તમને ખબર છે કે અવકાશયાત્રીઓ સ્પેસમાં વાળ કઈ રીતે ધોવે છે? જુઓ આ એમેઝીંગ Video

|

Sep 02, 2021 | 3:42 PM

અવકાશની દુનિયા પણ આશ્ચર્યજનક છે. લોકોને ઘણીવાર અંતરીક્ષ અને ત્યાંના મુસાફરો વિશે ઘણા પ્રશ્નો હોય છે. જેમ કે અંતરિક્ષમાં મુસાફરોનું જીવન કેવું હોય છે.

તમને ખબર છે કે અવકાશયાત્રીઓ સ્પેસમાં વાળ કઈ રીતે ધોવે છે? જુઓ આ એમેઝીંગ Video
Megan McArthur explains how astronauts keep their hair clean in space.

Follow us on

અવકાશની દુનિયા પણ આશ્ચર્યજનક છે. લોકોને ઘણીવાર અંતરીક્ષ અને ત્યાંના મુસાફરો વિશે ઘણા પ્રશ્નો હોય છે. વિદ્યાર્થીઓમાં એક કૂતુહલ જોવા મળતું હોય છે. લોકોના મનમાં અવકાશને લઈ અનેક પ્રશ્ન થાય છે. જેમ કે અંતરિક્ષમાં મુસાફરોનું જીવન કેવું હોય છે. આ બધાની વચ્ચે, આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (International Space Station) પર ગયેલા નાસાના અવકાશયાત્રી મેગન મેકઆર્થરે (Megan McArthur) એક ખૂબ જ રસપ્રદ વીડિયો શેર કર્યો છે. જેમાં તે બતાવે છે કે તે કેવી રીતે તેના વાળ ધોઈ રહી છે. તે સમજાવે છે કે, અવકાશયાત્રીઓ (astronauts) કેવી રીતે અવકાશમાં તેમના વાળ સાફ રાખે છે.

વાસ્તવમાં, મેગન મેકઆર્થરે વીડિયો શેર કર્યો અને લખ્યું કે, અવકાશયાત્રીઓ અંતરિક્ષમાં સ્નાન કરી શકતા નથી કારણ કે, આમ કરવાથી પાણી દરેક જગ્યા પર ચાલ્યું જાય છે, તો જુઓ કેવી રીતે અમે સ્પેસ સ્ટેશન પર વાળ સાફ રાખીએ છીએ. પૃથ્વી પર આપણે જે સરળ વસ્તુઓ કરીએ છીએ તે સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણમાં એટલી સરળ નથી. આ વીડિયોમાં મેગન પણ તેના વાળમાં કાંસકો કરતી જોવા મળી રહી છે.

Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર

વિડિઓની શરૂઆતમાં પરિચય આપતા મેગન કહે છે કે, તેણીને વારંવાર પૂછવામાં આવે છે કે, અવકાશમાં હોય ત્યારે અવકાશયાત્રીઓ દરરોજ તેમના વાળ કેવી રીતે સાફ કરે છે. તેણી કહે છે કે, હું તમને બતાવી દઉં કે હું કેવી રીતે અવકાશમાં મારા વાળ ધોઉં છું. તેણે બે દિવસ પહેલા આ વીડિયો શેર કર્યો હતો અને વીડિયો પોસ્ટ થયા બાદ લાખો લોકો તેને જોઈ ચૂક્યા છે. લોકો આ અંગે પોતાનો પ્રતિભાવ પણ આપી રહ્યા છે.

આ વીડિયો જોયા બાદ યુઝર્સે અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે ‘ફેન્ટાસ્ટિક’ લખ્યું જ્યારે બીજા યુઝરે લખ્યું કે, આ વીડિયો માટે આભાર. એક ટ્વિટર યુઝરે લખ્યું કે, મને લાગે છે કે, જો તમે પૃથ્વી પર તમારા વાળ શેમ્પૂથી ધોશો, પરંતુ જો તમે આ રીતે પૃથ્વી પર તમારા વાળ ધોશો તો તે ઘણું પાણી બચાવશે.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ અવકાશયાત્રી મેગન મેકઆર્થરે પણ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર પોતાનો પચાસમો જન્મદિવસ ઉજવ્યો હતો. નાસાના અવકાશયાત્રીઓએ આ પ્રસંગે આઈસ્ક્રીમ પાર્ટીનું પણ આયોજન કર્યું હતું. તેની તસવીરો પણ ત્યાંથી બહાર પાડવામાં આવી હતી. મેકઆર્થર હાલમાં પૃથ્વીથી 260 માઇલ દૂર આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર છે. તે કેમ્પ 65 હેઠળ એપ્રિલમાં અહીં પહોંચી હતી.

આ પણ વાંચો: Breaking News: અભિનેતા અને બિગ બોસ વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી નિધન, માત્ર 40 વર્ષની ઉંમરે કહ્યું અલવિદા

Next Article