દુબઈથી પકડી લાવવામાં આવેલા આ બંને વચેટિયાઓની ઊંઘ હરામ કરી નાખી EDએ, વહેલી સવારે 4 વાગ્યાથી થઈ રહી છે પૂછપરછ

|

Jan 31, 2019 | 2:58 AM

ઑગસ્ટા વેસ્ટલૅંડ હેલિકૉપ્ટર કૌભાંડ કેસમાં ક્રિશ્ચિયન મિશેલને ભારત લાવ્યા બાદ ભારતને વધુ બે દલાલોને ઝડપી પાડવામાં સફળતા મળી છે. ભારતીય તપાસ એજન્સીઓએ દુબઈના ઍકાઉંટંટ રાજીવ સક્સેના અને દીપક તલવારને ભારત લાવવામાં સફળતા મળી છે. અધિકારીઓ બુધવારે સાંજે બંને આરોપીઓને દિલ્હી લઈ આવી. દુબઈના અધિકારીઓએ બંનેને બુધવારે સવારે પકડ્યા હતાં. Web Stories View more પાકિસ્તાનમાં કામ […]

દુબઈથી પકડી લાવવામાં આવેલા આ બંને વચેટિયાઓની ઊંઘ હરામ કરી નાખી EDએ, વહેલી સવારે 4 વાગ્યાથી થઈ રહી છે પૂછપરછ

Follow us on

ઑગસ્ટા વેસ્ટલૅંડ હેલિકૉપ્ટર કૌભાંડ કેસમાં ક્રિશ્ચિયન મિશેલને ભારત લાવ્યા બાદ ભારતને વધુ બે દલાલોને ઝડપી પાડવામાં સફળતા મળી છે.

ભારતીય તપાસ એજન્સીઓએ દુબઈના ઍકાઉંટંટ રાજીવ સક્સેના અને દીપક તલવારને ભારત લાવવામાં સફળતા મળી છે. અધિકારીઓ બુધવારે સાંજે બંને આરોપીઓને દિલ્હી લઈ આવી. દુબઈના અધિકારીઓએ બંનેને બુધવારે સવારે પકડ્યા હતાં.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

રાજીવ સક્સેના અને દીપક તલવાર બંને હાલમાં એન્ફોર્સમેંટ ડિપાર્ટમેંટ (ED)ની કસ્ટડીમાં છે અને વહેલી સવારે 4 વાગ્યાથી બંનેની કડક પૂછપરછ ચાલી રહી છે.

રાજીવ સક્સેનાથી નાણા શોધનના આરોપોમાં ઈડી અને કેન્દ્રીય તપાસ બ્યૂરો (CBI) બંને આરોપીઓની સવારે ચાર વાગ્યાથી પૂછપરછ કરી રહી છે. બંનેને આજે બપોરે 2 વાગ્યે કોર્ટમાં રજૂ કરાશે.

આ પહેલા સીબીઆઈએ બ્રિટિશ નાગરિક મિશેલને પ્રત્યર્પિત કરાયો હતો. હાલમાં તે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.

ઈડીએ દુબઈ નિવાસી રાજીવ સક્સેનાને ઘણા કેસોમાં સમન કર્યો હતો અને 2007માં તેની પત્ની શિવાની સક્સેનાની ચેન્નઈ ઍરપોર્ટ પરથી ધરપકડ કરાઈ હતી. હાલમાં શિવાની જામીન પર છે.

ઈડીનો આરોપ છે કે સક્સેના, શિવાની અને દુબઈ ખાતેની તેની બે ફર્મોએ ધન શોધન કર્યું. બંનેને વહેલી સવારે ચાર વાગ્યે ઈડી ઑફિસે લઈ જવાયો.

ઈડીએ આ કેસમાં દાખલ ચાર્જશીટમાં સક્સેનાનું નામ નોંધ્યુ હતું અને તેની વિરુદ્ધ બિનજામીનપાત્ર વૉરંટ ઇશ્યુ કર્યુ હતું. ગત 6 ઑક્ટોહબરે દિલ્હીની એક અદાલતે સક્સેના વિરુદ્ધ બિન જામીનપાત્ર વૉરંટ જાહેર કર્યુ હતું.

[yop_poll id=918]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article