ભૂકંપના આંચકાએ 9 દેશોને હચમચાવ્યા, અડધી મિનિટથી વધુ સમય સુધી ધ્રૂજી ધરા, પાકિસ્તાનમાં સૌથી વધુ તબાહી

|

Mar 22, 2023 | 1:29 PM

ગઈકાલે રાત્રે દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. 6.6ની તીવ્રતાના ભૂકંપના કારણે પૃથ્વી 40 સેકન્ડ સુધી ધ્રૂજી ઉઠી હતી. ગભરાટના કારણે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.

ભૂકંપના આંચકાએ 9 દેશોને હચમચાવ્યા, અડધી મિનિટથી વધુ સમય સુધી ધ્રૂજી ધરા, પાકિસ્તાનમાં સૌથી વધુ તબાહી
Earthquake shook 9 countries

Follow us on

ગઈકાલે રાત્રે આવેલા ભૂકંપની અસર એશિયાના અનેક દેશોમાં જોવા મળી હતી. ભારત સહિત 9 દેશોમાં લાંબા સમય સુધી ભૂકંપના આંચકા અનુભવાયા અને 40 સેકન્ડ સુધી ધરતી ધ્રૂજતી રહી. ગભરાટના કારણે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. રિક્ટર સ્કેલ પર 6.6ની તીવ્રતા ધરાવતો ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી 133 કિમી દક્ષિણપૂર્વમાં જણાવવામાં આવી રહ્યું છે.

ભૂકંપનું કેન્દ્ર જમીનથી 56 કિલોમીટરની ઉંડાઈએ હતું. હિંદુકૂશ પર્વતના આ વિસ્તારમાં વારંવાર ભૂકંપના આંચકા આવી રહ્યા છે. અફઘાનિસ્તાન અને ચીન સહિત 9 દેશોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

9 દેશોમાં ભૂકંપથી તબાહી

અફઘાનિસ્તાનમાં ભૂકંપના કેન્દ્રબિંદુમાં જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી, પરંતુ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે. જોરદાર આંચકા બાદ ખૈબર પખ્તુનખ્વામાં એક ઈમારત ધરાશાયી થતાં 9 લોકોના મોત થયા હતા. અહીં અત્યાર સુધીમાં 11ના મોત થયા છે અને 150થી વધુ લોકો ઘાયલ થયા છે. એશિયામાં તુર્કમેનિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનમાં પણ ભૂકંપની હલચલ જોવા મળી હતી. આ દેશોમાં ભૂકંપના કારણે ભારે નુકસાન થવાની આશંકા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ક્યાં ક્યાં અનુભવાયા ભૂકંપી આંચકા?

  • ભારત
  • પાકિસ્તાન
  • અફઘાનિસ્તાન
  • ચીન
  • કઝાકિસ્તાન
  • તુર્કમેનિસ્તાન
  • તાજિકિસ્તાન
  • ઉઝબેકિસ્તાન
  • કિર્ગિસ્તાન

11 જ દિવસમાં 5 આંચકા

  • 21 માર્ચ – 6.6 તીવ્રતાનો ભૂકંપ
  • 18 માર્ચ – 5 તીવ્રતાનો ભૂકંપ
  • 12 માર્ચ – 4.5 તીવ્રતાનો ભૂકંપ
  • 11 માર્ચ – 4.5 તીવ્રતાનો ભૂકંપ
  • 10 માર્ચ – 4.5 તીવ્રતાનો ભૂકંપ

ભારતમાં ક્યાં ક્યાં અનુભવાયા આંચકા ?

  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • જમ્મુ અને કાશ્મીર
  • પંજાબ
  • રાજસ્થાન
  • ઉત્તરાખંડ
  • અને મધ્યપ્રદેશ

તમને જણાવી દઈએ કે ગઈકાલને રાત્રે આવેલા ભૂકંપના આંચકા બાદ ફરી એકવાર હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં બપોરે 12.51 કલાકે હળવો આંચકો અનુભવાયો હતો.રિએક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.8 આંકવામાં આવી હતી. એક અધિકારીએ જણાવ્યું કે ભૂકંપ બાદ જમ્મુ-કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં મોબાઈલ સેવા પણ બંધ થઈ ગઈ છે.

ભૂકંપ કેમ આવે છે?

તમને જણાવી દઈએ તો પૃથ્વી ચાર સ્તરોથી બનેલી છે. તેની ઉપરની સપાટી પર 7 ટેકટોનિક પ્લેટો છે. આ પ્લેટો હલતી રહે છે. ત્યારે જ્યારે પ્લેટો એકબીજા સાથે અથડાય છે, ત્યારે તે કંપનનું કારણ બને છે, જેને ભૂકંપ કહેવામાં આવે છે.

Published On - 10:40 am, Wed, 22 March 23

Next Article