નહીં સુધરે Pakistan, ભારતની મનાઇ છતા કરતારપુર તીર્થયાત્રિયો પાસે વસુલી રહ્યા છે ભારે રકમ !

|

Mar 25, 2023 | 12:34 PM

શ્રી કરતારપુર સાહિબ શીખ ધર્મના અનુયાયીઓ માટે સૌથી પવિત્ર સ્થાનોમાંથી એક છે. આ કોરિડોર દ્વારા પાકિસ્તાન તીર્થયાત્રીઓ પાસેથી સતત ફી વસૂલ કરી રહ્યું છે, જ્યારે ભારતે ઘણી વખત ફી વસૂલવાની અપીલ કરી છે.

નહીં સુધરે Pakistan, ભારતની મનાઇ છતા કરતારપુર તીર્થયાત્રિયો પાસે વસુલી રહ્યા છે ભારે રકમ !
Pakistan

Follow us on

Pakistan News: ભારતની અપીલ છતાં, પાકિસ્તાન શ્રી કરતારપુર સાહિબ કોરિડોર દ્વારા તીર્થયાત્રીઓ પાસેથી ફી વસૂલ કરી રહ્યું છે, જે શીખ ધર્મના અનુયાયીઓ માટે સૌથી પવિત્ર સ્થળો પૈકી એક છે. વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરને માહિતી આપી છે કે સરકારને કરતારપુર સાહિબની મુલાકાત માટે કોરિડોર દ્વારા પાસપોર્ટ મુક્ત મુસાફરી માટે અરજીઓ મળી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય કરાર તીર્થયાત્રીઓને માન્ય પાસપોર્ટ સાથે મુસાફરી કરવાની મંજૂરી આપે છે.

લોકસભા સાંસદ અને શિરોમણી અકાલી દળના વરિષ્ઠ નેતા હરસિમરત કૌર બાદલે શ્રી કરતારપુર સાહિબ કોરિડોરની મુલાકાતને લઈને સરકારને સવાલ પૂછ્યા હતા. હરસિમરત કૌરે પૂછ્યું હતું કે શું કેન્દ્ર સરકાર તીર્થયાત્રીઓ માટે ટ્રાવેલ પાસપોર્ટ ફ્રી કરવાની કોઈ યોજના ધરાવે છે? આના જવાબમાં વિદેશ રાજ્ય મંત્રી મુરલીધરને કહ્યું કે, ભારતે મુસાફરોને સુવિધાઓ આપવા માટે ઘણા પગલાં લીધા છે.

પાકિસ્તાન દરેક તીર્થયાત્રી પાસેથી 20 ડોલર વસુલ કરે છે

મુરલીધરે સંસદમાં જણાવ્યું હતું કે ભારત સરકારે ઘણી વખત પાકિસ્તાન સરકારને શીખ તીર્થયાત્રીઓ માટે આદરના ચિહ્ન તરીકે યાત્રા પર જવા માટે કોઈ ફી ન લેવાની અપીલ કરી છે, પરંતુ તેમ છતાં પાકિસ્તાન દરેક તીર્થયાત્રી પાસેથી ફિ ના નામ પર 20 યુએસ ડોલર વસૂલ કરી રહ્યું છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

જણાવી દઈએ કે શ્રી કરતારપુર સાહિબ કોરિડોર ખોલવાની લાંબા સમયથી માંગ હતી. આ પછી, ભારત અને પાકિસ્તાન સરકારે 24 ઓક્ટોબર 2019 ના રોજ એક કરાર પર હસ્તાક્ષર કર્યા. કરતારપુર કોરિડોર ગુરુદ્વારા દરબાર સાહિબને ભારતના પંજાબના ગુરદાસપુરમાં આવેલા ડેરા બાબા નાનક ગુરુદ્વારા સાથે જોડે છે.

અત્યાર સુધીમાં લગભગ એક લાખ 70 હજાર શ્રદ્ધાળુઓએ યાત્રા કરી છે

આંકડાઓ અનુસાર, આ કોરિડોરના ઉદ્ઘાટનથી અત્યાર સુધીમાં લગભગ એક લાખ 70 હજાર શ્રદ્ધાળુઓ શ્રી કરતારપુર સાહિબના દર્શન કરી ચૂક્યા છે. કરતારપુર સાહિબ કોરિડોર દરરોજ ખુલ્લો રહે છે. લોકસભા સાંસદ હરસિમરત કૌર કરતારપુર સાહિબના તીર્થયાત્રીઓના પ્રથમ પ્રતિનિધિમંડળ સાથે ત્યાં ગયા હતા.

આ પણ વાંચો : Pakistan: પાકિસ્તાનમાં મોંઘવારીના તમામ રેકોર્ડ તૂટ્યા, રમઝાન ટાણે ઉપવાસ કરવા પણ થયા મોંઘા !

Next Article