ભારતને યુદ્ધની ધમકીઓ આપતા રહેતા Pakistanમાં કેક માટે થઇ ગયું યુદ્ધ, વિદેશ મંત્રીનો Video Viral

|

Feb 09, 2021 | 12:57 PM

Pakistan ના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશી એકવાર ફરી અજિબો-ગરીબ કિસ્સાથી ચર્ચામાં આવ્યા છે. આ વખતે મુલ્તાનમાં તેમના સમર્થકો વચ્ચે કેક માટે જંગ થઇ ગઈ.

ભારતને યુદ્ધની ધમકીઓ આપતા રહેતા Pakistanમાં કેક માટે થઇ ગયું યુદ્ધ, વિદેશ મંત્રીનો Video Viral
કેક માટે પડાપડી

Follow us on

ભારતને કાશ્મીર, જુનાગઢ અને વિવિધ મુદ્દાઓ પર ગીધડ ધમકીઓ આપતા રહેતા અને સાઉદી અરબની વિરૂદ્ધમાં કડવા બોલ બોલીને પાકિસ્તાનની (Pakistan) રહી સહી ઈજ્જત કાઢી નાખનારા પાકના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશી એકવાર ફરી અજિબો-ગરીબ કિસ્સાથી ચર્ચામાં આવ્યા છે. આ વખતે મુલ્તાનમાં તેમના સમર્થકો વચ્ચે કેક માટે જંગ થઇ ગઈ. આ અજીબો ગરીબ ઘટનાનો વિડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ છે. વિડિઓમાં ભીડ ભેગી કરીને કુરૈશી કેક કાપે છે. જાણે કોરોના વાયરસની મહામારીને પડકાર આપી રહ્યા હોય.

અહેવાલો અનુસાર કુરેશીએ મુલ્તાનમાં એક રસ્તાનું ઉદ્ઘાટન કર્યું. આની ઉજવણી કરવા માટે એક મોટી કેક બનાવવામાં આવી હતી. વીડિયોમાં કુરેશી સમર્થકો દ્વારા ઘેરાયેલા જોવા મળે છે. અને કેક કાપી રહ્યા છે. આ બાદ પાછળના લોકો કેક માટે પડાપડી કરવા લાગે છે. બંને હાથે કેક ઉઠાઈને ભાગતા જોવા મળે છે. પાકિસ્તાન તેની આવી અજીબો ગરીબ ઘટનાઓ માટે વિશ્વભરમાં ચર્ચામાં રહે છે.

 

 

 

 

Next Video