
તેણે દુ:ખમાં પણ પોતાની જાતને સજાવવાની ભાવના દર્શાવી અને દુખી થવાને બદલે તેણે ઉજવણી કરી. તે કહે છે કે તેણે છૂટાછેડાની પાર્ટીઓ પહેલા જોઈ હતી પરંતુ તેને અંદાજો ન હતો કે ક્યારે તેણે પણ આવી ઉજવણી કરવી પડશે.

એક સમયે તેણે ખરીદેલા લાખોના વેડિંગ ડ્રેસને તેણે ઝાડ પર લટકાવીને તેના પર કાળો રંગ છાંટ્યો હતો. તેના મંગેતરને રિવીલિંગ ડ્રેસ પસંદ ન હોવાથી, તેણે બ્રેક-અપના ફોટોશૂટ માટે બ્લેક કલરનો રિવીલિંગ ડ્રેસ પસંદ કર્યો.

આ બધું તેના માટે સરળ નહોતું. તેણે પોતાના લગ્ન માટે મોટા સપના સજાવ્યા હતા અને તેની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. આ દરમિયાન, તેણે એક કેક પણ કાપી હતી, જેના પર લગ્નની તારીખ સાથે લખવામાં આવ્યું હતું કે, હવે તે આ નહીં કરે