china: Vaccineમાં પણ આ દેશમાં મિલાવટ, વેક્સિનના નામે વેચવામાં આવતું હતું ‘મીઠાનું પાણી’

વિશ્વમાં Corona Virus ફેલાવનાર Chinaમાંથી એક હેરાન કરી દે એવા સમાચાર આવ્યા છે. જાણકારી અનુસાર ચીનમાં એક ગેંગ છેલ્લા ઘણા મહિનાઓથી નકલી વેક્સિન બનાવી રહી હતી. લોકોના ડરનો ફાયદો ઉઠાવીને ટોળકી વેક્સિનના નામે ઈન્જેક્શનમાં મીઠાનું પાણી વેચી રહી હતી.

china: Vaccineમાં પણ આ દેશમાં મિલાવટ, વેક્સિનના નામે વેચવામાં આવતું હતું મીઠાનું પાણી
પ્રતિકાત્મક તસ્વીર
| Edited By: | Updated on: Feb 02, 2021 | 3:43 PM

વિશ્વમાં Corona Virus ફેલાવનાર Chinaમાંથી એક હેરાન કરી દે એવા સમાચાર આવ્યા છે. જાણકારી અનુસાર ચીનમાં એક ગેંગ છેલ્લા ઘણા મહિનાઓથી નકલી વેક્સિન બનાવી રહી હતી.  લોકોના ડરનો ફાયદો ઉઠાવીને ટોળકી વેક્સિનના નામે ઈન્જેક્શનમાં મીઠાનું પાણી વેચી રહી હતી. આ વિશે માહિતી આપતાં ચીની સરકારી મીડિયાએ જણાવ્યું કે આ ગેંગ ગત સપ્ટેમ્બરથી નકલી વેક્સિન બનાવી રહી હતી.

ચીનની સરકારી ન્યૂઝ એજન્સી શિન્હુઆ અનુસાર ઘણાં શહેરોમાં આ ધંધો ચાલી રહ્યો હતો. પોલીસે જિયાંગ્સુ, બેઇજિંગ અને શેંડોંગમાં 80 થી વધુ લોકોની ધરપકડ કરી છે. આ લોકો અત્યાર સુધીમાં 3000 થી વધુ નકલી કોરોના રસી બનાવી ચૂક્યા છે. શિન્હુઆએ જણાવ્યું હતું કે ચીનનું જાહેર સુરક્ષા મંત્રાલય આ મામલાની તપાસ કરી રહ્યું છે. નકલી રસી બનાવવા અને વેચવાનાને સરકાર ગંભીરતાથી લઈ રહી છે.

મીઠાના પાણીથી કમાયા ઘણા પૈસા
પોલીસને તપાસમાં જાણવા મળ્યું છે કે ગયા વર્ષે સપ્ટેમ્બરથી આ લોકો બનાવટી વેક્સિન વેચી રહ્યા હતા. બજારમાં મીઠાના પાણીથી ભરેલા ખારા સોલ્યુશનને વેચીને મોટી કમાણી કરી છે. કોરોના રસીના નામે આ ટોળકીએ નકલી વેક્સિન વેચીને ભારે ફાયદો ઉપાડ્યો છે.

ચાઇનીઝ વેક્સિન પણ નથી અસરકારક
કોરોના વાયરસ માટે ચીનમાં બે રસી તૈયાર કરવામાં આવી છે. જેને સિનોવાક અને સિનોફાર્મ (Sinovac and Sinopharm) કંપનીઓ દ્વારા તૈયાર કરવામાં આવી છે. ચીન સિવાય આ રસીઓ તુર્કી સહિત ઘણા દેશોમાં મોકલવામાં આવી છે. બંને કંપનીઓએ શરૂઆતમાં દાવો કર્યો હતો કે તેમની રસી કોરોના સામે લડવામાં 78 ટકા સુધી અસરકારક છે. ત્યારબાદ બ્રાઝિલમાં થયેલ ટ્રાયલમાં જાણવા મળ્યું હતું કે સિનોવાક માત્ર 50.38 ટકા અસરકારક છે. બાદમાં ઘણા દેશોએ ફરીથી વેક્સિનના ઓર્ડર પર સમીક્ષા કરવાનું શરૂ કર્યું છે. ચીનની સરકારી કંપની સિનોફાર્મ દ્વારા બનાવવામાં આવેલી વેક્સિન ટ્રાયલ દરમિયાન 79.34 સફળ માનવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છ કે વિશ્વમાં ત્રાહિમામ મચાવનાર કોરોના વાયરસ ચીનની જ દેન છે. 2019 ના અંતમાં પ્રથમ કેસ વુહાન શહેરમાં સામે આવ્યો હતો. અને તેણે પાછળથી વિશ્વમાં ધેરો લીધો.

 

આ પણ વાંચો: AIIMSએ ફરજીયાત PPE કીટ પહેરવા પર આપી રાહત, ફેસ માસ્ક અને ફેસ શિલ્ડ જરૂરી

Published On - 3:41 pm, Tue, 2 February 21