આ દુનિયામાં અજીબોગરીબ લોકો વશે છે અને એવાજ અજીબોગરીબ વિક્રમ પણ સર્જાતા હોય છે. કેટલાક લોકો ક્ષમતા કેળવીને વિશ્વવિક્રમ બનાવે છે. તો કેલ્તાક લોકોમાં આવી પ્રતિભા પહેલાથી જ હોય છે. એટલે કે કુદરતની જ ભેટ હોય છે. પરંતુ આજની જે અનોખી વાત છે તેના વિશે જાણીને તમે પણ હેરાન રહી જશો.
આપણી આંખની પાંપણના વાળ અડધા ઈંચની લંબાઈ પણ માંડ ધરાવતા હોય છે. કોઈની પાંપણના વાળ એક ઇંચ જેટલા લાંબા હોય તો પણ તે બહુ લાંબા ગણાય છે. પરંતુ એક મહિલાએ પાંપણના 4.81 ઈંચ લંબાઈ વાળા વાળ સાથે વર્ષ 2016માં વિક્રમ સર્જ્યો હતો. પરંતુ હવે તેણે પોતાના વિક્રમ તોડ્યો છે. કારણ કે તેના આ પાંપણના વાળ ની લંબાઈ હવે તેનાથી પણ બમણી થઈ ગઈ છે.
દક્ષિણ ચીનના ચાંગજોઉ શહેરમાં રહેતી યુવતી યુ જીઆનજિયા નામની મહિલાની પાંપણના વાળ 2016માં 4.50 ઇંચ જેટલી લંબાઇ ના હોવાનો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા નોંધવામાં આવ્યો હતો.
પરંતુ આજે લગભગ પાંચ વર્ષ પછી આ મહિલાની પાંપણના વાળ આઠ ઈંચ જેટલા લાંબા થઈ ગયા છે. અને તેણે પોતાનો જ ગયા વર્ષનો વિક્રમ તોડ્યો છે. જીઆનજીયા ના પાંપણ ના વાળ તેના ગાલ પરથી થઈને છેક જડબાના ભાગ સુધી પહોંચે છે.
તેની આ સ્થિતિ જોઈ ડોક્ટરો પણ મૂંઝવણમાં પડી ગયા છે. પરંતુ જિઆનજિયા પોતાની પાપણના આટલા લાંબા વાળને ભગવાન તરફથી મળેલ ભેટ ગણે છે. 2015માં તેને લાગ્યું કે તેના પાંપણના વાળ વધારે પડતા લાંબા છે. તે ડોક્ટર પાસે પણ ગઈ હતી. પરંતુ તેમની પાસે પણ કોઇ ખુલાસો નહોતો. તેમના ઘરમાં કોઈને આવા લાંબા વાળ કોઈને નથી. આ વાળથી પોતાને રોજિંદા જીવનમાં કોઈ તકલીફ પડતી નથી તેવું તેઓ કહે છે.
આ પણ વાંચો: Surat: જૂના અખાડા સામે આજે પણ આધુનિક જીમનો ધોબી પછાડ, જાણો આ 168 વર્ષ જુના અખાડા વિશે
આ પણ વાંચો: ‘નેતન્યાહૂ રાજ’નો અંત! જાણો કોણ છે Israel ના નવા પ્રધાનમંત્રી Naftali Bennett?
Published On - 1:24 pm, Mon, 14 June 21