Earthquake In Afghanistan: 5.6ની તીવ્રતાના ભૂકંપથી ધ્રુજી ઉઠયું પશ્ચિમ અફઘાનિસ્તાન, અત્યાર સુધીમાં 26 લોકોના મોત

|

Jan 18, 2022 | 6:40 AM

પ્રાંતના સંસ્કૃતિ અને માહિતી વિભાગના વડા બસ મોહમ્મદ સરવારીના જણાવ્યા અનુસાર, પ્રાંતના દક્ષિણ ભાગ સ્થિત કાદિસ જિલ્લામાં સૌથી વધુ નુકસાન થયું છે અને સૌથી વધુ જાનહાનિ થઈ છે.

Earthquake In Afghanistan:  5.6ની તીવ્રતાના ભૂકંપથી ધ્રુજી ઉઠયું પશ્ચિમ અફઘાનિસ્તાન, અત્યાર સુધીમાં 26 લોકોના મોત
Symbolic photo

Follow us on

સોમવારે બપોરે અફઘાનિસ્તાનના (Afghanistan) પશ્ચિમમાં સ્થિત બદગીસ પ્રાંતમાં ભૂકંપના (Earthquake) બે આંચકાએ તુર્કમેનિસ્તાન સાથે જોડાયેલા સરહદી વિસ્તારને હચમચાવી નાખ્યો હતો. રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.6 માપવામાં આવી છે. આ કુદરતી ઘટનાથી અત્યાર સુધીમાં 26 લોકોના મોત થયા છે. એક સ્થાનિક અધિકારીએ આ માહિતી આપી. અધિકારીઓએ ભય વ્યક્ત કર્યો હતો કે મૃતકોની સંખ્યા વધી શકે છે કારણ કે ભૂકંપથી પ્રભાવિત દૂરના ગામોમાં રાહત અને બચાવ કામગીરી હજુ પણ ચાલી રહી છે.

પ્રાંતના સંસ્કૃતિ અને માહિતી વિભાગના વડા બસ મોહમ્મદ સરવારીએ જણાવ્યું હતું કે ભૂકંપના કારણે થયેલા વિનાશમાં ઘણા મકાનો ધરાશાયી થયા છે. અમેરિકન જીઓલોજિકલ સર્વે અનુસાર, સ્થાનિક સમય અનુસાર બપોરે લગભગ 2 વાગ્યે 5.6ની તીવ્રતાનો પહેલો ભૂકંપ અનુભવાયો હતો, જ્યારે 4.9નો બીજો ભૂકંપ સાંજે 4 વાગ્યે અનુભવાયો હતો.

પ્રાંતના સંસ્કૃતિ અને માહિતી વિભાગના વડા બસ મોહમ્મદ સરવારીના જણાવ્યા અનુસાર, પ્રાંતના દક્ષિણ ભાગમાં સ્થિત કાદિસ જિલ્લામાં સૌથી વધુ નુકસાન થયું છે અને સૌથી વધુ જાનહાનિ થઈ છે. આ પહેલા શુક્રવારે રાત્રે પાકિસ્તાનના ઉત્તર ભાગમાં 5.6ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પાકિસ્તાનના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તેમાં કોઈ નુકસાન થયું ના હતું.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેશમાં 5.6ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન (Afghanistan-Tajikistan) સરહદી વિસ્તારમાં 100 કિલોમીટરની ઊંડાઈએ હતું. પેશાવર, માનશેરા, બાલાકોટ અને ચારસદા સહિત ખૈબર-પખ્તુનખ્વાના અનેક શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઉત્તરમાં ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

નોંધનીય છે કે, શુક્રવારે અફઘાનિસ્તાનના ફૈઝાબાદ નજીક ભૂકંપનો આચંકો અનુભવાયો હતો. જોકે તે સમયે કોઈ જાનહાનિની માહિતી સામે આવી ના હતી. શુક્રવારે આવેલા ભૂકંપ 5.3 તીવ્રતા અને તેનું કેન્દ્ર અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી 117 કિમી દક્ષિણપૂર્વમાં હતું.

ઈન્ડોનેશિયામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા

શુક્રવારે ઈન્ડોનેશિયાના મુખ્ય ટાપુ જાવા પર જોરદાર ભૂકંપ આવ્યો હતો, જેનાથી રાજધાની જકાર્તામાં ઈમારતો હચમચી ગઈ હતી, પરંતુ જાન-માલને કોઈ ગંભીર નુકસાન થયાના તાત્કાલિક અહેવાલ મળ્યા ના હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ભૂકંપને કારણે સુનામીનો કોઈ ખતરો નથી.

આ પણ વાંચો : Punjab Assembly Election 2022: સિદ્ધુએ કેજરીવાલને ‘પ્રવાસી પક્ષી’ કહ્યા, કહ્યું- ખોટા વચનો આપીને લોકોને લલચાવે છે દિલ્હીના મુખ્યમંત્રી

આ પણ વાંચો : Patan : રાધનપુરમાં સત્કાર સમારંભમાં કોરોના ગાઇડ લાઇનનો સરેઆમ ભંગ, નેતાઓ પણ માસ્ક વિના જોવા મળ્યા

Next Article