ચીનના કારસ્તાનથી અમેરિકાના 22 રાજ્યોમાં ફેલાયો ભય

|

Aug 03, 2020 | 11:15 AM

કાવત્રાખોર ચીનના એક કારસ્તાનથી અમેરીકાના 22 રાજ્યોમાં ભયનો માહોલ સર્જાયો છે. અમેરીકાએ, ચીનના એવા રહસ્યમયી બીયાંરણની ઓળખ કરી લીધી છે કે જેને અમેરીકાથી કોઈએ આયાત કરવા જણાવ્યુ જ ના હોવા છતા ચીને એ બીયાંરણની નિકાસ કરી છે. એટલુ જ નહી અમેરીકાના 22 રાજ્યોમાં લોકોના ઘર સુધી એ બીયાંરણ પહોચાડી દેવાયુ છે. જેમાં સજાવટી ફળ, શાક, […]

ચીનના કારસ્તાનથી અમેરિકાના 22 રાજ્યોમાં ફેલાયો ભય

Follow us on

કાવત્રાખોર ચીનના એક કારસ્તાનથી અમેરીકાના 22 રાજ્યોમાં ભયનો માહોલ સર્જાયો છે. અમેરીકાએ, ચીનના એવા રહસ્યમયી બીયાંરણની ઓળખ કરી લીધી છે કે જેને અમેરીકાથી કોઈએ આયાત કરવા જણાવ્યુ જ ના હોવા છતા ચીને એ બીયાંરણની નિકાસ કરી છે. એટલુ જ નહી અમેરીકાના 22 રાજ્યોમાં લોકોના ઘર સુધી એ બીયાંરણ પહોચાડી દેવાયુ છે. જેમાં સજાવટી ફળ, શાક, જડીબુટ્ટી સહીતના અન્ય બીંયારણ છે. આ બીયારણના પેકેટ મળ્યા બાદ અમેરીકાના 22 રાજ્યોનો લોકોએ રીપોર્ટ કર્યો હતો કે તેમણે આવી કોઈ ચીજવસ્તુ માંગી નથી કે મંગાવી નથી છતા તેમના સુધી પહોચી છે. તપાસકર્તા એજન્સીનું કહેવુ છે કે, ચીનથી મોકલાવેલા બીયારણના આધારે 14 પ્રકારના છોડ અને ઔષધની ઓળખ કરી લેવાઈ છે.

અમેરીકાએ તમામે તમામ 50 રાજ્યોને બીયારણના પેકેટ અંગે સાવચેત કરી દીધા છે. જેના આધારે જાણવા મળ્યુ કે 50 પૈકી 22 રાજ્યોમાં બીયારણ પહોચ્યા છે. અરકાનસાસના એક રહીશે કહ્યું કે તેમણે અમેઝોન મારફતે ફુલના બીયારણનો ઓર્ડર આપ્યો હતો. પરંતુ જે મંગાવેલા હતા તેના બદલે આવા રહસ્યમયી બીયારણના પેકેટ મળ્યા છે. જેના ઉપર ચીન લખ્યુ છે. આથી તેમણે કૃષિ યુનિવર્સિટીમાંથી તજજ્ઞોને પણ આવીને આ બીયારણ શેના છે તેની તપાસ કરવા કહ્યુ છે. તો કેટલાક બીજમાંથી ઊગેલ છોડ શેના છે તે જાણી શકાય. જો કે ઓર્ડર આપ્યા વીના જ બીયારણ મોકલાયુ છે તેના પેકેટ ખોલ્યા નથી અને બીજીબાજુ એમેઝોનના કસ્ટમર કેરમાં ફોન કરીને આ બીયારણ પાછા લેવા માટે કહ્યું છે. એમનું માનવુ છે કે, બીયારણનો વ્યવસાય કરનારા આ પ્રકારે અન્ય બીયારણ મોકલીને તેમનો વ્યવસાય વધારવાનું ષડયંત્ર હોઈ શકે છે.

Next Article