Earthquake in New Zealand: 8.1ની તીવ્રતાના ભૂકંપ બાદ સુનામીનું જોખમ, લોકોનું સ્થળાંતર શરૂ

|

Mar 06, 2021 | 6:25 PM

ન્યૂઝીલેન્ડમાં શુક્રવારે આવેલા ભૂકંપના ત્રણ આંચકા બાદ (Earthquake in New Zealand) હવે સુનામીનું જોખમ ઉભુ થયું છે.

Earthquake in New Zealand: 8.1ની તીવ્રતાના ભૂકંપ બાદ સુનામીનું જોખમ, લોકોનું સ્થળાંતર શરૂ

Follow us on

ન્યૂઝીલેન્ડમાં શુક્રવારે આવેલા ભૂકંપના ત્રણ આંચકા બાદ (Earthquake in New Zealand) હવે સુનામીનું જોખમ ઉભુ થયુ છે. ન્યૂઝીલેન્ડના ઉત્તર-પૂર્વ દરિયાકાંઠે 8.0 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. સાથે જ અન્ય 7.4 અને 7.3ની તીવ્રતાના બે ભૂકંપ આવ્યા હતા. ત્યારબાદ ન્યુઝીલેન્ડની નેશનલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સી (NEMA) એ સુનામીને (Tsunami) લઈને ચેતવણી જાહેર કરી છે.

ભૂકંપના ત્રણ પ્રબળ આંચકા બાદ ન્યૂઝીલેન્ડમાં ભયનો માહોલ ઉભો થયો છે. એજન્સીએ દરિયાકિનારે રહેતા લોકોને સલાહ આપી છે કે જો તેઓ લાંબા સમય સુધી ભૂકંપના આંચકાનો અનુભવ કરે તો ઉંચા મેદાનમાં જતા રહે. સુનામીના ભયને જોતા અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. રસ્તા પર ગાડીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. લોકો જલ્દી જ સુરક્ષિત સ્થાન પર પહોંચવા માંગી રહ્યા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Next Article