરનાર ઇઝરાઇલના પહેલા વડાપ્રધાન હશે. જાણો તેમના વિશે ખાસ વાત.

નેતન્યાહૂ રાજનો અંત! જાણો કોણ છે Israel ના નવા પ્રધાનમંત્રી Naftali Bennett?
નફ્તાલી બેનેટ

Follow us on

નફ્તાલી બેનેટે (Naftali Bennett) રવિવારે ઈઝરાઈલના (Israel) પ્રધાનમંત્રી (Prime Minister) તરીકે શપથવિધિ પૂર્ણ કરી. સાથે જ 12 વર્ષોથી PM પદ પર રહેલા નેતાન્યાહુનું (Benjamin Netanyahu) રાજ પૂરું થયું. દક્ષિણપંથી વિચારધારાની યમિના પાર્ટીના (Yamina Party)ના 49 વર્ષીય નેતાએ સંસદમાં બહુમતી પ્રાપ્ત કર્યા બાદ રવિવારે શપથ લીધા હતા. ઇઝરાઇલની 120-સદસ્યની સંસદ ‘નેસેટ’માં 60 સભ્યોએ તેમના પક્ષમાં અને 59 સભ્યોએ વિરુદ્ધ મતદાન કર્યું હતું. આ દરમિયાન એક સભ્ય ગેરહાજર રહ્યો હતો.

ઇઝરાઇલની નવી સરકારમાં 27 પ્રધાનો છે, જેમાંથી નવ મહિલાઓ છે. સરકાર બનાવવા માટે જુદી જુદી વિચારધારાવાળી પાર્ટીઓએ ગઠબંધન બનાવ્યું છે. તેમાંથી જમણેરી, ડાબેરી, સાથે અરબસમુદાયનું પ્રતિનિધિત્વ કરતો એક પક્ષ પણ છે. યેશ એતિદ પાર્ટીના મિકી લેવીને સંસદના અધ્યક્ષ તરીકે ચૂંટાવામાં આવ્યા. 67 સભ્યોએ તેમની તરફેણમાં મત આપ્યો. આવી સ્થિતિમાં, ચાલો આપણે જાણીએ કે નફ્તાલી બેનેટ કોણ છે જેમણે નેતન્યાહુને સત્તામાંથી બહાર નીકળવાનો માર્ગ બતાવ્યો.

માત્ર 7 સીટ જીતીને બન્યા કિંગ મેકર

આજનું રાશિફળ તારીખ : 11-01-2025
ભારતની આ વ્હિસ્કીની વિદેશમાં છે બોલબાલા, ટોચની બ્રાન્ડ્સને છોડી પાછળ
Shilajit Benefits : એક મહિના સુધી શિલાજીત ખાવાથી શું થાય ?
ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર છે યુઝવેન્દ્ર ચહલ, પગાર અને કુલ નેટવર્થ જાણી ચોંકી જશો
અજાણતાં થયેલા પાપોથી કેવી રીતે મુક્તિ મેળવવી ? પ્રેમાનંદ મહારાજે કહી મોટી વાત
Relationship : પ્રેમ કરતા યુગલો અપનાવી રહ્યા છે નવો ચોંકાવનારો ટ્રેન્ડ, જાણો

નફ્તાલી બેનેટે એક ધાર્મિક યહૂદી છે. જેમણે હાઇ-ટેક ટેકનોલોજી સેક્ટરમાં લાખો ડોલર કમાયા છે. તેમને પશ્ચિમ કાંઠે યહૂદી વસાહતો સ્થાયી કરવા માટેના સમર્થક માનવામાં આવે છે. બેનેટ રાજધાની તેલ અવીવમાં રહે છે અને એક સમયે નેતન્યાહુના સાથી હતા. માર્ચમાં યોજાયેલી ચૂંટણીમાં બેનેટની યામિના પાર્ટીને માત્ર સાત બેઠકો મળી હતી. પરંતુ તેમણે નેતન્યાહુને ટેકો આપવાનો ઇનકાર કર્યો અને કિંગમેકર તરીકે ઉભરી આવ્યા. તેનું પરિણામ એ છે કે તે હવે દેશના વડાપ્રધાન બન્યા છે.

કટ્ટર દક્ષિણપંથી તરીકે ઓળખાણ

બેનેટ એ એક પૂર્વ ટેક ઉદ્યોગસાહસિક છે, જેમણે આ ધંધા દ્વારા કરોડો રૂપિયાની કમાણી કરી છે. તેમના માતા-પિતા અમેરિકન છે, જે ઇઝરાઇલ સ્થળાંતર થયા હતા. ટેક બિઝનેસ પછી, બેનેટ રાજકારણ તરફ વળ્યા. નફ્તાલી બેનેટને ખૂબ જ જમણેરી રાજકારણી તરીકે ઓળખવામાં આવે છે. બેનેટને તેમના મંતવ્યો માટે ‘અલ્ટ્રા રાષ્ટ્રવાદી’ માનવામાં આવે છે. યામિના પક્ષના નેતાએ ફેબ્રુઆરીમાં કહ્યું હતું કે તેઓ નેતન્યાહુ કરતા વધુ દક્ષિણપંથી છે. પરંતુ પોતાને રાજકીય રીતે પ્રોત્સાહન આપવા માટે સાધન તરીકે નફરત અથવા ધ્રુવીકરણનો ઉપયોગ કરશે નહીં.

