દુબઈની સરકાર વિશ્વની પહેલી 100 ટકા પેપરલેસ સરકાર બની, ક્રાઉન પ્રિન્સ શેખ હમદાને આપી માહિતી

|

Dec 13, 2021 | 8:21 AM

દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાને જણાવ્યું હતું કે સરકાર આગામી પાંચ દાયકામાં દુબઈમાં ડિજિટલ લાઈફ બનાવવા અને તેને વધારવા માટે અદ્યતન વ્યૂહરચના અમલમાં મૂકવાની યોજના ધરાવે છે.

દુબઈની સરકાર વિશ્વની પહેલી 100 ટકા પેપરલેસ સરકાર બની, ક્રાઉન પ્રિન્સ શેખ હમદાને આપી માહિતી
File Photo

Follow us on

આજે કોઈ પણ દેશની સરકાર (Government of the country) હોય કાગળ તો જરૂરી છે. ઘણીવાર એવું પણ થતું હોય છે કે કુદરતી આફત આવે તો આ કાગળના દસ્તાવેજો ગુમ થવાનો ભય રહે છે. જેના કારણે ઘણી વાર અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ દિશામાં દુબઇ સરકાર દ્વારા એક પગલું ભરવામાં આવ્યું છે.

દુબઈ સરકાર (Government of Dubai) 100% પેપરલેસ થનારી વિશ્વની પ્રથમ સરકાર બની છે. સંયુક્ત આરબ અમીરાતના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રશીદ અલ મકતુમે જાહેરાત કરી હતી કે પેપરલેસ થવાથી સરકારના 1.3 બિલિયન દિરહામ (35 કરોડ ડોલર) અને 40 લાખ શ્રમ કલાકોની બચત થઇ છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

દુબઈ સરકારમાં તમામ આંતરિક, બાહ્ય વ્યવહારો અને પ્રક્રિયાઓ હવે 100% ડિજિટલ છે અને વ્યાપક ડિજિટલ સરકારી સેવાઓ પ્લેટફોર્મ દ્વારા દેખરેખ અને સંચાલિત છે. શેખ હમદાને શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ધ્યેય હાંસલ કરવો એ જીવનના તમામ પાસાઓને ડિજિટાઇઝ કરવાની દુબઇની યાત્રામાં નવા તબક્કાની શરૂઆત દર્શાવે છે. આ પ્રવાસનો આધાર નવીનતા, કલાત્મકતા અને ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.

તેમણે ઉમેર્યું હતું કે આ સિદ્ધિ દુબઈની વિશ્વની અગ્રણી ડિજિટલ મૂડી તરીકેની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે અને સરકારી કામગીરી અને સેવાઓ ડિઝાઇન કરવામાં રોલ મોડેલ તરીકે છે જે ગ્રાહકોમાં ખુશીનું કારણ બની શકે છે.

ડિજિટલાઇઝેશન Dubai Now એપ્લિકેશન દ્વારા રહેવાસીઓને અસાધારણ અનુભવો પ્રદાન કરવામાં પણ મદદ કરશે. જે 12 મુખ્ય શ્રેણીઓમાં 130 થી વધુ સ્માર્ટ સિટી સેવાઓને ઍક્સેસ કરવાની મંજૂરી આપે છે. આ સંસ્થાઓ 1,800 થી વધુ ડિજિટલ સેવાઓ અને 10,500 થી વધુ મુખ્ય વ્યવહારો પ્રદાન કરે છે.

દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાને જણાવ્યું હતું કે સરકાર આગામી પાંચ દાયકામાં દુબઈમાં ડિજિટલ લાઈફ બનાવવા અને તેને વધારવા માટે અદ્યતન વ્યૂહરચના અમલમાં મૂકવાની યોજના ધરાવે છે. યુ.એસ., યુકે, યુરોપ અને કેનેડાએ મોટા પાયે સરકારી કામગીરીને ડિજિટાઇઝ કરવાની યોજના વ્યક્ત કરી હોવા છતાં સાયબર હુમલાના ભયને કારણે તેમના ડિજીટલાઇઝેશન અંગે શંકાઓ રહે છે.

 

આ પણ વાંચો : ફાઈઝરનો બૂસ્ટર ડોઝ ઓમિક્રોન વેરિઅન્ટ સામે રક્ષણ આપવા માટે અસરકારક, ઇઝરાયેલના વૈજ્ઞાનિકોએ કર્યો દાવો

આ પણ વાંચો : Happy birthday Venkatesh: બોલિવૂડનો ‘અનાડી’ કેવી રીતે બન્યો સાઉથનો સુપરસ્ટાર? વેંકટેશના જન્મદિવસ પર જાણો તેમની સાથે જોડાયેલી ખાસ વાતો

Next Article