Fact Check: પાકિસ્તાનના ભૂતપૂર્વ આર્મી ચીફ કમર જાવેદ બાજવાનું થયું મૃત્યું? જાણો શું છે સત્ય

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 65 વર્ષીય ભૂતપૂર્વ જનરલને આ વર્ષની શરૂઆતમાં રાવલપિંડીની લશ્કરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે, તેઓ લપસીને બાથરૂમમાં પડી ગયા હતા. ફેબ્રુઆરી 2026 માં બનેલી આ ઘટનાના કારણે માથામાં ગંભીર ઈજા થઈ હતી.

Fact Check: પાકિસ્તાનના ભૂતપૂર્વ આર્મી ચીફ કમર જાવેદ બાજવાનું થયું મૃત્યું? જાણો શું છે સત્ય
Qamar Bajwa death
| Updated on: Mar 30, 2026 | 3:24 PM

પાકિસ્તાનના ભૂતપૂર્વ આર્મી ચીફ કમર જાવેદ બાજવાના મોતના સમાચાર છેલ્લા 2 દિવસથી ફરી રહ્યા છે. ત્યારે હવે ફેક્ટ ચેક કરતા અમને જાણ થઈ છે કે કમર જાવેદ બાજવાના માથામાં ગંભીર ઈજાઓ બાદ અવસાન થયું છે. નજીકના પરિવારના સભ્યો દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 65 વર્ષીય ભૂતપૂર્વ જનરલને આ વર્ષની શરૂઆતમાં રાવલપિંડીની લશ્કરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે, તેઓ લપસીને બાથરૂમમાં પડી ગયા હતા. ફેબ્રુઆરી 2026 માં બનેલી આ ઘટનાના કારણે માથામાં ગંભીર ઈજા થઈ હતી.

કમર બાજવાનું થયું મૃત્યુ?

ફેબ્રુઆરીમાં સોશિયલ મીડિયા પર પ્રકાશિત એક વિડીયો મેસેજમાં, ભૂતપૂર્વ આર્મી ચીફના સાળા, નઈમ ખુમ્મને સમજાવ્યું હતું કે બાજવા ખુલ્લા પગે હતા. તેઓ બાથરૂમમાં લપસી ગયા હતા અને તેમને માથામાં ઈજા થઈ હતી. તે સમયે, તેમણે જણાવ્યું હતું કે તબીબી તપાસમાં કંઈ શંકાસ્પદ બહાર આવ્યું નથી અને તમામ જરૂરી પરીક્ષણો કરવામાં આવ્યા હતા. તે સમયની પરિસ્થિતિનું વર્ણન કરતા, ખુમ્મને ટિપ્પણી કરી હતી કે પાકિસ્તાનના ભૂતપૂર્વ આર્મી ચીફ “100 ટકા ખતરાની બહાર” હતા.

પણ બે દિવસ પહેલા જ તેમના મોતની પુષ્ટિ થઈ છે. લાંબા સમયથી હોસ્પિટલમાં ભર્તી રહ્યા હતા તેમ છત્તા શરીરે સાથ છોડી દેતા તેમનું મૃત્યું થયું છે.

મોટી સર્જરી કરવામાં આવી

હોસ્પિટલ અને પરિવારના સૂત્રોએ અગાઉ પુષ્ટિ આપી હતી કે તેમને પડી ગયા પછી તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. દાખલ થયાના થોડા સમય પછી, ડોકટરોએ તેમના પર મોટી સર્જરી કરી. ત્યારબાદ, તેમને ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU) માં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા.

તે સમયે, હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું હતું કે સર્જરી સફળ રહી છે, પરંતુ તેમની રિકવરી આગામી દિવસોમાં તેમની સ્થિતિમાં કેટલો સુધારો થશે તેના પર નિર્ભર રહેશે. ઈજાની ગંભીરતાને જોતાં, તબીબી ટીમો તેમને નજીકથી દેખરેખ હેઠળ રાખી રહી હતી. બાજવાએ 2016 થી 2022 સુધી પાકિસ્તાનના આર્મી ચીફ તરીકે સેવા આપી હતી. તેમનો કાર્યકાળ 2019 માં લંબાવવામાં આવ્યો હતો. 2022 ના અંતમાં નિવૃત્ત થયા પછી, બાજવા મોટાભાગે લોકોની નજરથી દૂર રહ્યા છે.

Breaking News: પાકિસ્તાનમાં લાગ્યુ લોકડાઉન, શાળાઓ અને ઓફિસોમાં ફરજિયાત વર્ક ફ્રોમ હોમનો આદેશ, ઈંધણની કટોકટી વચ્ચે લેવાયો નિર્ણય, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us