બે મહિનાથી વધુ સમયથી ગુમ થયેલ એશિયાની સૌથી ધનિક વ્યક્તિઓ પૈકી એક અલીબાબા ગ્રુપના(ALIBABA GROUP) માલિક જૈક મા (JACK MA) અચાનક જ દુનિયા સમક્ષ જોવા મળ્યા છે. તાજેતરમાં જ જેક મા એક વીડિયો કોન્ફરન્સમાં નજરે આવ્યા હતા. વિશ્વમાં વધતા દબાણને પગલે ચીનના(CHINA) સત્તાવાર અખબાર ગ્લોબલ ટાઇમ્સે(GLOBAL TIMES)તેના ઓફિશિયલ ટ્વિટર પર જૈક માનો આ વીડિયો બહાર પાડ્યો છે.
ગ્લોબલ ટાઇમ્સના જણાવ્યા અનુસાર, જૈક માએ બુધવારે ચીનમાં 100 ગ્રામીણ શિક્ષકો સાથે વિડિઓ દ્વારા વાતચીત કરી છે. પરંતુ આ વિડિયોમાં ક્યાંય પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે, આ 100 ટીચરો પૈકી તે કયા શિક્ષકને મળ્યો છે તો આ 100 ટીચરોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. કયા મળ્યા તેની પણ કોઈ વિગત નથી. આ વિડીયોમાં એવું પણ કહેવામાં નથી આવ્યું કે જૈક મા પરત ફરી રહ્યો છે. આ વિડીયો વાયરલ થયા બાદ ચીનમાં એ અફવાએ જોર પકડયું છે કે, જૈક માની કંપની અલીબાબાનું નિયંત્રણ ચીન સરકાર તેના હાથમાં લઈ શકે છે.
તો આ વિડીયો વાયરલ થયા બાદ ચર્ચા થઈ રહી છે કે, જૈક મા ગાયબ થયો ત્યારે તે કેમ સામે આવ્યો ના હતો. તો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો ખુદ જૈક મા સામે આવ્યો છે કે તેને ચીન દબાણવશ થઈને જૈક માને સામે લાવવામાં આવ્યો છે. આ વિડીયોને લઈને એક અન્ય પણ સવાલ ઉઠી રહ્યો છે કે, જો જૈક મા સામે આવ્યો જ છે તો તેની ટીમ કે તેના ઓફિશિયલ ટ્વિટર પર વિડીયો હજુ સુધી કેમ શેર કરવામાં નથી આવ્યો.
#Alibaba founder Jack Ma Yun @JackMa, the English teacher turned entrepreneur, met with 100 rural teachers from across the country via video link on Wednesday. “We’ll meet again after the [COVID-19] epidemic is over,” he said to them: report pic.twitter.com/oj2JQqZGnI
— Global Times (@globaltimesnews) January 20, 2021
જૈક માએ ઓક્ટોબર 2020 માં ચીનની નાણાકીય નિયમનકારો અને સરકાર દ્વારા સંચાલિત બેંકોની ટીકા કરી હતી. જૈક માએ આ ટીકા શાંઘાઇમાં એક ભાષણમાં કરી હતી. જેક માએ સરકારને ધંધામાં નવીનતાના પ્રયત્નોને દબાવતી સિસ્ટમોમાં પરિવર્તન લાવવા હાકલ કરી હતી.આ ભાષણ પછી ચીનની શાસક સામ્યવાદી પાર્ટી જૈક પર બગડી હતી. આ બાદ જૈક માના ઘણા ધંધા પર પ્રતિબંધ લગાવવાનું શરૂ કર્યું હતું.