Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પની ન્યૂયોર્ક પોલીસે કરી ધરપકડ, પોર્નસ્ટાર સાથે સંકળાયેલા મામલામાં કરાઈ ધરપકડ

2016ની રાષ્ટ્રપતિ ચૂંટણી પ્રચાર દરમિયાન પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને તેનું મોં બંધ રાખવા માટે પૈસા આપ્યા હતા. આ મામલામાં ન્યૂયોર્કમાં ટ્રમ્પની કોર્ટમાં હાજરીને લઈને પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પની ન્યૂયોર્ક પોલીસે કરી ધરપકડ, પોર્નસ્ટાર સાથે સંકળાયેલા મામલામાં કરાઈ ધરપકડ
| Updated on: Apr 04, 2023 | 11:55 PM

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ક્રિમિનલ કેસમાં ન્યૂયોર્કની મેનહટન કોર્ટમાં હાજર થાય તે પહેલા જ ન્યૂયોર્ક પોલીસે ટ્રમ્પની ધરપકડ કરી લીધી છે. ટ્રમ્પ પર આરોપ છે કે તેમણે 2016ની રાષ્ટ્રપતિ ચૂંટણી પ્રચાર દરમિયાન પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને તેનું મોં બંધ રાખવા માટે પૈસા આપ્યા હતા. આ મામલામાં ન્યૂયોર્કમાં ટ્રમ્પની કોર્ટમાં હાજરીને લઈને પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. 35000 જવાનોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

મને મારી ધરપકડ થવાની અપેક્ષા નહતી: ડોનાલ્ડ ટ્રમ્પ

પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ધરપકડ થયા બાદ પ્રતિક્રિયા આપતા કહ્યું કે મને મારી ધરપકડ થવાની અપેક્ષા નહતી. કોર્ટની બહાર ટ્રમ્પ સમર્થકોનો જમાવડો જોવા મળી રહ્યો છે.

 

ટ્રમ્પ અને પોર્ન સ્ટાર વચ્ચેનો આ વિવાદ 2006માં શરૂ થયો હતો. બંનેની મુલાકાત એક ટૂર્નામેન્ટ દરમિયાન થઈ હતી. તે સમયે ટ્રમ્પ 60 અને સ્ટોર્મીની ઉંમર 27 વર્ષની હતી. બંને વચ્ચે એક હોટલમાં સંબંધ બંધાયો હતો. 2011માં ડેનિયલ્સે એક ઈન્ટરવ્યુમાં ટ્રમ્પ સાથેના સંબંધો અંગે ચર્ચા કરી હતી.

આ પણ વાંચો: Covid 19: એક મહિનામાં વિશ્વમાં કોરોનાના નોંધાયા 40 લાખ કેસ, 25000થી વધુ લોકોના થયા મોત

આ પછી જ્યારે ટ્રમ્પ 2016માં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉભા હતા, ત્યારે તેમણે સ્ટોર્મીને 1 લાખ 30 હજાર ડોલર આપ્યા હતા, જેથી તે આ મુદ્દે કંઈ ન બોલે. ટ્રમ્પે આ પૈસા પોતાના વકીલ માઈકલ કોહેન મારફત મોકલ્યા હતા. આ ડીલના સમાચાર 2018માં બહાર આવ્યા હતા. ટ્રમ્પ અને કોહેને તેનો ઈનકાર કર્યો હતો. કોહેને પાછળથી ચાર્જ સ્વીકાર્યો.

ગયા વર્ષે ડિસેમ્બરમાં, ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશનને ટેક્સી ચોરીમાં દોષી ઠેરવવામાં આવ્યું હતું અને કંપનીને $1.6 મિલિયનનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ટ્રમ્પ પર આરોપ છે કે તેણે પોર્ન સ્ટારને આપેલા પૈસાને કાયદેસર ફી તરીકે કહ્યા હતા. તેઓ તેમના પર લાગેલા આરોપોને રાજનીતિથી પ્રેરિત ગણાવી રહ્યા છે.

રાષ્ટ્રીય સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Published On - 11:16 pm, Tue, 4 April 23