પેલેસ્ટાઇનની આઝાદીના વિરોધમાં બેનેટ

નફ્તાલી બેનેટ હંમેશાં નેતન્યાહુના વિકલ્પ તરીકે પોતાની જાતને રજૂ કરતા આવ્યા છે છે. પરંતુ તેમના ગઠબંધનમાં અન્ય વિચારધારાવાળા પક્ષો પણ શામેલ છે. તેમણે પેલેસ્ટાઇનની આઝાદીનો વિરોધ કર્યો હતો. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના દબાણ હેઠળ પશ્ચિમ કાંઠે યહૂદી વસાહતોના સમાધાનને ધીમું પાડવામાં આવ્યું ત્યાતે બેનેટે નેતન્યાહૂની ખુલ્લેઆમ ટીકા કરી. બેનેટે વેસ્ટ બેંકના વસાહતીઓના અધિકારની હિમાયત કરી હતી. તે જ સમયે, 2013 માં, બેનેટ પ્રથમ વખત સંસદમાં પહુંચ્યા હતા.

નેતન્યાહુના હરીફ

49 વર્ષીય નફ્તાલી બેનેટ ચાર બાળકોના પિતા છે, જ્યારે મધ્ય પૂર્વના વિવાદોની વાત આવે છે ત્યારે નેતન્યાહૂ જેવા જ વિચાર ધરાવે છે. પરંતુ તાજેતરના વર્ષોમાં તેમના સંબંધોમાં થોડી તકરાર આવી છે. બેનેટે નેતન્યાહુની સરકારમાં ચીફ ઓફ સ્ટાફ તરીકે બે વર્ષ સેવા આપી હતી. નફ્તાલી બેનેટે માર્ચની ચૂંટણી પૂર્વે જમણેરી પક્ષના ગૌરક્ષક તરીકે અભિયાન ચલાવ્યું હતું અને રાષ્ટ્રીય ટીવી પર પ્રતિજ્ઞાપર હસ્તાક્ષર કર્યા હતા, અને કહ્યું હતું કે તેઓ સેન્ટ્રિસ્ટ અને નેતન્યાહુના મુખ્ય હરીફ યૈર લાપિદને (Yair Lapid) ક્યારેય વડા પ્રધાન બનવા દેશે નહીં.

દેશને એક સાથે જોડ્યો છે: બેનેટ

પરંતુ જ્યારે એ સ્પષ્ટ થઈ ગયું કે નેતન્યાહુ ગઠબંધન બનાવવામાં નિષ્ફળ ગયા છે, ત્યારે બેનેટે બે વર્ષ સુધી વડા પ્રધાન પદ સંભાળવાની સંમતિ આપી અને ત્યારબાદ યૈર લાપિદને સત્તા સોંપવાની સંમતિ આપી. બીજી તરફ નેતન્યાહુના સમર્થકોએ બેનેટને દેશદ્રોહી ગણાવ્યા છે. તો બેનેટનું કહેવું છે કે તેમણે સેન્ટ્રિસ્ટ લેપિડ સાથે સરકાર બનાવીને દેશને એક સાથે જોડ્યો છે અને દેશને પાંચમા તબક્કાની ચૂંટણીથી બચાવ્યો છે.

એલીટ કમાન્ડો યુનિટમાં કર્યું કામ

નફ્તાલી બેનેટ ઓર્થોડોક્સ યહૂદી છે અને હંમેશાં કપ્પા (યહૂદી લોકોની ધાર્મિક કેપ) પહેરનાર ઇઝરાઇલના પહેલા વડાપ્રધાન હશે. બેનેટે તેમના જીવનની શરૂઆત હાઇફામાં કરી. તેમણે ઇઝરાઇલ સેનાને પણ પોતાની સેવાઓ આપી છે. નફ્તાલી બેનેટ આધુનિક, ધાર્મિક અને રાષ્ટ્રવાદી વિચારધારાવાળી વ્યક્તિ છે. બેનેટ એલીટ ​​સાઇરેટ મટકલ કમાન્ડો યુનિટમાં ફરજ બજાવ્યા પછી, બેનેટ હિબ્રૂ યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કરવા ગયા. 1999 માં, તેમણે ક્યોટા નામની એન્ટી ફ્રોડ સોફ્ટવેર કંપનીની સ્થાપના કરી, જે તેમણે 2005 માં એક અમેરિકન કંપનીને 145 મિલિયનમાં વેચી હતી.

 

આ પણ વાંચો: Viral Memes: હિમેશના નવા ગીતની લોકોએ ઉડાવી એવી મજાક, તમે જોશો તો હસવુ નહી રોકી શકો

આ પણ વાંચો: લોકડાઉન 2.0 બાદ ડ્રાઈવ કરીને ક્યાં જઈ રહ્યા છે Amitabh Bachchan? બિગ બીએ શેર કરી તસ્વીર

Next Article