વીડિયો : કતારમાં 8 ભૂતપૂર્વ નૌસૈનિકની ફાંસીની સજા પર લાગી રોક, ભારત સરકારની અપીલ પર મળી મોટી રાહત

કતારમાં મૃત્યુદંડની સજા પામેલા 8 ભૂતપૂર્વ નૌસૈનિકને ગુરુવારે એટલે કે, 28 ડિસેમ્બર મોટી રાહત મળી છે. તમામ આઠ લોકોની સજામાં ઘટાડો કરવામાં આવ્યો છે. કહેવામા આવી રહ્યું છે ભારત સરકારની અપીલ બાદ આ જવાનોને મોટી રાહત મળી છે.

વીડિયો : કતારમાં 8 ભૂતપૂર્વ નૌસૈનિકની ફાંસીની સજા પર લાગી રોક, ભારત સરકારની અપીલ પર મળી મોટી રાહત
| Updated on: Dec 28, 2023 | 5:05 PM

કતારમાં મૃત્યુદંડની સજા પામેલા આઠ ભૂતપૂર્વ ભારતીય ખલાસીઓને ગુરુવારે (28 ડિસેમ્બર) મોટી રાહત મળી છે. ભારત સરકારની અપીલ પર તમામ આઠ લોકોની ફાંસીની સજા પર રોક લગાવવામાં આવી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે તેણે આ મામલે કતારની કોર્ટનો સંપર્ક કર્યો છે. સુનાવણી દરમિયાન કોર્ટે સજામાં ઘટાડો કર્યો હતો.

વિદેશ મંત્રાલયે આ અંગે જણાવ્યુ હતું કે, “વિગતવાર આદેશના નકલની રાહ જોવાઈ રહી છે.” અમારી લીગલ ટીમ આગામી પગલા અંગે આઠ ભારતીયોના પરિવારના સતત સંપર્કમાં છે. સુનાવણી દરમિયાન રાજદૂતો અને અધિકારીઓ કોર્ટમાં હાજર હતા. આગામી સમયમાં જરૂરી કાનૂની કાર્યવાહીમાં તેમના પરિવાર સાથે મંત્રાલય સતત સંપર્કમાં રહેશે.

મંત્રાલયે વધુમાં કહ્યું કે અમે શરૂઆતથી જ આઠ લોકોના પરિવાર સાથે ઉભા છીએ. મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને તેના વિશે વધુ બોલવું અમારા માટે યોગ્ય રહેશે નહીં.

શું છે આરોપ?

કતાર સ્થિત અલ દહરા કંપનીમાં કામ કરતા આઠ ભારતીયો પર કથિત રીતે જાસૂસીનો આરોપ છે. જોકે સત્તાવાર રીતે કતારે આરોપો અંગે કંઈ કહ્યું નથી. કતાર કોર્ટે તેને આરોપને પગલે ફાંસીની સજા આપી હતી જે બાદ ભારતે હસ્તક્ષેપ કર્યો હતો.

કોણ છે આઠ ભારતીયો નૌસૈનિક?

ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ જવાનોની ઓળખ કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા, કમાન્ડર અમિત નાગપાલ, કમાન્ડર સુગુનાકર પાકલા, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કમાન્ડર સંજીવ ગુપ્તા અને નાવિક રાગેશ ગોપાકુમાર સહિતના જવાનોનો સમાવેશ થાય છે.

Published On - 3:55 pm, Thu, 28 December 23