ટ્રમ્પે રાષ્ટ્રપતિના એકાઉન્ટ પરથી કાઢ્યો બળાપો, કહ્યું “પોતાનું પ્લેટફોર્મ બનાવીશ”

|

Jan 09, 2021 | 5:11 PM

અમેરિકામાં હિંસા ભડકાવવાના આરોપ બાદ ટ્વિટરે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું વ્યક્તિગત ટ્વિટર અકાઉન્ટ કાયમ માટે બંદ કરી દીધું. ફેસબુકે પણ રાષ્ટ્રપતિ ટ્રમ્પનું અકાઉન્ટ બંદ કર્યું છે. ટ્રમ્પના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટને અગાઉ જ બંદ કરી દેવામાં આવ્યાં છે.

ટ્રમ્પે રાષ્ટ્રપતિના એકાઉન્ટ પરથી કાઢ્યો બળાપો, કહ્યું પોતાનું પ્લેટફોર્મ બનાવીશ
Donald Trump Tweeter Handle

Follow us on

અમેરિકામાં હિંસા ભડકાવવાના આરોપ બાદ ટ્વિટરે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું વ્યક્તિગત ટ્વિટર અકાઉન્ટ @realDonaldTrump હમેશા માટે બંદ કરી દીધું છે. ટ્વિટરે વ્યક્તિગત અકાઉન્ટ બંદ કરતાં ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિના આધિકારિક ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરી માઇક્રોબ્લોગિંગ સોશિયલ સાઇટ ટ્વિટર પર બળાપો કાઢ્યો છે. ટ્રમ્પે ટ્વિટર પર આરોપ લગાવ્યો કે ટ્વિટરે ડેમોક્રેટ્સ અને ડાબેરીઓ સાથે મળીને Free Speech એટલે કે અભિવ્યક્તિની આઝાદીને દબાવવાનો પ્રયાસ કર્યો છે. સાથે જ ટ્રમ્પે કહ્યું કે તેઓ જલ્દી જ પોતાનું નવું સોશિયલ પ્લેટફોર્મ બનાવવાનું વિચારી રહ્યાં છે. જો કે ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિના આધિકારિક ટ્વિટર એકાઉન્ટ પરથી કરેલા આ ટ્વિટ થોડીક જ મિનિટોમાં ડિલીટ કરી દેવામાં આવ્યાં.

પોતાનું સોશિયલ પ્લેટફોર્મ બનાવવાનો વિચાર
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે એમને પહેલેથી જ આ વાતની ખબર પડી ગઈ હતી કે ટ્વિટર તેમનું અકાઉન્ટ ડિલીટ કરી દેશે. આથી તેમણે અગાઉથી જ એક કંપની સાથે સોશિયલ પ્લેટફોર્મ બનાવવાની વાતચીત શરૂ કરી દીધી હતી, નજીકના સમયમાં જ આ અંગે જાહેરાત કરશે. ડોનાલ્ડ ટ્રમ્પ પોતાનું સ્વતંત્ર સોશિયલ પ્લેટફોર્મ વિકસિત કરવાનું ઇચ્છી રહ્યાં છે.

ટ્વિટરે બંદ કરી દીધું છે ટ્રમ્પનું અકાઉન્ટ
પાંચમી જાન્યુઆરીનો દિવસ અમેરિકાના લોકતંત્ર માટે કાળો દિવસ સાબિત થયો. અમેરિકાના સંસદ ભવન બહાર ટ્રમ્પ સમર્થકોએ હિંસક પ્રદર્શન બાદ ટ્વિટરે ડોનાલ્ડ ટ્રમ્પની વ્યક્તિગત ટ્વિટર અકાઉન્ટ હંમેશ માટે બંદ કરી દીધું હતું. ટ્વિટરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે વધુ હિંસા ભડકવાની આશંકાને કારણે ટ્રમ્પનું વ્યક્તિગત અકાઉન્ટ બંદ કરી દેવામાં આવ્યું છે. ત્યારબાદ ટ્રમ્પે રાષ્ટ્રપતિના આધિકારિક ટ્વિટર અકાઉન્ટ પરથી ટ્વિટ કરીને ટ્વિટર પર પ્રહારો કર્યા. ટ્રમ્પે એ ટ્વિટમાં લખ્યું હતું, “હું ઘણા સમયથી કહી રહ્યો છું કે ટ્વિટર Free Speech એટલે કે અભિવ્યક્તિની આઝાદી પર પ્રતિબંધ લગાવી રહ્યું છે. આજે એમને ડેમોક્રેટ અને કટ્ટર ડાબેરી પક્ષો સાથે મળી મને ચૂપ કરાવવા માટે મારુ એકાઉન્ટ બંદ કરી દીધું .”

આ પણ વાંચો: Ladakh માંથી ચીની સૈનિક ઝડપાયો, કહ્યું હું રસ્તો ભૂલી ગયો હતો

આ પણ વાંચો: સલમાનથી લઈ દીપિકા સુધી, બોલીવુડના સુપરસ્ટાર્સ જે ક્યારેય કોલેજ જઈ શક્યા નથી

Published On - 4:44 pm, Sat, 9 January 21

Next Article